SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [ધવ સ ૦ ભા. ૨ વિ૦ ૩-ગાટ ૮૪ થી ૮૫ શ્રતસામાયિક, સર્વવિરતિસામાયિક આવઉ!” અર્થાત્ હે ભગવન ! આપની ઈચ્છાનુસાર આપ મારામાં સમ્યક્ત્વ, શ્રુત અને સર્વપાપના ત્યાગરૂપ સામાયિકનું આરોપણ (ઉપચાર) કરે ! ગુરૂ કહે “આરમિ ' ઇત્યાદિ (સાત ખમાસમણ પૂર્વકને ભા. ૧ ના ભાષાન્તર પૃ, ૧૫૦માં જણાવ્યા પ્રમાણે) વિધિ કરે, તેમાં પાંચમું ખમાસમણ દઈ સમવસરણ એટલે નન્દીને અને ગુરૂને પ્રદક્ષિણા આપે, ત્યારે પ્રથમ ગુરૂ અને તે પછી શ્રીસદ્ઘ પણ તેના મસ્તકે વાસનિક્ષેપ કરે, એમ ચાવત્ ત્રણવાર પ્રદક્ષિણ આપ્યા પછી (સાત પૈકી છ ઠું) ખમાસમણ દઈને તુમ્હાણું વેઈઅં, સાહૂણં પવઈ, સંદિસહ કાઉસગ્ગ કરેમિ ?” અર્થાત્ “આપને નિવેદન કર્યું , સાધુઓને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા આપો ! કાઉસ્સગ કરું?’ એમ પૂછે. ગુરૂ કરેહ” એમ કહે ત્યારે “ઈચ્છે ” કહી પુનઃ (સાતમું) ખમાસમણ દઈ “સર્વવિરતિસામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ન ” અર્થાત્ “સર્વપાપનાત્યાગરૂપ સામાયિકમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ન કરું છું ' એમ કહી “અન્નત્થ૦ ” બેલી સત્તાવીસ ધાવાસ પ્રમાણ (સાગરવર– ગાંભીરા સુધી) કાઉસ્સગ કરી, પારીને પ્રગટ “ગ” બોલે, પછી શિષ્ય પુનઃ ખમાસમણ દઈને ઈચ્છકારિ ભગવદ્ મમ નામઠવણું કરેહ ! અર્થાત્ “હે ભગવન આપની ઈચ્છાનુસાર મારું નામ સ્થાપન કરે! કહે, ત્યારે ગુરૂ શિષ્યના મસ્તકે વાસનિક્ષેપ કરતા કરતા (નમસ્કારમ–પૂર્વક કુલ-ગણ અને શાખા તથા ગુરૂનું નામ જણાવીને) ગુરૂના નામની સાથે વર્ગ વિગેરેને દેષ ન આવે તેવું (જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલી ષડ્વર્ગની શુદ્ધિવાળું) નામ ત્રણ વખત સ્થાપે. (શ્રીસઘને સંભળાવે.) તે પછી નવદીક્ષિત (જ્ઞાનાદિગુણરત્નથી અધિક એવા) રત્નાધિકના કમથી સર્વસાધુઓને વન્દન કરે અને સર્વ શ્રાવકે શ્રાવિકાઓ તથા સાધ્વીઓ પણ તે નવદીક્ષિતને વન્દન કરે. તે પછી ગુરૂ “માનુલ્લવિત્ત રૂ૪૦ અથવા “વત્તરિ પરમનિટ ૪૮ વિગેરે કાવ્યને અનુસારે મનુષ્ય જન્મની અતીવ દુર્લભતા સાથે સફળતા માટે સંયમની અતિશય આવશ્યકતા સમજાવે. અથવા " देवो यत्र जिनो गुरुः शमनिधिर्धर्मः कृपावारिधिः, शुद्धवर्तनमनपानवसनैर्विद्या मनःप्रीतये ।। रक्षायै वपुषः क्षमा गुणमणिश्रेणी परं भूषणं; श्रामण्यं तदवाप्य माद्यति न कः कल्पद्रुमाप्तौ यथा ॥१॥" ४७-माणुस्सनित्तजाइ, कुलरूवारोम्गमाउयं बुद्धि । सवणोम्गह सद्धा संजमो य लोगंमि दुल्लहाई ॥ आव०निगा०८३२॥ અર્થ–મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુલ, પંચેદ્રિયપૂર્ણ અલંગશરીર, આરોગ્ય, પરલોકનાં કાર્યોમાં પ્રવણ બુદ્ધિ, ધર્મનું શ્રવણ, તેનું અવધારણ, ધર્મકમની રૂચિરૂપ શ્રદ્ધા, અને નિષ્પાપ જીવનરૂપ સંયમ, એ દરેકની પ્રાપ્તિ થવી તે જગતમાં ઉત્તરોત્તર અતીવ દુર્લભ છે, ४८-चत्तारी परमंगाणि, दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुई सद्धा, संजमंमि अ वीरिअं ॥ उत्त० अ० ३ गा० १॥ અર્થ–મનુષ્યપણું, ધર્મશ્રવણને યોગ, તેમાં શ્રદ્ધા અને નિષ્પાપજીવનરૂપ સંયમમાં પુરૂષાર્થ કરે, મેક્ષની સાધનાનાં આ ચાર પરમઅફગો આ જગતમાં જીવને પ્રાપ્ત થવાં અધિક અધિક દુર્લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy