________________
જૈન તર્કશાસ્ત્ર
(૪) ઉપનય (Application)
ઉપનય સાધ્ય (પર્વત) અંગે ઉપરાકત વ્યાપ્તિસંબધ લાગુ પાડે છે અને આમ તે જે સિદ્ધ કરવાનુ છે તેની નજદીક લઈ જાય છે.
(૫) નિગમન (Conclusion)
નિગમન સાધ્યનું પુન:કથન છે. પ્રથમ જે સિદ્ધ કરવા માટે રજૂ કરવ!માં આવે છે તે અહીં સિદ્ધ થાય છે.
જૈન ચિંતકા જ્ઞાનીજન માટે અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ એ બે અવયવા પર્યાપ્ત માને છે. પર ંતુ સામાન્યજન કે વિદ્યાર્થી માટે અનુમાનના ઉપરાકત પાંચ અવયવે! આવશ્યક બને છે.
(૫) આગમ (Authority)
૧૦૩.
આગમવિશ્વસનીય સાધનના શબ્દ દ્વારા ઉદ્દભવતુ નાન છે. તે શબ્દ પ્રમાણ પણ કહેવાય છે. આપ્તજન વિશ્વાસપાત્ર સાધન છે, કારણ કે તે તત્ત્વને યથાર્થ રીતે જાણે છે અને તે રીતે જ વર્ણવે છે. આવી વ્યક્તિ અસત્ય ખેલતી નથી. તેનુ વિધાન હંમેશાં સત્ય જ હોય છે. તેથી તે પ્રમાણ છે. તેના શબ્દ-વચન પ્રમાણ તરીકે ઓળખાય છે. આપ્ત પ્રમાણ સામાન્ય કે લૌકિક હોય, જેમકે પિતાનુ અથવા તા અલૌકિક હોય જેમકે સર્વાનનુ. સાધારણ વ્યક્તિ લૌકિક આપ્તજન છે, જ્યારે લાત્તર કે અલૌકિક આપ્તજન તીર્થંકર વગેરે વિશિષ્ટ પુરુષ જ હોય છે.
આમ, જૈનદષ્ટિએ પ્રમાણના પ્રત્યક્ષ અને પરાક્ષ એવા દ્વિવિધ પ્રકારો અને તેના પણ પેટાપ્રકારાનુ વર્ણન આપણે ઉપર કરેલ છે. અનુયેાગાર સૂત્ર,. ભગવતીસૂત્રમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રમાણાના ઉલ્લેખ જોવા મળે છે; જ્યારે પ્રમાણમીમાંસા પ્રત્યક્ષ-પરાક્ષ એવા બે પ્રકારાના પ્રમાણની ચર્ચા કરે છે. નંદીસૂત્રમાં પણ આ બે પ્રમાણેાના ઉલ્લેખ છે. સ્થાનાંગસૂત્રમાં ઉપરાકત ૩ પ્રમાણેના તેમજ પ્રત્યક્ષ-પરાક્ષ એમ બે પ્રમાણેના ઉલ્લેખ જોવા મળે છે. જૈનાચાર્યના મુખ્ય ઝોક પ્રમાણુય પ્રત્યે છે અને તત્ત્વાર્થ સૂત્ર વગેરેમાં પણ તેના જ સ્વીકાર થયા છે. જૈન ચિંતા સ્વતંત્ર રીતે પ્રમાણુ-સર્યા કરે છે પર ંતુ તત્ત્વા મૂળતત્ત્વ અને યથાર્થ જ્ઞાનનાં સાધના (પ્રમાણો) વચ્ચે નિશ્ચિત ભેદ જૈન સૂત્રમાં જોવા મળતા નથી. તત્ત્વાર્થ સૂત્ર જ્ઞાન અને પ્રમાણનુ સ ંપૂર્ણ અકચદર્શાવે છે. “જ્ઞાન પાંચ પ્રકારનું છે, જેમકે, મતિ, શ્રુત, અવધ, મન:પર્યાય અને કેવળ. આ. સર્વ પ્રકાર પ્રમાણા છે.” (૧-૯-૧૦).
Jain Education International
**
For Private & Personal Use Only
www.jainelibrary.org