SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે જીવનમાં સ્યાદવાદ પરિણતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. મુક્તિ માર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવમાં સ્યાદવાદ રૂચિ જાગે છે. પછી તેને સ્યાદવાદી પુરૂષનાં વચને અને નિરૂપણે અમૃત સમાન મીઠાં લાગે છે. ધર્મસંગ્રહ નામને આ ગ્રન્થ અપેક્ષાએ સ્યાદવાદને દરીઓ છે. સ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રી માનવિજયજી એના કર્તા છે અને મહાસ્યાવાદી એવા મહેપાધ્યાય શ્રી યશોવિજયજી એના સંશોધનકર્તા તથા ટીપ્પણુકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગેને સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યને પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યું છે. કયી ભૂમિકાવાળા જીવ માટે કર્યો અને કેટલો ધર્મ કેવી રીતે મેક્ષને હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગે કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રન્થમાં મળી રહે છે. એકાન્ત રૂચિ જીવને આ ગ્રન્થમાં વર્ણવેલી વિસ્તૃત વિગતે કદાચ રૂચિકર ન નિવડે, એ બનવા યોગ્ય છે. કિન્તુ અનેકાન્ત રૂચિ જીવને તે આ ગ્રન્થમાં વર્ણવેલો એક એક વિષય અત્યન્ત ઉપયોગી, પુનઃ પુનઃ વાંચવા લાયક, વિચારવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક છે, એની ખાત્રી થાય છે. ગ્રન્થકારે ગ્રન્થમાં નવું કાંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાત કહી છે, તેની તે જ કહી છે. તે પણ તેની સંકલન એવી સુંદર રીતે કરી આપી છે કે આ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથી ચારે અનુયોગને સાર સમજાઈ જાય છે. ધર્મનાં ચારે અંગ દાન–શીલતપ-ભાવ અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી મળી રહે છે. વધારે મહત્વની વાત છે તે છે કે-આગમશૈલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય છે, તેને સમજવા માટે આ ગ્રન્થ એક અનન્ય ભોમીયાની ગરજ સારે છે. ચોગ સંબંધી પૂજ્યપાદ સુવિહિત શિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથે અને આગમ સંબંધી પૂર્વાચાર્ય મહર્ષિઓના ગ્રંથનું દહન કરીને ગ્રન્થકાર મહર્ષિએ આપણને ઉભયની ઉપયોગિતા અને એકતાનું સચોટ માર્ગ દર્શન કરાવ્યું છે. - આ ગ્રંથનું સર્જન જૈન સંધને માટે આજસુધી અપૂર્વ આશીર્વાદરૂપ નિવડયું છે, ભવિષ્યમાં પણ આધારરૂપ નિવડશે. સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલ આ ગ્રંથ સર્વ કોઈને સુલભ બને, તે માટે તેના ભાષાનુવાદની આવશ્યકતા હતી. ગ્રંથના બે વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગનો અનુવાદ કરવા માટે તે આજ પૂર્વે પણ પ્રયત્ન થયેલો હતો. બીજા વિભાગના અનુવાદનું કામ તેટલું સરલ ન હતું. તેમાં પ્રભુ મહાવીરે પ્રપેલો સાધુધર્મ વર્ણવેલ હોઈ તેને સમજવા અને સમજાવવા માટે અધિકારી વ્યક્તિની જરૂર હતી. ગ્રંથમાં કહેલી વિધિમુજબ સાધુપણું અંગીકાર કરી, ગુરુકુલવાસમાં વસી, શ્રતધર્મનું અધ્યયન કરી, ચારિત્રધર્મનું પાલન કરી, જ્ઞાનક્રિયામાં નિષ્ણાત બની ગીતાર્થ પણાને પામેલ વ્યક્તિ ખરી અધિકારી હતી. તેવું વ્યક્તિત્વ સ્વર્ગસ્થ સૂરિપુગવ આચાર્યદેવશ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજમાં હતું. તેઓ આ ગ્રંથ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy