________________
૧૧૪
શ્રી આનદૂધનજીનાં પદા
પાણી આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને જેમ ચાલ્યું જાય છે તેમ આયુષ્ય ઘટતુ' જ જાય છે; માટે એ ચેતવણી ધ્યાનમાં લઇ તું ઉઠે, જાગ્રત થા, તારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જા અને દરેક ઘડીને, દરેક પળને, દરેક વિપળના ઉપયાગ કર જ્યાં સુધી તુ વિભાવદશામાં રમણુ કરીશ ત્યાં સુધી તારી ગમે તેટલી પ્રવૃત્તિ હશે તેા પણુ શુદ્ધ દૃષ્ટિએ તે તું ઊંઘતા જ છે, માટે એ તારી ઊંઘ ઉડાડી દે અને હવે તારા પેાતાના ફામમાં લાગી જા.
જે વસ્તુ પેાતાની નથી, જે ખરૂ સુખ આપનાર નથી, અનિત્ય છે, તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાંડા કહેવામાં આવેલ છે, કારણ કે એ સ્થિતિમાં એ પાતાના સ્વરૂપને ભૂલી જાય છે, શુભ કાર્યમાં અસ્વસ્થ રહે છે અને વિભાવિક સ્વપ્નને સત્ય સમજે છે. જો આ સ્થિતિ તું વધારે વખત ચાલવા દઈશ તે આયુષ્ય અંજલિ માંહેના પાણીની પેઠે ચાલ્યું જશે અને પછી તારે બહુ પસ્તાવું પડશે, માટે આ ઊંઘમાંથી ઉઠ, જાગ્રત થા.
इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउ रे,
भमत भमत भवजलधि पायके,
भगवंत भजत विन भाउ नाउ रे. क्या० २
“ ઇંદ્ર, ચંદ્ર, ધરણેદ્ર અને મોટા મુનિએ ચાલ્યા ગયા, તે પછી ચક્રવર્તી રાજા કે શહેનશાહ તે શા હિસાબમાં ? સંસારસમુદ્રમાં ભમતાં ભમતાં ભગવાનની ભક્તિ વગર બીજી ભાવનૌકા કાણુ છે ? ”
ભાવ—મોટા મોટા ઈંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને તી કરા પણુ આયુષ્ય પૂર્ણ થયુ ત્યારે ચાલ્યા ગયા, તે પછી ચક્રવર્તી, શહેનશાહ કે રાજારાણા તે કઈ ગણતરીમાં છે ? પરમાત્માને ઈંદ્ર મહારાજે બે ઘડી આયુષ્ય વધારવાની વિજ્ઞપ્તિ પરોપકાર માટે કરી હતી ત્યારે શ્રી મહાવીરે ઉત્તર આપ્યા હતા કે-હે ઈંદ્ર ! તે કાર્ય કરવાને કાઇ પણ સમ નથી. આવી રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દેહ છેાડવાના એ તે સર્વને સામાન્ય છે અને ગમે
* " પાર્ક, ભગવંત ભજન વિન ભાઉ નાઉ રે ” એ પાઠ અશુદ્ધ જણાય છે. પણ પાય તે, ભગવંત ભક્તિ સ્વભાવ નાઉ રે ” એ પાઠાંતર વિશેષ ઘટતા આવે છે. પાય તેં=તને મળી ભગવંત ભક્તિ સ્વભાવરૂપ નાકા. તાત્પર્યા એ છે કે–મોટા મોટા રાજા, ચક્રવર્તી અને ઇંદ્ર ચાલ્યા ગયા, તનેે ભવસમુદ્રમાં પર્યટન કરતાં હાલ ભગવંતની ભક્તિ સ્વભાવરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે તો તેના ઉપયોગ સમુદ્રપાર ગમન કરી તારા સાધ્યસ્થાને પહોંચવા માટે કર.
૨. ઇંદ્રદેવતાઓના સ્વામી. ચંદ=ચંદ્રમા. નાગિ=ધરણેદ્રાદિ ભુવનપતિના દેવા. ચલેચાલ્યા ગયા. કાશા હિસાબમાં ? રાજાપતિચક્રવર્તી સાહ=શહેનશાહ. રાઉ=રાણા. ભમત ભમત-ભમતાં ભમતાં. ભવજલધિ=સ'સારસમુદ્ર. પાય¥=પામીને. ભગવતભજન=ભગવાનની ભક્તિ. વિન–ગર. ભાવનાઉ ભાવનૌકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org