________________
૧૦ર.
શ્રી આનંદઘનજી અને તેને સમય શલી પણ આથી તે ઉચ્ચ કેટીની છે. વૈરાગ્યના વિષયને માગણીના રૂપમાં, આક્ષેપના રૂપમાં અને બીજી અનેક રીતે બતાવીને તેમણે તે વિષયની સારી પિષણ કરી છે. જુદાં જુદાં પદના લેખકે એક જ વિષયને કેવી રીતે બતાવે છે તે સમજવા માટે ચિત્તદમનનામન વશ કરવાના વિષયને પદ્યકારોએ કેવી કેવી રીતે ચ છે તેને જરા નમૂને જોઈએ જેથી તેની સરખામણી કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. મનને વશ કરવાના અને તેમાં સર્વસ્વ માનવાના વિષય ઉપર કબીર નીચે પ્રમાણે વિચારો બતાવે છે.
હમારે તીરથ ન કરે, ભટકત કૌન ફિરે. હમારે. મનમેં ગંગા મનમેં કાશી, મનમેં સ્નાન જપ કરે. હમા. ૧ મનમેં આસન મનમેં કહાસન, મનમેં ધૂળિ જહે. હમારે. ૨ મનમે મુદ્રા મનમેં માલા, મનમેં ધ્યાન ધરે. હમારે. ૩
કહત કબીર સુન ભાઈ સાધુ, ભટકત કેન ફિરે ? હમારે. * આની સાથે સરખાવવા માટે આનંદઘનજીનું સુપ્રસિદ્ધ શ્રી કુંથુનાથજીનું સ્તવન જેના પર આ ઉદ્દઘાતમાં અવારનવાર વિવેચન થયું છે તે પર વિચાર કરી જઈએ.
કુંથુ જિન મનડું કિમહી ન બાજે-હે કુંથ જિન જિમ જિમ જતન કરીને રાખું, સિમ તિમ અલગું ભાજે. હે. કુંથુ, ૧ રજની, વાસર, વસતી, ઉજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થથું, એહ ઉખાણું ન્યાય. હે. કુંથુ. ૨ મુગતિ તણુ અભિલાષી તપીઆ, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હે. કુંથુ. ૩ આગમ આગમવારને હાથે, નાવે કિણ વિધ આકું; કિહાં કણે જે હઠ કરી હટકું, તો વ્યાલ તણીપરે વાંકું. હે. કુંથુ. ૪ જે ઠગ કહુ તો ઠગતો ન દેખું, સાહુકાર પણ નાહિ; સવ માંહેને સહુથી અલગું, એ અચરિજ મન માંહિ. કે. કુંથુ. ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલ; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે છે. કુંથુ. ૧ મેં જયું એ લિંગ નપુસક, સકલ મરદને ઠેલ; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન જે. જે. કુંથુ. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ બેદી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી. હે કુંથુ. ૮ મન (રારાષ્પ સે વશ આયું, તે આગમથી મતિ જાણું;
આનંદઘન પ્રભુ મારું આણે, તે સાચું કરી જાણે. હો. કુંથુ. ૯ આવી સુંદર રીતે મનને વશ કરવાનું ચિત્તદમન કરવાનું આનંદઘનજી કહી ગયા છે અને તેમને એ સંદેશો અત્યારે પણ બહુ આનંદથી વંચાય છે, ઉપયોગી ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org