________________
જનદશન - ઉપરોક્ત ચાર મૂળભૂત વિધાને છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિધામાં ચતુર્થ વિધાન ઉમેરતાં અનુક્રમે પાંચમું, છઠું અને સાતમું વિધાન આવે છે.
(૫) “સ્માત ઘડે અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે' એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના અસ્તિત્વદર્શી સ્વરૂપના સંબંધમાં અસ્તિત્વમાન છે. પરંતુ જે તેના અસ્તિત્વદર્શી અને અભાવદર્શી સ્વરૂપને એકી સાથે લેવામાં આવે તે તે અવકતવ્ય બને છે. તે અવકતવ્ય છે, છતાં તે અસ્તિત્વમાન છે.'
| (૬) “સ્માત ઘડે અસ્તિત્વમાન નથી અને અવકતવ્ય છે' એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના અભાવદર્શક પાસામાંના સંબંધમાં અસ્તિત્વમાન નથી. પરંતુ તેના અસ્તિત્વદર્શી અને અભાવદર્શી સ્વરૂપના દૃષ્ટિબિંદુથી નિહાળતા તે
અવકતવ્ય બની રહે છે. આ દષ્ટિબિંદુ અવકતવ્યતા અને અભાવના સંયોજનને નિર્દેશ છે.
(૭). “સ્માત ઘડે અસ્તિત્વમાન છે, અસ્તિત્વમાન નથી અને અવકતવ્ય છે એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના પિતાના ગુણધર્મને લીધે અસ્તિત્વમાન, છે, તેના અભાવદર્શક ગુણધર્મોના સંબંધમાં અસ્તિત્વમાન નથી અને બંને દૃષ્ટિબિંદુઓને એકી સાથે લેતા તે “અવક્તવ્ય છે. આ દષ્ટિબિંદુ ઘડાના અસ્તિત્વ, અભાવ અને અવકવ્યનું સર્જન છે.
કઈ પણ પદાર્થની નિત્યતા-અનિત્યતા, તાદામ્ય-ભિન્નતાના સંબંધમાં આ સાત વિધાનની રચના કરી શકાય. જૈન મતે, આ સપ્તભંગી નય વાસ્તવિકતાનું પર્યાપ્ત વર્ણન આપણને આપે છે. અનુભવની બાબતમાં સમગ્ર અને સંપૂર્ણ સત્યની રચનાની અશક્યા અને અનુભવાતીત બાબતોમાં ભાષાની અપર્યાપ્તતા, આ જૈન સિદ્ધાંતને હાર્દને એગ્ય ઠરાવે છે.
પદાર્થના વિશિષ્ટ પાસાનું સત્ય નક્કી કરવાનું હોય ત્યારે તે દૃષ્ટિબિંદુથી જ તેનું પરીક્ષણ કરવું જોઈએ. પદાર્થનું પ્રત્યેક પાસું સાત દષ્ટિબિંદુઓથી નિહાળી શકાય, અને આમાંનું પ્રત્યેક દષ્ટિબિંદુ સત્ય છે. પરંતુ તે પાસા અંગેનું સમગ્ર સત્ય સાત દષ્ટિબિંદુઓના સંયોજનમાં નિહિત છે. વસ્તુમાત્ર અંગેના નિર્ણયની. આ સપ્તભંગી નય જેન ઠુંઠવાદની વિશિષ્ટ અને અદ્વિતીય પદ્ધતિ છે. આ કંઠાત્મક પદ્ધતિ સ્યાદ્વાદના સિદ્ધાંતને અનુસરે છે, બીજા શબ્દોમાં, સ્યાદ્વાદ આ પ્રકારની ઠંધાત્મક પદ્ધતિ દ્વારા જ વ્યકત કરી શકાય. સ્યાદ્વાદ જેનદર્શનને પામે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org