SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત પ્રેમ અને મમત્વ ધારણ કરતા હતા. ગ્રંથમાં કહેલા પદાર્થાને અનેક વાર વાંચી વિચારીને આત્મસાત્ કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. પેાતાનુ' જીવન તે રીતે ઘડતા હતા, એટલુ જ નહિ પણ પેાતાના સંસર્ગમાં આવનાર અનેક મુનિવરેાનુ જીવન તે રીતે ઘડવા સતત પ્રયાસે કરતા હતા. તેના જ એક ફળરૂપે ન હોય તેમ તેમના જ એક પ્રશિષ્ય મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી આજે આ ગ્રંથના દળદાર અને વિભાગાનું સરળ અને સ્પષ્ટ ભાષાંતર નિર્વિઘ્નપણે પૂર્ણ કરી શકયા છે. તથા સેંકડો ટિપ્પણે આપી ગ્રંથનાં વિષમ સ્થળેાને ખાળભાગ્ય બનાવી શકયા છે. આ કાર્ય તેમની એકલાની શક્તિ બહારનું હતું, છતાં તેને પાર પાડી શકયા છે, તે એમ બતાવે છે કે ગુરુભક્તિ અને મહાપુરુષોના આર્શીવાદને કાંઇ દુષ્કર નથી. આ બીજા ભાગને અનુવાદ અને ટિપ્પણે વાંચતાં એમ લાગે છે કે સ્વસ્થ સૂરિપુંગવ પોતે જ તેમના એક પ્રશિષ્ય દ્વારા જાણે આપણને ગ્રંથનાં રહસ્યા સમજાવી રહ્યા ન હોય ! ગુરુભક્તિ ઉપરાંત સંઘભક્તિ પણ આ દુષ્કર કાર્યને સુકર બનાવનાર નિવડી હોય, તેા ના પાડી શકાય નહિ. આ ગ્રંથ ચતુર્વિધસ ંઘને અને તેમાં પણ ખાસ કરીને શ્રમણ-શ્રમણી વને પેાતાની સાધનામાં એટલે બધા ઉપકારક છે કે વર્તમાન પડતા કાળમાં આવા એક ગ્રંથના સ્વાધ્યાય ઘણા આવશ્યક છે. પૂ મહર્ષિઓના ઉત્કૃષ્ટ જીવનને સાક્ષાત્કાર કરાવવાની સાથે સાધુપણું નિરતિચારપણે પાળવા માટે અને તેમાં પ્રવેશ પામતા દોષોથી બચવા માટે આ ગ્રંથ સાચું માર્ગદર્શન આપે છે, એક સાચા ગુરુની ગરજ સારે છે. આ ગ્રંથના અધ્યયનથી મુનિજીવનમાં ભાષાંતરકારને અપૂર્વ પ્રેરણા મળેલી હેાઈ સકલ સઘને પણ તે પ્રેરણા મળે. સયમના ખપી એવા સાધુ-સાધ્વી જીવવા માટેનું સુંદર માર્ગદર્શન મળે, એવા ઉદાત્ત આશયથી આ ગ્રંથના આર ંભેલું, તે સતત પ્રયત્નના પરિણામે આજે પૂર્ણ થયું છે. તેની પાછળ એ ઉદાત્ત ભાવનાનું ખળ અને સંધભક્તિના ભાવના પ્રભાવ પણ કામ કરી ગયેલ છે, એમ માનવું પડે છે. વને શાસ્રાક્ત જીવન અનુવાદનું કામ આ ગ્રંથના પહેલા ભાગને અનુવાદ ખૂબ રસપૂર્વક વંચાઈ રહ્યો છે. ગૃહસ્થ જીવનનું ધારણ ઉંચું લાવવા માટે તે ઘણું અગત્યનું વાંચન પુરું પાડે છે. સાધુ-સાધ્વીએનું જીવન ધેારણ અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણનું પ્રમાણ ઉંચુ લાવવાની સૌથી વધુ અગત્ય છે. તેમાં આ મીજા ભાગના અનુવાદ તેના વાંચનદ્વારા સારા કાળેા આપશે, એમાં જરાપણ શંકા નથી. ટિપ્પણામાં વિસ્તારવા જેવી જે વાતેા છે, તેને યોગ્ય વિસ્તાર થયેા છે. કેવળ ગ્રંથ લગાવવા માટે જ નહિ પણ ગ્રંથમાં આપેલા પદાર્થોને હૃદયંગમ કરાવવા માટે જે યુક્તિઓ જોઇએ, તે પણ વર્તમાન યુગને અનુરૂપ અપાણી છે. અનુવાદ અને ટિપ્પણા લખવાના આ કાર્યમાં અનેક ટિએ રહી ગઈ હશે, તેને બહુશ્રુત પુરુષો ક્ષતન્ય ગણશે. આ કાર્યની પાછળ સેવાયેલા દીર્ઘ પરિશ્રમનેા લાભ સંધમાં વધુને વધુ લેવાય એ માટે સૌ કાઇ પોતપોતાથી બનતું કરશે, એવી આશા સાથે વિરમીએ છીએ. પ્રથમ શ્રાવણ વદ ૮, વિ. સ. ૨૦૧૪, નવા ડીસા-જૈન ઉપાશ્રય. પ. ભારવિજય ગણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy