________________
-
દીક્ષાલેનારની માતાપિતાદિ પ્રત્યે ફરજ].
એ પ્રમાણે દીક્ષાર્થી અને દીક્ષાદાતાનું સ્વરૂપ કહ્યું, હવે પહેલાં મૂળ ગાઢ ૭૮ માં વિધિપૂર્વક દીક્ષિત થએલો ” એમ કહેલું હોવાથી દીક્ષાના વિધિને જણાવવાની ઈચ્છાથી પહેલા શ્વેકથી દીક્ષા લેનારને તથા બીજાકથી આપનારને વિધિ જણાવે છે.
मूलम् " गुर्वनुज्ञोपधायोगो, वृत्युपायसमर्थनम् ।।
ग्लानौषधादिदृष्टान्तात्, त्यागो गुरुनिवेदनम् ॥८४॥ प्रश्नः साधुक्रियाख्यानं, परीक्षा कण्ठतोऽर्पणम् ।
सामायिकादिसूत्रस्य, चैत्यनुत्यादि तद्विधिः ।।८५॥" युग्मम् ॥ મૂળને અર્થ—દીક્ષાર્થીએ વડિલોની અનુજ્ઞા મેળવવી, મોહથી આજ્ઞા ન આપે તે તેમની સંમત્તિ મળે તેમ કપટ પણ કરવું, તેઓની આજીવિકાને પ્રબન્ધ કર, એમ છતાં અનુજ્ઞા ન આપે તે ગ્લાનને છોડીને જાય તેમ તેઓને છેડવાં. (એ વાત ચાલુ પ્રસંગે જ હમણાં આગળ કહેવાશે.) એમ વિધિપૂર્વક ગુરૂ પાસે આવીને ગુરૂને નિવેદન કરવું. ગુરૂએ પણ તેને વૈરાગ્યનાં કારણે પૂછવાં, સાધુક્રિયાનું કિલષ્ટપણે જણાવવું, યોગ્યતાની પરીક્ષા કરવી, સામાયિકાદિ
૬-વસુ નામના રાજા–પૂર્વ ગુણમાંથી જ ઉત્તરોત્તર વિશેષ ગુણો પણ પ્રગટ થઈ શકે છે, બીજ વિના પાકના અભાવની જેમ ગુણરૂપી બીજ વિના કદી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, માટે સામાન્ય ગુણે જ વિશિષ્ટ ગુણેના પણ ઉત્પાદક બને છે.
હ-ક્ષીરકદંબક–વસુનું વચન એક કેડીના ધનવાળા દરિદ્રના વ્યાપારને કોટીવજના વ્યાપારની તુલનામાં મૂક્યા જેવું અઘટિત છે, કેડીને વ્યાપારી કંડાધિપતિ બને તે પણ ઘણે કાળ લાગે, એટલો કાળ તેનું જીવન પણ દુઃસભવિત છે, તેમ તદ્દન સામાન્યગુણવાળો વિશિષ્ટ ગુણવાળો બને તે પણ તેવું જ છે.
૮-વિધ–એાછાધનવાળામાં પણ ધનપતિ થવાની યોગ્યતા સમ્ભવિત છે. એક કડિવાળો પણ તથાવિધ ભાગ્યોદયથી સે-હજાર-લાખ ગુણે વિગેરે લાભ મળતાં ક્રેડાધિપતિ બનવાની યોગ્યતા તે ધરાવી શકે છે, એવા પ્રસંગે સંભળાય પણ છે કે-અતિતુછવ્યાપાર કરનારા પણ તથાવિધ ભાગ્યના બળે ૫કાળમાં કોડને વ્યાપાર કરનારા થયા છે. આ મત કંઈક સમાટના મતને અનુસરત છે.
૯-બૃહસ્પતિ–કોઈ વિશિષ્ટ ગુણની ન્યૂનતા હોય, તો પણ પરમાર્થથી બીજા ઘણા સામાન્ય ગુણારૂપ યોગ્યતા હોઈ શકે, માટે પણભાગના કે અડધા ગુણ હોય તે ગ્ય ગણાય, વિગેરે વિચારણાની જરૂર નથી. '' ૧૦-સિદ્ધસેન નામના નીતિકાર—ધર્મ–અર્થ-કામ અને મોક્ષરૂપ સઘળા વ્યવહારમાં બુદ્ધિમાને જે વિષયમાં જેને નિમિત્ત તરીકે (ઘટિત-વ્યાજબી) માને છે, તે સઘળું યોગ્યતારૂપ જ છે, યોગ્યતા અને નિમિત્ત ઘટનામાં કંઈ ભિન્નતા નથી.
એ પરદર્શનીઓના દશ મતો જણાવીને પૂછશ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પોતાને મત જણાવતાં કહે છે કે-છેડા પણ અસાધારણ ગુણે (વિશિષ્ટ ગુણે) કલ્યાણને ઉત્કર્ષ સાધી શકે છે, માત્ર સામાન્ય ગુણે જ નહિ, માટે ‘આ દેશમાં જન્મ' વિગેરે જે અસાધારણ ગુણે કહ્યા તેમાંના અડધા-તે જોઈએ જ. અસાધારણ ગુણે નિયમ બીજ છુટતા ગાતે પ્રકટ કરી શકે છે.
ઉપર કહ્યા તેમાં વાયુ-વાલ્મિક-વ્યાસ-સમ્રાટ-નારદ-વસુ અને ક્ષીરકદમ્બક એ સાતના મતે તો પ્રસ્પર એક બીજાથી અસત્ય ઠરે છે એથી આદરવા લાયક નથી અને છેલ્લા ત્રણ મતે અસાધારણ માને અનાદર કરવાપૂર્વક માત્ર યતાને જ આગળ કરે છે જેથી તે પણ ગ્ય નથી, વિગેરે મધ્યસ્થ બોદ્ધથી વિચારવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org