________________
- 1
-
- -
-
- - -
- -
ઈંક્ષામાં શુભનિમિત્તાનું સ્વરૂ૫]
૨૯ જણાવ, અર્થાત્ ગુરૂને પિતાને આત્મા સમર્પિત ૩૯ કરે. (૮૫)
અહીં સુધી દીક્ષા લેનારનું કર્તવ્ય (વિધિ) કહીને હવે દીક્ષા આપનારને અગેનું કર્તવ્ય કહે છે કે –ગુરૂએ તેને પ્રશ્નો કરવા, અર્થાત એ રીતે દીક્ષા લેવા માટે આવેલા શિષ્યને પૃચ્છા કરવી, સાધુના આચારે કહી જણાવવા, ગ્યતાની પરીક્ષા કરવી, મુખ પાઠથી તેને સામાયિકાદિ સૂત્રો ભણાવવાં–આપવાં અને “ચિત્યવન્દન” વિગેરે દીક્ષા આપવાની ક્રિયા કરાવવી, એ દીક્ષા આપનાર વિધિ છે એમ પ્રથમની જેમ અહીં પણ વાક્યનો સંબન્ધ જેડ.
કહેવાને ભાવ એ છે કે–ઉત્તમ ધર્મકથા (ધર્મનું સ્વરૂપ) સાંભળીને આકર્ષિત થવાને ગે દીક્ષા લેવા તૈયાર થયેલા ભવ્ય જીવને પૂછવું કે—હે પુત્ર! તું કોણ છે ? કયા કારણે દીક્ષા લેવા ઈચ્છે છે ? તેના જવાબમાં જે તે કહે કે-“હે ભગવન ! હું કુલ પુત્ર (ઉચ્ચકુલમાં જન્મેલ) છું, તગરાનગરી વિગેરે સુન્દર (આર્ય) ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છું, અને સઘળાં અશુભની (કર્મોની) ખાણતુલ્ય સંસારરૂપ વ્યાધિના ક્ષય માટે હું દીક્ષા લેવા તૈયાર થયે છું,” ઈત્યાદિ કહે તે તેને પૃચ્છાથી શુદ્ધ સમજી દીક્ષા આપવી, તે ન હોય તેને અન્ને ભજના સમજવી. (અર્થાત્ દીક્ષાને નિષેધ પણ કરે). એમ અહીં પ્રસગાનુસાર સમજી લેવું. કારણ કહ્યું છે કે
"कुलपुत्तो तगराए, असुहभवक्खयणिमित्तमेवेह ।
पव्वामि अहं भंते !, इइ गिज्झो भयण सेसेसु ॥" पञ्चवस्तुक गा० ११७॥ અર્થ–(દીક્ષા લેનાર એમ જણાવે કે, “બ્રાહ્મણાદિ કુલિનને પુત્ર છું, તગરા કે મથુરા નગરી વિગેરે (આર્યક્ષેત્રો માં જન્મેલો છું, અને દુઃખોની ખાણરૂપ સંસારના ક્ષય માટે હે ભગવન્! દીક્ષા લેવા ઈચ્છું છું” તે દીક્ષા માટે ગ્રાહ્ય (5) સમજવો. બીજા અકુલપુત્રાદિને અંગે ભજના સમજવી. આ ભજના વિશેષ સૂત્રને અનુસારે જાણવી.
૩૯–સમર્પિતભાવ વિના ગુરૂની નિશ્રાનું ફળ મેળવી શકાતું નથી. પિતે અજ્ઞાન મહાવૃત્ત હોવાથી કાર્યાકાર્યને વિવેક ન કરી શકે, હિતાહિતને ન જાણી શકે, એ હેતુથી તો ગુરૂની પાસે દીક્ષા લેવાની હોય છે, છતાં પિતાના જીવન ઘડતરમાં (હિતાહિતમાં) પિતાની મૂઢ બુદ્ધિને વચ્ચે રાખે તે ગુરૂની બુદ્ધિને ઉપયોગ તે શી રીતે કરી શકે ? અનાદિ વિષય-કષાયની વાસનાઓ જ્ઞાનીને પણ ઉન્માર્ગે ખેંચી જાય છે, તે બીજા માટે તે પૂછવું જ શું ? માટે જ જગતના વ્યવહારમાં ડોકટરે કે વિધો પિતાની દવા સ્વયં કરી શકતા નથી કે ન્યાયાધીશ પણ પોતાના કેસને ચુકાદે પિતે આપી શકતા નથી, બીજાને આશ્રય લેવા જ પડે છે. એ ન્યાયે બીજાની શુદ્ધિ કરી શકે તેવા જ્ઞાનીને પણ પિતાની આત્મશુદ્ધિ માટે ગુરૂને સમર્પિત થવું યુક્તિ ફૂગત છે, એટલું જ નહિ, સમર્પિત ન થવાથી ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવો, પિતાની બુદ્ધિનું અભિમાન ટાળવું કે વિનય કેળવે તે પણ શક્ય નથી, ઉલટી પોતાની અને ગુરૂની બેની સમજ પરસ્પર અથડાવાથી લાભને બદલે હાનિ સમ્ભવિત છે. સમર્પિત ભાવ એ જ ભાવશિષ્યપણાનું સ્વરૂપ છે, એના વિના દ્રવ્યશિષ્યપણું પણ મનાતું નથી. જે શિષ્ય યોગ્ય ગુરૂને ગુરૂ તરીકે સ્વીકારીને પણ સમર્ષિત થતો નથી તે પિતાની પછીના આત્માઓને એવું જ અશુભ આલમ્બન આપે છે, એથી સાધુ જીવનના પ્રાણભૂત આજ્ઞાપાલનને તોડનારે તે સંયમને વિરાધક બને છે, એનાથી એ દોષની પરંપરા ચાલે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, અંતરાય કર્મો ઉપરાન્ત દુર્ભાગ્ય, અનાદેય, અપયશ આદિ અશુભ કર્મોને ખબ્ધ કરે છે. આ ભવમાં અને પરભવમાં પ્રાયઃ તેનું વચન તેના શિષે કે આશ્રિત પણ સ્વીકારતા નથી. તે સારે ઉપદેશક હોય તે પણ તેને ઉપદેશ માત્ર વાણુવિલાસ બની રહે છે, શ્રોતાગણમાં શુભ ભાવોને પ્રગટાવી શકતો નથી, એમ ઘણું દૂષણે જન્મે છે. માટે સમર્પિત ભાવ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org