________________
૧૧૦
શ્રીઆનંદઘનજી અને તેને સમય અવ્યવસ્થિત હોય છે કે તેના ઉપર આધાર રાખવામાં કઈ પ્રકારની સલામતી હતી જ નથી. આનંદઘનજીની અતિ ઉરચ દશા તેઓના વર્તનમાં અને તેઓના લેખની દરેક પંક્તિમાં જોવામાં આવે છે. એમનું વર્તન વિશિષ્ટ જીવનને ગ્ય, અતિ ઉન્નત થયેલું અને દષ્ટાન લેવા લાયક અનેક રીતે જણાય છે.
આનંદઘનજીનાં પદો સાથે વિષયસંક્ષેપ આપેલ છે તે પરથી પદોમાં કેવા કેવા વિષયની ચર્ચા કરવામાં આવી છે અને તેના વિવેચનના વિસ્તારમાં ક્યા ક્યા વિષયે મુખ્યત્વે કરીને ચર્ચા છે તેને સરવાળે કરેલો જણાશે. દરેક પદમાં તેને યોગ્ય ઉદ્દઘાત અને રહસ્ય લખી લેવામાં આવ્યું છે તેથી પ્રત્યેક પદ સંબંધી ઉપઘાતમાં ખાસ કહેવાનું કાંઈ બાકી રહેતું નથી. આવાં છૂટાં છૂટાં પદમાં એ રીતિ વધારે અનુકૂળ ધારવામાં આવી છે. અહીં સામાન્ય નિયમ પ્રમાણે દરેક પદ પર વિવેચન કરવામાં આવે તે ઉપઘાતનું ગૌરવ જે અત્યારે જ ઘણું થઈ ગયું છે, ધારવા કરતાં પણ વધારે થઈ ગયું છે તે માપ વગરનું થઈ જાય. તેથી આ જગ્યા પર દરેક પદ પર વિવેચન કરવાની જરૂરીઆત ન હોવાથી સામાન્ય રીતે તે સંબંધમાં ખાસ વક્તવ્ય હોય તે જ વિચારી આ ઉપેદ્દઘાત પૂર્ણ કરીએ. પદોમાં રહેલું અધ્યાત્મ અને ગજ્ઞાન અપૂર્વ છે. એની દરેક પંક્તિમાં ચિતન્યશક્તિને પ્રકટ કરવાને અને મેહમલિનતાને નાશ કરવા પ્રયત્ન ઝળહળી રહ્યો છે. એમાં આત્મિક દશાનાં ગાન કર્ણને પવિત્ર કરે છે, મનને ડોલાવે છે અને ચેતનને સ્વમાં લીન કરે છે. લગભગ દરેક પદ એટલી ઉન્નત દશાથી લખાયેલું છે કે એનું રહસ્ય સમજવા જેટલે અધિકાર પ્રાપ્ત થે પણ ઘણુ પ્રાણીઓ માટે મુશ્કેલ છે અને બાકી રહેલાઓ ગરહસ્ય વાંચી વિચારી આશ્ચર્યમાં પડી જાય છે. દરેક પદની કૃતિમાં એક ખાસ ખૂબી એ જોવામાં આવશે કે ઘણુંખરૂં છેલી ગાથાના છેલા પદમાં અને કઈ વાર છેલાથી આગલા પદમાં પદનું રહસ્ય અથવા વધારે વાસ્તવિક રીતે બોલીએ તો આખે રહસ્યાર્થ સમજવાની કુંચી–ચાવી જડી આવે છે. આ એક ચમત્કૃતિ ઉપજાવે તે વિષય છે અને આનંદઘનજીનું કઈ પણ પદ વાંચતાં આ હકીકત ધ્યાનમાં રાખવાથી તેને ભાવ અને આશય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે. ક્રમ એમ રાખો કે પ્રથમ એક ૫દ વાંચી જવું, સાદંત વાંચી, છેલ્લી ગાથામાંથી તેની ચાવી શેધી લેવી અને પછી ફરી વાર તે જ પદ આખું વાંચવું. બીજી વાર ચાવી સાથે વાંચતાં બહુ સરળ રીતે સ્પષ્ટ બંધ થશે. વારંવાર મનન કરવાથી નવીન નવીન સ્વરૂપ સમજાશે અને દરેક વખતના વાંચનમાં નવીન હકીકત નીકળશે. એ પદેને સેંકડો વખત કે વારંવાર વાંચતાં થાક નહિ લાગે, કંટાળો નહિ આવે, પદનું મહત્ત્વ બતાવવા માટે આ પૂરતી હકીકત છે. જે પદમાં રહેલ અર્થગૌરવ એટલું સુંદર હોય કે વારંવાર વાંચવાથી પણ કંટાળો ન આવતાં દરેક વખત નવીનતાનું ભાન કરાવ્યા કરે. એ પદે કાંઈ સાધારણ લેખકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org