SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા આપવાના વિધિમાં પ્રશ્નોત્તરી] ૩૭ અથ–જ્યાં દેવ શ્રીજિનેશ્વર છે, ગુરૂ શમગુણના ભસ્કાર છે, ધર્મ કૃપાના સમુદ્ર સરખો છે. બેતાલીસ દષથી રહિત શુદ્ધ (અહિંસક) નિમિષ આહાર-પાણી–વસ્ત્ર-પાત્રાદિથી જીવન જીવવાનું છે, મનની પ્રીતિ (પ્રસન્નતા) માટે વિદ્યાભ્યાસ છે, શરીરની રક્ષા માટે જ્યાં ક્ષમા છે, અને (દસ પ્રકારના યતિધર્મરૂ૫) ગુણરત્નોની શ્રેણી–હારરૂપ અલકારો છે, તે સાધુતાને પ્રાપ્ત કરીને કલ્પવૃક્ષની પ્રાપ્તિની જેમ કણ ખુશી ન થાય? વિગેરે ધમની દુર્લભતાદિ (એવી રીતે) સંભળાવે કે તે સાંભળીને અન્ય છે પણ વૈરાગી બની સંયમ વિગેરે ધર્મને સ્વીકાર કરે). તે પછી આયંબિલ ઉપવાસ વિગેરે યથાશક્તિ તપનું પચ્ચખાણ કરે. એ પ્રમાણે વિધિપૂર્વક દીક્ષા લીધી હોય તેને યતિ (સાધુ) કહેવાય, એમ સમજાવ્યું. શ્રીધર્મબિન્દુમાં કહ્યું છે : યોગેન, પરિત્યકા હાથમણા संयमे रमते नित्यं, स यतिः परिकीर्तितः ॥" अध्या० ४ गा० २२॥ અર્થ—એ પ્રમાણે જે ભવ્યાત્મા શુદ્ધઆચાર (વિધિપૂર્વક ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને હિંસાદિના ત્યાગરૂપ સંયમમાં નિત્ય રત રહે તેને યતિ કહે છે. પ્રશ્ન—જિનેશ્વરેને ઉપદેશ તે એ છે કે આત્માના વિરતિના પરિણામને ભાવદીક્ષા (શુદ્ધદીક્ષા) કહેવાય, તે માટે તે વિરતિના પરિણામ પ્રગટાવવા સતત ઉદ્યમ કર જાઈએ, ઉપર કહી તે ચૈત્યવન્દન વિગેરે નિરર્થક બાહ્ય ક્રિયાઓ શા માટે કરવી ? સંભળાય પણ છે કે- એ ક્રિયા વિના જ શ્રીભરતચકી વિગેરેને વિરતિને પરિણામ પ્રગટ્યો હતો, નહિ તે તેઓને કેવળજ્ઞાન કેમ થાય? વિરતિના પરિણામ વિના કદિ કેવલજ્ઞાન થાય જ નહિ, બીજી વાત એ છે કે ક્રિયાઓ કરનારને વિરતિપરિણામ થાય જ એ નિયમ પણ નથી, સંભળાય છે કે અભ પણ એ બધી ક્રિયા કરે, વિધિપૂર્વક દીક્ષા લે, છતાં તેઓને (તેના ફળ સ્વરૂપ) વિરતિપરિણામ થતા નથી જ. એમ અન્વય-વ્યતિરેક (પરિણામ થવા કે ન થવા) બન્ને પ્રકારે વ્યભિચાર (ઘટતું નહિ) હોવાથી ઉપર્યુક્ત ચિત્યવન્દનાદિ વિધિ કરાવવાનું કંઈ પ્રયજન નથી. ઉત્તર–આ પ્રશ્ન અહીં ઘટિત નથી, કારણ કે એ ચૈત્યવદનાદિ કરવાથી વિરતિના પરિણામ થાય જ એ એકાન્ત નથી, વિરતિપરિણામમાં ચિત્યવન્દનાદિ ક્રિયા “પ્રાયિકકારણ” તરીકે જણાવેલી છે, એ વિધિ જેને પ્રાપ્ત થયે (જેણે કર્યો હોય તે પ્રાયઃ અકાર્ય (હિંસાદિ અનુચિત પ્રવૃત્તિ) કરતે હેય તેમ જોવામાં આવતું નથી (પ્રાયઃ નિરવદ્યપ્રવૃત્તિવાળે દેખાય છે), એમ તેના બાહ્ય વર્તનથી એવું અનુમાન થઈ શકે કે તે સાવધ પ્રવૃત્તિ કરતો નથી માટે તેને અત્યંતર વિરતિના પરિણામ છે અને તેનું કારણ આ ચૈત્યવન્દનાદિ છે. બીજી વાત એ છે કેતમે કહ્યું તેમ વ્યભિચાર માની લઈએ તે પણ ચિત્યવન્દનાદિની કર્તવ્યતાને બાધ આવતું નથી, કારણ કે એ વ્યભિચાર કેઈ કાળે કેઈક જ જીવમાં સમ્ભવે છે. એમ તે કઈ પ્રસંગે દડ વિના જ માત્ર હાથ વિગેરેથી ચાકને ભમાવીને ઘટ બનાવી શકાય છે, તેથી કંઈ ઘટમાં દણ્ડની કારણુતા ઉડી જતી નથી, દડ ઘટતું કારણ છે જ, તેમ ચૈત્યવદનાદિ વિધિ વિના પણ કેઈ ભરતચકી આદિને પૂર્વ જન્મમાં દીક્ષા સ્વીકારવારૂપ એ વિધિને અભ્યાસ થયેલો હોય અને તેથી ભવ્યતાને પરિપાક થવાથી કદાચ ચિત્યવન્દનાદિ વિના પણ વિરતિના પરિણામ તે મા " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy