SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મૌજી પ *પદ ખીજું રાગ-વેરાવલ એકતાલી रे घरियारी बाउरे, मत घरिय बजावे; नर शीर बांधत पाघरी, तुं कया घरीय बजावे ? रे घरि. १ “ અરે ગાંડા ઘડિયાળી ! તું ઘડીને વગાડ નહિં, મનુષ્યો પેાતાને માથે પાઘડીએકચતુર્થાંશ ઘડી બાંધે છે, તે પછી તું એક આખી ઘડી શામાટે બજાવે છે ? ” Jain Education International ૧૧૭ ભાવ—પ્રથમ પદમાં પ્રમાદ ત્યાગ કરી જાગ્રત થવા કહ્યું તે જ હકીકતને વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી ઘડિયાળીને ઉદ્દેશીને સમય માત્ર પણ પ્રમાદ ન કરવા સારુ અત્ર ઉપદેશ આપે છે. આધુનિક ઘડિયાળની શોધ થઇ નહેાતી ત્યાં સુધી વખત જાણવા માટે પૂર્વ પુરુષા એક પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને બૂડી જાય ત્યારે એક ઘડી ( ચેાવીશ મિનિટ ) થાય એવું ચાસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘડી પૂરી થાય ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી ખબર આપતા હતા. અત્યારે જેમ કલાકે પહેરેગીર ઘંટ વગાડે છે તેમ તે વખતે ઘડીએ ઘટ વગાડવાની ચેાજના હતી, એવી જ રીતે કાચની એ શીશીમાંથી અતિ સૂક્ષ્મ છિદ્રદ્વારા એકમાંથી ખીજામાં તમામ રેતી પસાર થાય ત્યારે ઘડી થયાનેા ઘંટ વગાડતા, સામાયિકમાં જેવી ઘડી હાલ આપણે વાપરીએ છીએ તેનેા પણુ સમય જાણવા માટે ઉપયોગ થતા. એ ઘડિયાળીને ઉદ્દેશીને કહે છે કે- અરે ભોળા ઘડિયાળી ! તું તે શું જોઇને ઘડી વગાડતા હાઈશ ? મનુષ્યા તેા પેાતાના માથે જ પાઘરી ( ટ્રુ ઘરી ) અથવા પાઘડી બાંધે છે અને તુ ઘડી શામાટે બજાવે છે ? માટે હવે તારા પ્રયાસથી વિરમ, નકામેશ્રમ બંધ કર. અત્ર પાઘડી શબ્દ પર શ્લેષ છે. એ માથે બાંધવાના વસ્ત્ર ઉપરાંત એની વ્યુત્પત્તિ ઘડીના ચાથે ભાગ બતાવે છે. મનુષ્યા પાઘડી સૂચવનાર વસ્ત્ર તેા પેાતાને માથે જ રાખે છે, ત્યારે તું કાંઇ વધારે મતાવવા માગતા હેાય તેા પળ-વિપળ બતાવવા સારુ ઘંટ વગાડ. ઘડી વગાડવાના તારા પ્રયાસ તેા નકામે છે, વગર અનેા છે, ફોકટ છે. તું ચૌદસે ને ચાલીશ સેકન્ડ અથવા ત્રીશસે વિપળથી બનતી ઘડીની આખરે ખબર આપે છે કે એક ઘડી પસાર થઇ એ બહુ દીર્ઘ વખતને ઇંડે પ્રયાસ છે અને તે અંતર બહુ વિશાળ છે. વખતની કિમત સમજવી ખાસ જરૂરી છે. વખત એ પૈસા છે, ગયા વખત ફ્રીને * આ પદ ઉપર ‘ આત્મિક પ્રભાત-આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી ' એશિક નીચે શ્રી જૈનધર્મી પ્રકાશ પુસ્તક ૨૬, પૃષ્ઠ ૫૬-૬૪ અને ૮૧-૮૭ માં વિસ્તારથી વિવેચન કર્યું છે. તે જુએ. અત્ર તેને સાર આપ્યો છે. * કેટલીક પ્રતામાં ‘ બતાવે ' એવે પાઠાંતર છે. ૧ મત=નહિ. પાધરી=પાઘડી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy