________________
૩૦.
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૮૪ થી ૮૫
તે પછી તેને સમજાવવું કેકાયર પુરૂને દીક્ષાનું પાલન દુઃખદાયી છે, છતાં આરશ્નને ત્યાગ કરનારા સત્વશાળીઓને દીક્ષાથી આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણરૂપ લાભ થાય છે. વળી જેમ જિનેશ્વરેની આજ્ઞા સારી રીતે પાલન કરવાથી મોક્ષ-રૂપ ફળ આપે છે તેમ ઉલટમાં તેને વિરાધવાથી સંસારની વૃદ્ધિરૂપ દુઃખને પણ તે આપે છે. જેમ કોઈ કોઢી વિગેરે રોગી રેગના પ્રતિકાર માટે ક્રિયાને (ઔષધાદિ ચિકિત્સાને) શરૂ કરીને કુપનું સેવન કરે તે ઔષધ નહિ લેનાર કરતાં વધારે અને વહેલો નાશ નેતરે છે. તેમ કર્મરૂપ વ્યાધિને નાશ કરવા સંયમરૂપ ભાવઔષધને સ્વીકારીને પાછળથી અસંયમરૂપ કુપથ્યનું સેવન કરનારો (સંયમ નહિ લેનારા કરતાં ય) વધારે કર્મો બાંધે છે. એ પ્રમાણે સાધુનો આચાર જણાવો.” પછી પણ તેની સારી રીતે પરીક્ષા કરવી જોઈએ કારણ કે
“અત્યાર સત્યહંસા, સત્યાગ્રણાત્રિમાણે दृश्यन्ते विविधा भावा-स्तस्माद्युक्तं परीक्षणम् ॥१॥ अतथ्यान्यपि तथ्यानि, दर्शयन्त्यतिकौशलाः।
चित्रे निम्नोन्नतानीव, चित्रकर्मविदो जनाः ॥२॥" धर्मबिन्द अ० ४ टीका ॥ અથ—જગતમાં અસત્ય છતાં સત્ય જેવા અને સત્ય પણ અસત્ય જેવા, એમ વિવિધ ભાવો ઉલટા દેખાય છે, માટે પદાર્થની પરીક્ષા કરવી ગ્ય છે. જેમ કુશળ ચિતારે (સમભૂમી-ભત ઉપર કરેલા) ચિત્રમાં વણ નીચાણ-ઉંચાણને (ખાડા-ટેકરાને) બતાવી શકે છે તેમ અતિકુશળ મનુષ્યો ખોટાને પણ સાચું દેખાડી શકે છે.
એમ દીક્ષાર્થિના સમ્યકત્વ, જ્ઞાન, અને ચારિત્ર વિગેરે ગુણેથી તેની પરિણતિની આ પરીક્ષા તથાવિધ ઉપાયથી કરવી જોઈએ. તેને કાલ સામાન્ય રીતે છ મહિનાને અને તથાવિધ ગ્યાયેગ્ય જીવની અપેક્ષાએ તેથી થોડે કે વધારે પણ જાણવો. કહ્યું છે કે
૪૦-દીક્ષાના ઉત્તમ લાભો જણાવવા સાથે તેના પાલનની દુષ્કરતા જણાવવાથી દીક્ષાર્થિને વિરાગ્ય દઢ થાય છે અને તેના વૈરાગ્યની પરીક્ષા પણ થાય છે. કેવળ લાભને લાલચુ તેના પાલનની દુષ્કરતાથી અજ્ઞાન જીવ દીક્ષિત બન્યા પછી પાલન વખતે આ ધ્યાનને વશ પણ બને, ગુરૂ પણ પ્રથમથી તેને દુષ્કરતા ન સમજાવે તે પાછલથી તેને પરિષહ-ઉપસર્ગોમાં સ્થિર બનાવી શકે નહિ અને દીક્ષા લેનાર જાણે ઠગા હોય એમ માનતો થઈ જાય. એથી સંભવ છે કે-કાં તો દીક્ષા છેડી દે કે પાલવા છતાં તેના પ્રત્યે અસદ્દભાવવાળા બનવાથી દર્શનમોહનીયાદિ કર્મબંધ કરીને દુર્લભંબોધી પણ થાય. માટે વ્યાપારી ઘરાકને સમજાવે તેમ મધ્યમ માગે લાભ અને હાનિ બને સમજાવવાં જોઈએ. એકાતે લાભની લાલચ આપતાં પાછળથી તેનું પાલન કરવા અસમર્થ નીવડે અને એકાન્ત દુષ્કરતા કે નહિ પાળવાથી થતી હાનિને સમજાવતાં તેનામાં ઉત્સાહ તૂટી જવાને કે દીક્ષા લેતો અટકી જવાને સમ્ભવ રહે, માટે મધ્યમ માગે તેને બને બાજુ સમજાવવી જોઈએ. દુષ્કરતા સમજાવીને તેનાથી થતા મહાનું લાભે સમજાવવામાં આવે તે યોગ્ય જીવમાં ઉત્સાહ અને સર્વ પણ પ્રગટવાને સંભવ છે, માટે તેને આત્મા પાછા ન પડી જાય તેની કાળજી રાખીને સત્ત્વ પ્રગટાવે તે રીતે દૂશ્કરતા પણ અવશ્ય સમજાવવી જરૂરી છે. એમ છતાં શ્રીવીતરાગના શાસનમાં કોઈ વિધિ-નિષેધ એકાન્ત નથી, કેઈ:લજજાદિ ગુણાવાળાને દુષ્કરતા સમજાવવા જતાં ઉત્સાહ ભફૂગ થઈ જાય અને પાછળથી લજજાદિ ગુણેને યોગે પાલન કરવામાં ગ્ય નીવડિવાને સંભવ હોય તો તેવાને દુષ્કરતા નહિ સમજાવવા છતાં દૃષિ નથી.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org