SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદન -ાં મત્ ચિત્રા ચુધા પતિ એવા ખ્યાલ સાથે સામ્ય ધરાવે છે. સંગ્રહ નયના દૃષ્ટિબિંદુથી અદ્વૈત-એકવ−ના ઉપરોક્ત ખ્યાલ યથાર્થ છે અને તે શંકરાચાર્યના નિરપેક્ષ આદર્શવાદ અને બ્રેડલેના અનુભવ’ની સમીપ પહોંચે છે. આપણી બુદ્ધિ આ સમગ્ર વાસ્તવિકતાનું વર્ણન કરી શકે નહીં, પરંતુ અંતઃસ્ફુરણા દ્વારા જ તેના સાક્ષાત્કાર કરી શકાય અને આ માત્ર ડેવલીને જ સુલભ છે. ૩૪ અનુયોગદ્દાર સૂત્ર મુજબ, દ્રવ્ય વાસ્તિવકતાના સાર્વત્રિક માપદંડ છે. ઉમાસ્વાતિ દ્રવ્યના આ શાસ્ત્રોક્ત ખ્યાલને ‘સત્’માં વિકસાવે છે અને અહીં દ્રવ્ય અને સત્ વચ્ચે કાઈ ભેદ પાડવામાં આવતા નથી. તેમની ભાષા શાસ્ત્રસંમત કરતાં તાત્ત્વિક સવિશેષ છે. જૈન સૂત્રોમાં વાસ્તવિકતાના માપદંડ તરીકે ‘સત્' ને બદલે ‘દ્રવ્ય' શબ્દપ્રયોગ જોવા મળે છે. ઉમાસ્વાતિના ‘સત્'ને ખ્યાલ વેદાંત અને ન્યાય-વૈશેષિક દર્શનાના અરિવર્તનશીલ નિરપેક્ષ શાશ્વતતા તરીકે ‘સત્’ના ખ્યાલ કરતાં ભિન્ન છે જે નીચે વધ્યુંવેલ ‘સત્’નાં લક્ષણા દ્વારા સ્પષ્ટ થશે. ૩. સત્તું સ્વરૂપ : સતનાં લક્ષણો: (Nature of Sat : Characteristics of Sat) : ઉમાસ્વાતિના મતે, સત્ વાસ્તવિકતાના માપદંડ છે. સત્ ઉત્પાદન-વ્યયધ્રૌવ્યયુક્ત છે. (સવા-ચ-પ્રૌયુસ્ત હત્ ।) સત્યાત્મક છે. સને આ ત્રણ લક્ષણા છે. સત્ શાશ્વત અને અપરિવર્તનશીલ સ્વરૂપનું નથી. સતનાં પ્રથમ બે લક્ષણા (ઉત્પાદ અને વ્યય) વાસ્તવિક્તાનાં ગતિશીલ પાસાં-અશા છે, જ્યારે તેનું છેલ્લું લક્ષણ તેનું સ્થિર સ્થાયી પાસ-અંશ છે. આ ણેમાં પરસ્પર અવિનાભાવ છે, એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતાં નથી. હવે આપણે સત્’ના આ પ્રત્યેક લક્ષણ અંગે વિગતવાર જોઈશું. ૧. ઉત્પાદ (origination) : જ્યારે દ્રવ્ય તેના નિજી સ્વરૂપને, તિલાંજલિ આપ્યા વિના ઉત્પન્ન થાય ત્યારે તે ઉત્પાદ’ કહેવાય છે. દા. ત., ઘડા માટીમાંથી માટીનુ સ્વરૂપ છેડયા વિના ઉત્પન્ન થાય છે. ઉત્પાદના અર્થ અહીં શૂન્યમાંથી સર્જન થતા નથી, પર ંતુ તેના અર્થ નવું પરિવર્તન-રૂપાંતર કે સ્વરૂપ ધારણ કરવાની વિકાસપ્રક્રિયાના તબક્કો થાય છે. કચિત્ પૂર્વે અસત્ વસ્તુની પ્રાપ્તિ (મહત્ બામસામઃ ।) ઉત્પાનુ લક્ષણ છે. ૨. વ્યય (decay) : વ્યય પુરોગામી પર્યાય(સ્વરૂપ)ના ત્યાગનું નામ છે. દા. ત., માટી ઘડા બનતાં પેાતાનું પુરાગામી સ્વરૂપ ત્યજે છે. વ્યય આ રીતે સંપૂર્ણ વિનાશ નથી. અહીં પુરાગામી સ્વરૂપને સ્થાને અનુગામી સ્વરૂપ સ્થાપિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy