________________
કવિ અને લેખક તરીકે આનંદઘન અર્થવાળાં પદો પર વિવેચન કરવાથી તેનું રહસ્ય સંકુચિત થઈ જાય છે, માટે તેના શબ્દાર્થ લખી વિવેચન માટે દરેકને તેમના શક્તિ અને અધિકાર પર છોડી દેવા. આ વિચાર સાથે હું મળતો થઈ શકતો નથી. આવા રહસ્યભૂત ગ્રંથોમાં ખાસ ગૂઢતા છે, એના અંતરમાં સ્પષ્ટ આશયો છે અને એના પ્રત્યેક વચનના ગર્ભમાં સાર-રહસ્ય રહેલ છે એમ
જ્યાં સુધી સ્પષ્ટ બતાવવામાં ન આવે ત્યાં સુધી મધ્યમ પ્રવાહના પ્રાણીઓ તે ગ્રંથને વાંચવા વિચારવાની તસ્દી પણ ન લે અને વિચાર કરી શકે તેવા હોય તેમને પણ બહુ મહેનત પડે-આ બને વર્ગને આવા વિવેચનથી ખાસ લાભ થવાનાં કારણે મને સ્પષ્ટ લાગવાથી વિશેષ વિચાર કરવાની પ્રેરણાસૂચના સાથે આત્મકુરણ સ્વપર ઉપકાર માટે
ગ્ય અંકુશ તળે રહી બહાર પાડવી એ વાસ્તવિક ધારવામાં આવ્યું છે. જેઓ સ્વતંત્ર વિચાર કરી શકે તેટલી હદ સુધી આત્મવિચારણામાં ઊતરી ગયા હોય તેઓના વિચારો કદાચ તેઓ આ પુસ્તક વાંચે તે પણ સંકુચિત કે મર્યાદિત થઈ જાય એમ ધારવું તે તેઓની શક્તિની ઓછી કિમત અંકાવે છે અને તેમ કરવાને આપણને હક નથી; પરંતુ તેની સાથે ઘણું અને વિચાર કરવા યોગ્ય પ્રબળ સાધનને આવા સુદ્ધક કારણથી અટકાવી દેવું એ એક નિયમ તરીકે મને ઠીક લાગતું નથી. અહીં જરા અવાંતર અંગિત વાત પર ઊતરી જવાનું થયું. આ પ્રાણીની એવી ટેવ પડી છે કે જ્યારે ત્યારે તે પિતાને બચાવ કરવા એકદમ તૈયાર થઈ જાય છે. આ એક પ્રકારનો મને વિકાર છે અને તે દૂર કરવા અથવા તેના પર વિજય મેળવવાના પ્રસંગે અને તેને પૃથકકરણ કરી સમજવાની શક્તિ પણ આવા મહાત્માના ગ્રંથમાં વાંચન મનનથી જ થાય તેમ લાગે છે. આનંદઘનજી મહારાજનું જ્ઞાનસામર્થ્ય અને ખાસ કરીને રહસ્ય સમજાવવામાં રહેલ અસાધારણ શક્તિ પર આપણે વિચાર કરતા હતા. એ બાબતમાં ઘણા સાધારણ લેખકો કરતાં તેઓ બહુ આગળ વધી જાય છે એ બાબતમાં બે મત પડે તેમ લાગતું નથી. તેઓનાં લગભગ દરેક વાક્યની રચના સૂત્ર જેવી છે, તેમાંથી બહુ રહસ્ય નીકળે તેવું છે અને વધારે વિચાર કરતાં તેમાં વધારે વધારે રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે.
લેખક-કવિ - આનંદઘનજી મહારાજનાં સ્તવને અને પદો વાંચતાં બીજી એક વાત જણાઈ આવે છે તે તેઓએ બતાવેલા વિચારોની સ્પષ્ટતા છે. તેઓ પ્રખર ભાષામાં અને સ્પષ્ટ રીતે વિચારો બતાવી શક્યા છે અને જે કે તેઓને આશય ઊંડે હોય છે તે પણ દરેક વાંચનાર તેઓના વિચારમાં પિતાની શક્તિ પ્રમાણે કાંઈ કાંઈ સાર સમજી શકે છે. તેઓની ભાષા સ્પષ્ટ, તેઓનું વિષયગ્રાહિત મજબૂત અને પદલાલિત્ય અને અર્થે સુંદર તથા હૃદયને અને મગજને એક સરખી રીતે અસર કરનાર છે. તેઓએ કવિ તરીકે મેટાં મોટાં વર્ણને આપ્યાં નથી, છતાં સુમતિ અને શુદ્ધચેતના જેવા પાત્રને બોલતા કરી મેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org