________________
૧૦૬
શ્રી આનઘનજી અને તેના સમય વિમુખ નહેાતા અને તેમના જેવા પ્રગત પુરુષોને તે દશા એકંદર રીતે ઘણી લાભકર્તા હતી, એકાંત પક્ષ કરનારા પર આક્ષેપ કરતાં ઉપાધ્યાયજી ઉપરાત સ્તવનમાં કહે છે કેઃ—
કાઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કાઈ કહે સહજ જમતાં ઘર હિરાં; મૂઢ એ ય તસ ભેદ જાણે નહીં, જ્ઞાન ચોંગે ક્રિયા સાધતાં તે સહી. ( ૧૬-૨૪ )
*
આનું ટાંચણુ આ જ ઉપદ્માતમાં અગાઉ અન્ય પ્રસંગે થઈ ગયુ છે, તે બતાવી આપે છે કે એકાંત દષ્ટિએ ખેંચાઇ જનારને ઉપાધ્યાયજી ‘ મૂઢ ’કહે છે અને તેવા પ્રકારની ભૂલ સાધારણ રીતે થતી જોવામાં આવે છે તેથી આ મુદ્દા ઉપર અવારનવાર એકથી વધારે વખત આ ઉપેદ્ઘાતમાં તથા ગ્રંથમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. હાલમાં એક છાપામાં આનંદઘનજી પર ટીકા કરતાં જાણે તે સાધુ નામને પણ ચેાગ્ય ન હેાય અને ‘મા લાપી-નિશ્ચયવાદી' એવાં વિશેષણાને ચેાગ્ય હાય એમ બતાવી, આ મહાત્માને ઉતારી પાડવાના પ્રયત્ન થયેલા વાંચ્યા ત્યારે લેખકની ખાલિશતા ઉપર અનુકંપા આવી હતી ! આવા મહાપુરુષોને બરાબર સમજવા માટે પણ ઘણાં વિશાળ હૃદયની, અભ્યાસની અને ગુરુપરંપરાના જ્ઞાનની જરૂર છે. સાધનને સાધન તરીકે નિહ સમજનાર, સાધ્યજ્ઞાન અને આત્મપરિણતિ વિના ચીંથરા વીણવામાં ’મુક્તિ માનનાર આવા વિચાર કરે. જ્યારે ઉપાધ્યાયજીની અષ્ટપદી આપણે વાંચીએ છીએ ત્યારે આ મુદ્દો આપણને વધારે સ્પષ્ટ થાય છે. આ વિષયની શરૂઆતમાં અષ્ટપદી આપવામાં આવી છે તે અત્ર ફરી વાર વાંચી જવા વિજ્ઞપ્તિ છે. એના લગભગ દરેક પદમાં અંતઃકરણના ઉમળકા છે, હૃદયના આલાપ છે, આત્માનું ઉચ્ચ ગાન છે. · આનંદ ઠેર ઠેર નહિ પાયા, આનંદ આનૠમે સમાયા.' અહીં ઉપાધ્યાયજી શું કહે છે તે વિચારીએ. એ આનંદ-શાંત નિર્મળ વૃત્તિના પ્રવાહ, પરભાવત્યાગવૃત્તિ, સ્વાનુભવરમણુતા જ્યાં ત્યાં મળતા નથી અને તે આનંદઘનજીમાં છે, અને આનદઘનજીને એ રસ ઝીલતા જોઇને જવિજયે તેમના ગુણ ગાયા છે. આ આનંદ બજારમાં મળતા નથી, એનું સ્વરૂપ આનંદૅ જ ( આત્મા જ) જાણે અને એવા આનંદના સાક્ષાત્ સ્વરૂપને આજ જોવાથી રામે રામે શીતળતા થઇ. આથી પણ આગળ વધીને આઠમા પદમાં કહે છે કે આનંદઘન સાથે પાતે મળ્યા ત્યારે પોતે પણ આન’દસ્વરૂપ થઇ ગયા. જો આ અષ્ટપદી ખરાબર સમજ્યેા હાઉં તે મારા મનમાં આનદઘનજી માટે યશોવિજયજીને ઘણુ માન હશે તે સંબંધમાં શકા રહેતી નથી અને તે વાત જ્યારે દરેક બત્રીશી જેવા ગંભીર યાગના વિષયના પ્રકરણને અંતે પરમાન” શબ્દથી તેઓશ્રી પાતે જ દૃઢ કરી ગયા છે, ત્યારે કોઇને પણ એ સંબંધમાં વિચાર કર્યાં પછી શકા રહે એમ મને લાગતું નથી. કેટલુંક માન આનંદઘનજીને યશેાવિજયજીએ વયેવૃદ્ધપણાને અંગે આપ્યુ. હાય તે બનવાજોગ છે, પરંતુ જે શબ્દોમાં આનંદઘનજી માટે તેઓએ લખ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org