________________
શ્રી આનંદઘનજી અને તેને સમય જોવામાં આવશે. એ રોગના ખાસ વિષયને અહીં બહ થોડા શબ્દોમાં સારી રીતે ખીલવ્યો છે તે આનંદઘનજીનું જ્ઞાનરહસ્ય બતાવવાનું કૌશલ્ય સૂચવે છે. આ વિષય પર વિશેષ વિવેચન “ગદષ્ટિસમુરચય' ગ્રંથમાં જોવામાં આવશે. સુમતિનાથના સ્તવનમાં બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મ ભાવ પર ગવિચારણું બહુ સુંદર રીતે કરવામાં આવી છે. એનું રહસ્ય છેવટે બતાવતાં કહે છે કે –
બહિરામ તજી અંતરઆતમા, રૂપ થઈ થીર ભાવ સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર૫૭ દાવ. સુગ્યાની. ૫ આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિ ષ સુગ્યાની.
પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ. સુગ્યાની. ૬ આ બહિરાત્મભાવ તજીને અંતરાત્મભાવમાં સ્થિર થવા સાથે આત્માને પરમાત્મભાવ વિચારે એ આત્મસમર્પણને ઉપાય છે અને તેથી જ પરંપરાએ સર્વ બાહા બંધનથી મુક્ત થઈ આત્મા પ્રગતિ કરીને છેવટે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ “ ત્રિવિધ સકલ તનુધરગત આત્માનું સ્વરૂપ અન્યત્ર બહુ વિસ્તારથી બતાવ્યું છે, એગના ગ્રંથમાં તે પર મોટા ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને પદની વિચારણામાં પણ તે પર વારંવાર વિવેચન થયું છે તે પર ધ્યાન ખેંચી આનંદઘનજીએ એ વિષયને કેવી સુંદર રીતે સંક્ષેપમાં પણ મુદ્દામ રીતે બતાવ્યું છે તેનું નિદર્શન અત્ર કરવામાં આવ્યું છે.
આવી જ રીતે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ જે આશ્ચર્યકારક રીતે ચિતર્યું છે, તે લગભગ આગમના સાર જેવું છે. એ વેગને અતિ ઉત્કૃષ્ટ વિષય છે અને તેમાં “અહો
ડો. હે સૂઝને કહે, ન મુઝ નમે મુઝ રે; અમિત ફલ દાન દાતારની. જેહની ભેટ થઈ તું જ છે. શાંતિ જિન એક મુજ વિનતિ” એમ કહેવામાં આવે છે ત્યાં વિષય તેની ઉત્કૃષ્ટ હદ પર-વિશિષ્ટ પ્રદેશની પરાકાષ્ઠા પર આવી જાય છે. અહીં રોગના વિષયને એવી સુંદર શૈલીથી અને હદયને શાંત કરી નાખે એવાં ભાવાત્મક વાકથી દર્શાવ્યું છે કે આનંદઘનજીના ગજ્ઞાન માટે અતિ આનંદ થયા વગર રહે નહિ. આથી પણ વિશેષ આનંદદાયક રીતે “મનડું કીમહી ન બાજે હા કુંથુ જિન” એ સત્તરમા સ્તવનમાં યોગના મધ્યબિંદુ જેવા કેન્દ્રસ્થ ચિત્તદમનના વિષયને ચર્ચે છે. ચિત્તદમનને અંગે તેઓ સ્પષ્ટ કહે છે કે –
મેં જાણ્યું એ લિગ નપુસક, સકલ મરદને કે, બીજી વાતે સમરથ છે નર, એહને કઈ જેલે.
હે કુંથુ જિન. ૭ મન સાધ્યું તેણે સઘળું સામ્યું, એહ વાત નહિ ખોટી, એમ કહે સાધુ સે નવિ માનું, એ કહી વાત છે માડી.
હે જિન ૮. મનડું દુરારાધ્ય તે વશ આયું, તે આગમથી મતિ આણું, આનંદધન પ્રભુ માહ૪ આણે, તે સાચું કરી જાણું.
હા કુંથુ જિન. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org