________________
શ્રદ્દાવાનુ આત્માદિની શુદ્ધિ
શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતા નથી. શ્રદ્ધા રૂપી ગુણને ધારણ કરનારા ગુણી ‘આત્મા' છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ કે જેથી તેનામાં અધ-મેાક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવા) ઘટે. આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે કે એકાન્ત ક્ષણિક માનવામાં આવે, એકાન્ત શુદ્ધ કે એકાન્ત અશુદ્ધ માનવામાં આવે, શરીરાદિથી એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે તે કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કાઈ પણ ગુણની, પુણ્ય-પાપની, સુખ-દુઃખની, કે બંધ–મેાક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન, આદિ ગુણા કે સુખ-દુઃખ આદિ અવસ્થાએ આત્મામાં તેા જ ઘટી શકે છે, કે જે તે કથ ંચિત્ નિત્યાનિત્ય, ક ંચિત્ શુદ્ધાશુદ્ધ કે કંચિત્ શરીરાદિથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળા હાય.
દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મેાક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઈત્યાદિ પ્રકારના જે આત્માને માનવામાં ન આવે, તે શ્રદ્ધાદિ ગુણ્ણાની કે બંધ-મેાક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચાર નિરર્થક અને અને એ વિચારાને દર્શાવનારાં શાસ્ત્ર પણ કલ્પિત ઠરે. શ્રી જૈન શાસનમાં આત્માટ્રિબ્યાનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ રૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તે જ માક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણ્ણાને પ્રગટ કરનારાં સાધનેની પણ શુદ્ધિ બતાવેલી છે.
શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધને શ્રી જૈનશાસનમાં એ પ્રકારનાં કહ્યાં છે. શિશોધિામાદા અર્થાત્ સમ્યગ્ દર્શનની ઉત્પત્તિ નિસગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય ખીજા કાઈ પણ સાધનની જરૂર ન રહે. અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરૂઉપદેશાદિ ખીજા સાધનાની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમ્યગ્ દનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ ખાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વ જન્માના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે અને કાઈ જીવને ઉપદેશાદિ મલ્યા પછી જ થઈ શકે છે, માટે એ બન્ને પ્રકારાને માનવા એ શ્રદ્ધાનાં સાધનાની શુદ્ધિ છે.
જેમ શ્રદ્ધાની, તેમ જ્ઞાનની શુદ્ધિ માટે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનાની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનાની, તથા ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાની શુદ્ધિ પણ તેટલી જ જરૂરની છે.
શ્રી જૈનશાસનમાં જ્ઞેય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા સચેતન જીવેા, અચેતન પુદ્ગલેા, પરમાણુ, પ્રદેશે, સ્કંધા, ઉપરાંત જીવ અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિ તથા તેનાં સહાયક દ્રવ્યા, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલ છે.
જ્ઞાતા આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિન્નાભિન્ન ખતાવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org