SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષામાં શુભનિમિત્તનું સ્વરૂ૫] "अब्भुवगयं पि संतं, पुणो परिक्खिज्ज पवयणविहिए। छम्मासं जाऽऽसज्ज व, पत्तं अद्धाए अप्पबहुं ।" पञ्चवस्तुक गा० १२२॥ અર્થ–(પ્રશ્નાદિ વિધિથી) “સંત” એટલે યોગ્ય જાણવા છતાં પણ સાધુતાના આચારે વિગેરે સમજાવવા પૂર્વક (છ કાય જીવોની હિંસા, જુઠ, ચેરી, વિગેરે પાપને તેને ભય છે કે નહિ તે જાણવા) છ મહિના સુધી પરીક્ષા કરવી. અથવા કઈ પરિણત પાત્રની અપેક્ષાએ એ પરીક્ષાનો કાળ અલ્પ અને અપરિણુતની અપેક્ષાએ ઘણે પણ હોઈ શકે છે. તથા ઉપધાન કર્યા ન હોય તે પણ (સારા દિવસે) સામાયિક સૂત્ર મુખપાઠથી શીખવવું, પ્રથમથી જ પાટી ઉપર લખીને ન આપવું, બીજાં પણ “ઈરિયાવહી’ વિગેરે સૂત્રો તેની પાત્રતા પ્રમાણે ભણાવવાં, વળી ‘ચિત્યસ્તુતિ” એટલે ચિત્યવન્દન આદિ વિધિ કરાવો અને આદિ શબ્દથી વાસક્ષેપ કર, રજોહરણ આપ, કાત્સર્ગ કરાવ, વિગેરે દીક્ષાની સઘળી ક્રિયા કરાવવી, ઈત્યાદિ સમજી લેવું. તેને વિધિ સામાચારીથી જાણ, તે પાઠ હમણાં આગળ કહીશું. પ્રથમ તે ગુરૂએ દીક્ષા લેવા આવેલા શિષ્યને ઉપકાર (ઉદ્ધાર) કરવાની બુદ્ધિથી સ્વીકાર, તે પછી શકુન વિગેરે શુભાશુભ નિમિતો જેવાં, કારણ કે–સર્વ કાર્યોમાં નિમિત્તોની શુદ્ધિ એ એક શ્રેષ્ઠ વિધિ(કાર્યોની સિદ્ધિનાં ચિહેો)રૂપ છે. તે ઉપરાન્ત ક્ષેત્ર, કાળ અને દિશાશુદ્ધિને પણ આશ્રય લેવો. (એટલે કે સારા સ્થાને, સારા મુહર્ત અને પૂર્વ—ઊત્તરદિશા સન્મુખ રાખીને દીક્ષા આપવી.) ક્ષેત્રશુદ્ધિમાં શેરડીનું વન વિગેરે ઊત્તમ સ્થળ સમજવાં. કહ્યું છે કે गंभीरसाणुणाए, पयाहिणजले जिणहरे वा ॥" विशेषाव० गा० ३४०४॥ અર્થ-શેરડીના વનમાં, ડાંગર પાકતી હોય તેવા ક્ષેત્રમાં, પદ્ય (વાળું) સરોવર હોય ત્યાં, પુષ્પો ખીલેલાં હોય તેવા બગીચા આદિમાં, પડવે (શબ્દને પ્રતિશબ્દ) થતો હોય તેવા સ્થળમાં, પાણી પ્રદક્ષિણા દેતું હોય તેવા જળાશયની પાસે, અથવા શ્રીજિનમંદિરમાં (દીક્ષા આપવી) ૪૧-જે કે નિમિત્તો સૂચક છે તે પણ શુભાશુભ નિમિત્તે પામીને–જાણીને લાભાર્થી જીવ શુભ થકનાદિથી ઉત્સાહી અને અશુભથી નિરૂત્સાહી બને છે. આ ઉત્સાહ-નિરૂત્સાહરૂપ અધ્યવસાયે ભાવરૂપ છે, અને ભામાં તથાવિધ વિદનકારક કર્મોમાં પલટો લાવવાની તાકાદ છે. જેમકે કોઈ માણસ કોઈ શુભકાર્યની સિદ્ધિમાં સંશયવાળે છે, બીજાની પ્રેરણાથી તૈયાર થયું છે, કમ પણ કંઈ વિદન કરે તેવું ઉદયમાં વર્તે છે, તે જ વખતે શુભસૂચક નિમિત્ત (શકુન વિગેરે) જોતાં તેને પિતાનું કાર્ય સિદ્ધ થવાની આશા બન્ધાય છે, એથી ઉત્સાહ વધે છે, અને એ ઉત્સાહથી (અધ્યવસાયથી) વિદનકારક કમ જો નિકાચિત વિગેરે બધવાળું ન હોય તે નિષ્ફળ થવાને સમ્ભવ છે. અર્થાત્ તેને ક્ષાપયમ વિગેરે થઈ જતાં કાર્ય સિદ્ધિ પણ સમ્મવિત છે. એ કારણે જ સહુ કોઈ શુભકાર્યોમાં વડીલોના આશીર્વાદ કે સારા શકુન, સારૂ મુહૂર્ત, વિગેરે સાધે છે અને એનું ફળ પણ તેને કઈવાર તુર્ત મળે છે. એ કારણે કહ્યું પણ છે કે ‘ડરાદ પ્રથમ મુહૂર્તમ' અર્થાતુ શુભમુહૂત, શકુન, વિગેરેથી પણ બળવાન નિમિત્ત ઉત્સાહ છે. એ ઉત્સાહ વધારવા–ઘટાડવામાં નિમિત્તો કારણભૂત છે, માટે તેને અનાદર નહિ કર જોઈએ. કહ્યું છે કે “નિમિત્તના દ્વષીને કુશળ, વેધન દ્વેષીને આરોગ્ય, ન્યાયના હેલીને ધન, અને ધર્મના ટ્રેલીને એ ત્રણ પિકી એક પણ હેતું નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy