SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભીંજી પદ ૧૧૯ વેજમાં સુરસુંદરીએ હાજર થઈ સત્ય સ્વરૂપ બતાવ્યુ. ત્યારે જ સના ભ્રમ દૂર થયા. એટલા વખત ધીરજ રાખવી એમાં મનની મહત્તા, વિચારની દીર્ઘતા અને પરિણતિની નિર્મળતા રહેલી છે. જગતની ખોટી માન્યતાના અસત્ય મંડાણુ પર રચાયલી રચનાથી છેતરાઈ ન જઈ અકળ કળા પ્રાપ્ત કરવાનેા પ્રયાસ કરવા ઉચિત છે, અથવા વસ્તુતઃ તેમાં બહારથી પ્રાપ્ત કરવાનું પણ કાંઇ નથી; અંતરંગમાં તે કળા ભરેલી જ છે ત્યાંથી તેને પ્રગટ કરવાની છે. સુખનું સત્ય સ્વરૂપ સમજી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય એને માટે સતત પ્રયાસ કરવા એ ઉચિત છે. આ અકળ કળાને બતાવનારી ઘડી તારા હૃદયાગારમાં છે તેમાંથી તેને બહાર લાવ, તારું' બાહ્યાત્મપણું તજી અંતરાત્મપણુ' જાગ્રત કર તેા છેવટે પરમાત્મપણુ' પ્રગટ થશે, આ ઘડી મને તે પસંદ આવે છે. મનુષ્ય પા ઘડી સૂચવનાર વસ્ત્ર માથે માંધે છે, તેથી તેણે ક્ષણ ક્ષણુના વિચાર કરવા જોઇએ. એવા વિચાર ન કરનાર ઘડિયાળીથી પશુ મૂર્ખ ગણાય; જો કે ઘડિયાળીની ઘડી પણુ નકામી છે. ખરી ઘડી તે અકળ કળાને બતાવનાર ઘટમાં છે. તેને જાગ્રત કરી તેના પર સમય સમય વગાડ, તેનાથી જાગૃતિ રાખ. જો તેમ નહિ કરે તેા ઘડિયાળની જેટલી પણુ તારામાં સમજણુ નથી એમ માન્યતા થશે. आतम अनुभव रस भरी, यामे और न मावे; आनंदघन अविचल कला, विरला कोई पावे. रे घरि ३ “ આત્મ અનુભવરૂપ રસથી ભરેલી ઘડીમાં ખીજી કઈ વસ્તુને નથી અને તે આનદમય અવિચળ કળા કોઈ ભાગ્યવાન્ પ્રાણી જ પ્રાપ્ત કરી ભાવ-સ્વરૂપજ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપની વાતે કરવી તે વિદ્વત્તાનું કામ છે, પણ તેના પ્રત્યક્ષ અનુભવ કરવા એ ચારિત્રના વિષય છે. બન્નેને સંબંધ છે, પણ દરરોજ તે સંબંધ હોય એમ સમજવુ નહિ, સ્વપરના વિવેચન સાથે હેય ઉપાદેયને વિવેક થાય તેને અનુભવ કહેવામાં આવે છે. વાતે કરવામાં આનંદ માનનારને તે સ્થિતિ કઢિ પણ પ્રાપ્ત થતી નથી, આત્મરમણુતામાં જ તેનું ખરું રહસ્ય રહેલ છે અને તેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનને અંગે આગળ પહેામાં બહુ વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવનાર છે, તેથી અત્ર વિશેષ વિવેચન ન કરતાં એટલું જણાવીએ તેા ખસ થશે કે અનુભવીને સંસાર વિષ તુલ્ય લાગે છે, ધનસંપત્તિ આત્મસપત્તિને ભૂલાવનાર લાગે છે, શ્રી પુત્રાદિ પિરવાર સંસારને વધારનાર લાગે છે, ઢેડુ ક્ષણિક લાગે છે, કીત્તિ અસ્થિર લાગે છે, સંબંધીઓના સ્નેહ સ્વાÖમય લાગે છે, મિત્રના પ્રેમ સંસારના હેતુભૂત લાગે છે, પેાતાનું એકત્વ અને પરભાવનુ અન્યત્વ નજરે આવે ૩ યા=જેમાં. માવેસમાય. અવિચલ=ન ચલે તેવી. વિરલા=કેાઇક જ, પાલે=પ્રાપ્ત કરે, મેળવે. Jain Education International For Private & Personal Use Only સમાવેશ થતા શકે છે. ’ "" www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy