SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ છે તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધન ક્ષપદમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, કૃત, અવધિ, મન પર્યવ અને કેવળ, એ પાંચ મૂળભેદ, એકાવન પિટાદ અને અવાનર સૂમ અસંખ્ય ભેદે સંગત રીતિએ નિરૂપણ કરેલા છે. ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સીત્તેર વગેરે ભેદે, પ્રભેદે અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમ સ્થાને બતાવેલાં છે. ક્રિયાવાન આત્માની લેશ્યા, તેની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકે અને તેના અવાન્તર સંખ્ય-અસંખ્ય ભેદ-પ્રભેદો પ્રરૂપેલાં છે. ક્રિયાનાં બાહ્ય સાધને ગુરૂકુલવાસાદિનું અને અત્યંતર સાધને વીર્યાન્તરાયના ક્ષપશમાદિનું પણ શુદ્ધ વર્ણન કરેલું છે. ધ્યાનની શુદ્ધિ માટે દયેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્તજીનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યાનિત્યસ્વાદિ સ્વરૂપવાળે આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્ય-અભ્ય. તરાદિ તપના અનેક પ્રકારનું સુવિસ્તૃત, સુસંગત અને સૂક્ષમાતિસૂકમ વિવેચન કરેલું છે. આપણે જોયું કે અહિંસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના એક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શરીરથી જ નહિ, કિન્તુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારે બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદ સિદ્ધાન્તનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્વાદ એક એવા પ્રકારની ન્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસત્યના કેઈ પણ અંશને સ્વીકાર સંભવી શકતો નથી. આ ગ્રન્થના પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગનુસારિતાના “ન્યાયસમ્પન્નવિભવથી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્યન્તના સઘળા (પાંત્રીશે) નિયમનું પાલન એ સ્યાદવાદ સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વ ભૂમિકા છે. માર્ગાનુસારીના ગુણોથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મને પાલન સુધીના સર્વ સદાચા સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમોને આ ગ્રન્થમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે તેને વાંચનાર–ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદ્વાદન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને. પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કોઈ એક અપેક્ષાને આગળ કરીને જ થએલ હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જ્યારે અન્ય અપેક્ષાઓ તેમાં આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મોક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિને હેતુ હેય. અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે. પ્રવૃત્તિ પિતે કદી પૂર્ણરૂપ હેઈ શકતી નથી, કિન્તુ પૂર્ણતા તરફ લઈ જનારી સંપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાને હેતુ હેવાથી પૂર્ણ મનાય છે. સ્યાદવાદીના અંત - કરણમાં આ જાતિને વિચાર સદા જાગ્રત હોય છે, વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યનો ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદવાદને પરિણુમાવે તે છે. કોઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં ભટકે છે, કોઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે, ત્યારે સ્થાવાદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy