SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ २४ દૂધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૭ થી ૮૩ જેઓને કુગ્રહ બલવાન છે તે માત્ર સબન્ધક અને અપુનર્બન્ધક એ બેને દીક્ષાનું પર્યાલચન કરવાથી કુગ્રહનો શીવ્રતયા વિરહ થાય છે એમ કહ્યું. અથપત્તિએ બીજાઓને તે થાય જ છે. આ બન્નેને ભાવસમ્યકત્વને અભાવ હોવાથી દીક્ષા આપતાં દ્રવ્યથી જ સમ્યફત્ત્વને આપ કરવામાં આવે છે. તેના આલમ્બને તેઓ કુગ્રહનો વિરહ એટલે અસત્યના પક્ષને ત્યાગ જલદી કરી શકે છે. દીક્ષા આપનાર માટે પણ અપવાદમાગૅ પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે "कालपरिहाणिदोसा, इत्तो एक्काइगुणविहीणेणं । अन्नेण वि पयज्जा, दायव्वा सीलवंतेणं ॥३०॥ गीअत्थो कडजोगी, चारित्ती तह य गाहणाकुसलो। अणुवत्तगोविसाई, बीओ पन्नावणायरिओ ॥३१॥" पंचवस्तुक॥ અર્થ-(દીક્ષા) આપનારને અંગે ગ્યતા કહી તેમાં અપવાદને જણાવે છે કે-) કાળપરિહાણિરૂપ દેષને કારણે (અર્થાતુ વર્તમાનમાં સર્વગુણુપ્રસન્ન ગુરૂને યોગ દુર્લભ હોવાથી). ઉપર જણાવ્યા તે પંદરમાંથી એક બે આદિ ગુણે ઓછા હોય તેવા બીજા (અસપૂર્ણ ગુણવાળા) પણ શીલવન્ત ગુરૂએ દીક્ષા આપવી. એથી પણ આગળ વધીને વર્તમાનમાં ઉચિતગુરૂનું સ્વરૂપ જણાવે છે કે જે ગીતાર્થ એટલે સૂત્ર અર્થને જાણ હોય, કૃતગી=સાધુના રોગો એટલે કરણને કરતે હેય, ચારિત્રીશીયળ–સદાચારવન્ત હય, ગ્રાહકુશળ–શિષ્યને ક્રિયાઅનુષ્ઠાન વિગેરે શીખવાડવામાં–પળાવવામાં કુશળ હોય, શિષ્યના સ્વાભાવને અનુવકઅનુસરવા પૂર્વક તેની (ચારિત્રની રક્ષા કરનારે હોય, અને ચારિત્રમાં (ઉપસર્ગાદિ) આપત્તિ આવે તો તે પ્રસંગમાં પણ વિષાદ-ખેદ કરનાર ન હોય, બીજ એટલે અપવાદ માગે તે પણ દીક્ષા દેનાર તરીકે યોગ્ય સમજો. અર્થાત્ અપવાદથી એવો ગુરૂ પણ દીક્ષા આપવા માટે લાયક છે. એ પ્રમાણે દીક્ષા આપનાર ગુરૂની યોગ્યતાનું વર્ણન કર્યું. આ વિષયમાં દશ પરતીર્થિઓના મત વિશેષ જિજ્ઞાસુઓએ ધર્મ બિન્દુમાંથી ૭ જાણી લેવા. (નીચે ટીપ્પણીમાં તે જણાવ્યા છે.) ૩૭-ધર્મબિન્દુમાં કહેલા દશ પરવાદીઓના મતે– ૧-વાયુનામે વાદી–સપૂર્ણ ગુણવાળે જ યોગ્ય ગણાય, કારણ કે જે કાર્ય જેટલી સામગ્રીથી સાધ્ય હોય તેમાં તેટલી જોઈએ, એછી સામગ્રીથી સિદ્ધ ન થાય. ર-વામિકત્રષિ-વાયુનું કથન બરાબર નથી, તદ્દન ગુણવિનાનાને પણ કોઈ વખત એકાએક ગુણે પ્રગટે છે, દરિદ્રને પણ કોઈવાર રાજ્ય ક્યાં નથી મળતું ? ૩-વ્યાર્ષિ —વામિકનું કથન અયોગ્ય છે, કારણ કે સામાન્યગુણોના અભાવે વિશિષ્ટગુણોને નિયમો અભાવ હોય, કારણને અનુરૂપ કાર્ય થઈ શકે, અન્યથા કાર્ય-કારણુ ભાવ અસત્ય ઠરે. ૪-સમ્રાટ નામના રાજર્ષિ–ઉપર કહ્યું તે વ્યાજબી નથી, ગુણ ગમે તેટલા હેાય પણ યોગ્યતા વિના જીવ કાર્ય સાધી શકતા નથી, માટે ગુણ હોય કે ન હોય, જીવમાં તે તે કાર્ય માટે યોગ્યતારૂપ અધિકારીપણું દેવું જોઈએ. ૫-નારદને મત–એ છે કે-સમ્રાટ જે કહે છે તેમાં તથ્ય નથી. માત્ર સામાન્ય યોગ્યતાથી જ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય તે જીવમાત્રમાં પ્રાયઃ સામાન્ય રૂપે તે ગ્યતા સવન હેાય છે જ, તેથી સર્વ જી વિશિષ્ટગુણવાળા બની જ જવા જોઈએ, કોઈ સામાન્ય ગુણવાળો ન રહે. માટે વિશિષ્ટ ગુણોની સાધના માટે યોગ્યતા પણ વિશિષ્ટ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy