________________
જિન નીતિશાસ્ત્ર
૧૬૧
પરિસ્થિતિ સાથે અનિવાર્ય રીતે સ્વાભાવિક રીતે સંલગ્ન છે. પરિગ્રહ-મર્યાદાથી અધિક પ્રાપ્ત થતાં તેને દાન વગેરે સત્કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ. આનાથી પરિગ્રહ પરિમાણ વ્રતની સહેલાઈથી રક્ષા થાય છે અને જનહિતના કાર્યોને પણ જરૂરી પ્રોત્સાહન મળી શકે છે.
પાંચમા અપરિગ્રહના મહાવ્રત પરથી શ્રાવક નીચેનાં વ્રતો અનુસરી શકે? ૧. પિતાના સ્વાભાવિક હિસ્સા કરતાં અધિક કંઈપણ ધરાવવું નહીં. ૨. લાંચરૂશ્વત અને બક્ષિસે સ્વીકારવી નહીં. ૩. મત મેળવવા-આપવા પૈસાને વ્યવહાર લેતી-દેતી કરવી નહીં. ૪. લેભવૃત્તિને વશ થઈને દર્દીની સારવાર લંબાવવી નહીં. ૧. સગાઈ અને લગ્નની બાબતોમાં ધનની માંગણી કરવી નહીં.
દેખીતી રીતે શ્રાવકનાં આ અણુવ્રતો નિષેધાત્મક સિદ્ધાંતો લાગે છે, તે પણ તેમની સ્વીકૃતિ વિભિન્ન નેતિક તેમજ સામાજિક સમસ્યાનું નિરસન કરે છે. તે એક બાજુએ આત્મ-શુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર પ્રેરે છે, અને બીજી બાજુએ અહિંસી, ન્યાય અને હિંમત પર આધારિત પ્રબળ ચારિત્ર્ય નિર્માણ કરે છે. જેના દર્શનના ઉપર નિર્દિષ્ટ નૈતિક સિદ્ધાંતો-શ્રમણાચાર અને શ્રાવકાચાર દર્શાવે છે કે આ તત્ત્વજ્ઞાન જીવન પ્રતિ આદર્શને વ્યાવહારિક ઉપયોગ વ્યક્ત કરે છે. આ વ્યવસ્થિત નૈતિક શિસ્ત વ્યક્તિને સામાન્ય કક્ષાથી ઊંચે ઉઠાવે છે અને તેને આચરણના અત્યંત ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દ્વારા સત્યના જ્ઞાન અને આચરણ માટે શક્તિમાન બનાવે છે.
રત્નત્રયી :
જૈન દર્શન સમ્યમ્ (સાચું) દર્શન-જ્ઞાન-ચારિત્ર્યના ત્રણ સિદ્ધાંત પર આધારિત છે જે રતનચી તરીકે ઓળખાય છે?
(૧) ત્રિરત્નમાં સર્વપ્રથમ સભ્યમ્ દર્શન છે, કારણ કે તે વિના સમ્ય જ્ઞાન કે ચારિત્ર્ય શક્ય નથી. સમ્ય દર્શન તત્વાર્થમાં અડગ શ્રદ્ધા છે. આધ્યાત્મિક વિકાસ અર્થે જગતના પદાર્થોને યથાર્થ રીતે જાણવાની રુચિ સમ્યમ્ દર્શન છે.
(૨) સભ્ય– જ્ઞાન એટલે જૈન દર્શનના ૯ પદાર્થોનું જ્ઞાન. મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન છે.
(૩) સમ્યમ્ ચારિત્ર્ય જીવનમાં વાસ્તવિક અને સુસંગત તરીકે સ્વીકારેલ સત્યેનું આચરણ છે. જૈન દર્શન બંધનને સ્વીકારે છે અને બંધનમાંથી મુક્તિ
જૈ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org