SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ધવ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૮૪ થી ૮૫ ઉલટું એવા પ્રસંગે એમના રાગને યોગે કે પુત્ર ઔષધાદિ માટે પણ માંદાં માતાપિતાદિને છેડે નહિ, તેમની પાસે જ રહે, તો તે ત્યાગ નહિ છતાં તેમને ત્યાગ કરવા બરાબર છે. કારણ કે અહીં (ક્રિયાની નહિ પણ) ફળની મુખ્યતા છે. વસ્તુતઃ સાત્વિક પુરૂષો દરેક પ્રવૃત્તિમાં ફળને જ જેનારા હોય છે. (ઔષધાદિ માટે ત્યાગ કરનારો પુત્ર તેમને નિરોગી બનાવવા માટે પ્રયત્ન કરનારે હાઈ સાચી રીતે તે તેમને છોડતું નથી પણ સેવા કરે છે અને પાસે બેસી રહેનારે તેમને નિરોગી બનાવવા માટે ઊદ્યમ કરતે નથી એથી વસ્તુતઃ સેવાને છોડે –તેઓના આરોગ્યની કે ભવિષ્યના હિતની ઉપેક્ષા કરે છે.) તેથી ઔષધ મેળવી આપીને કદાચ તેને જીવાડી પણ શકાય એવો સંભવ હોવાથી એમ કરવું તે સત્પરૂષને માટે ઊચિત છે. એ ન્યાયે અહીં પણ સંસારરૂપી અટવામાં આવી પડેલો શુલપાક્ષિક ઉત્તમ આત્મા (પુત્ર) માતાપિતાદિ સાથે ઘરમાં રહે તે પણ ધર્મને બન્શનથી રહે (માતા પિતાદિને પ્રત્યુપકાર કરવાની બુદ્ધિથી રહે.) અને ત્યાં તે વડિલોને મિથ્યાત્વમોહનીય વિગેરે કર્મના ઉદયરૂપ રોગ થાય, કે જે કમરગ નિયમો (આત્મ સુખને) વિનાશ કરનારે, (સંસારમાં રખડાવનારો.) સમ્યકત્ત્વનાં બીજ વિગેરેની પ્રાપ્તિરૂપ ઔષધ વિના (તે કર્મોદયને ટાળવાની બુદ્ધિવાળા હિતસ્વી પણ) પુરૂષ માત્રથી ટળવો અશક્ય અને સમ્યફજ્વાદિ ઔષધ મળે તે તેનાથી મટવાની સમ્ભાવનાવાળો છે એમ સમજી તેવા પ્રસગે તે શુલપાક્ષિક પુરૂષ (પુત્ર) ધર્મના બન્ધનથી (પ્રત્યુપકાર કરવાની પોતાની જવાબદારીથી) એમ વિચારે કે સમ્યફજ્વાદિ ઔષધ વિના (કર્મ રેગથી) અવશ્ય તેઓ વિનાશ પામશે (દુર્ગતિમાં જશે), વળી તેવું ધર્મ ઔષધ મેળવવાથી સમ્ભવ છે કે તેઓ બચે, અથવા ન પણ બચે, વળી વ્યવહારથી હજુ કાળને ખમે (અમુક વખત સુધી જીવે) તેમ પણ છે, માટે તેઓના ઘરવાસને (જીવનનો) નિર્વાહ થાય તેવી યથાગ્ય (શક્ય) વ્યવસ્થા કરીને અને તે રીતે સજાવીને તેઓને માટે સમ્યફત્ત્વ વિગેરે ઔષધને નિમિત્તે તથા મારા ચારિત્રધર્મની પ્રાપ્તિને નિમિત્તે મારા જીવનને ઉચિત (કરવા જેગુ) કરીને અભીષ્ટ એવી સંયમની સિદ્ધિ કરૂં. એમ વિચારી તેઓને છેડે તે પણ તે માગ સારે જ છે, તત્ત્વથી વિચારતાં માતાપિતાદિને તે ત્યાગ ત્યાગ નથી જ. અર્થાત્ તાત્ત્વિકભાવના હોવાથી તે તજતો નથી, કિન્તુ એથી ઉલટું વિચારીને તેવા પ્રસગે ત્યાગ નહિ કરનારે પુત્ર તરવથી ત્યાગ કરનારે છે. આવા પ્રસંગે બુદ્ધિ માનેને ક્રિયાની નહિ પણ ફળની પ્રધાનતા હોય છે, કારણ કે નિકટમાં મોક્ષ જનારા ધીર પુરૂષે ફળને જેનારા હોય છે, માટે એ રીતે તેઓને “સમ્યક્ત્વ વિગેરે ઔષધ પ્રાપ્ત કરાવીને અત્યન્ત , જીવાડે, અર્થાત્ નવા નવા જન્મ નહિ લેવા રૂપે સદાને માટે જન્મ-મરણથી મુક્ત કરે. કારણ કે-જેમાંથી અમરણ એટલે મોક્ષરૂપી ફળ નિશ્ચ પ્રગટ થાય જ તેવા (ધર્મ) બીજને અહીં ગ થવાથી પરિણામે સર્વથા અમરણને (મેક્ષને) સમ્ભવ છે. આ રીતે માતાપિતાને પ્રત્યુપકાર કરે તે સંપુરૂષને અગે ઊચિત પણ છે, કારણ કે—માતાપિતાના ઉપકારને બદલે વાળ એ સજ્જનેને ધર્મ છે, એ વિષયમાં ભગવાન શ્રી મહાવીરદેવ દ્રષ્ટાન્તરૂપ છે, કારણ કે જેમાંથી અકુશળકને અનુબન્ધ (પરંપરા) ચાલે તેવા માતાપિતાદિના શકને તેઓએ ટાળ્યો હતે. એ રીતે પ્રવજ્યા માટે તૈયારી કરીને પછી શું કરવું? તે કહે છે કે ગુરૂને પિતાને ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy