SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા લેનાર-નારની યોગ્યતામાં અપવાદ] . પણ અપુનબંધૂકને શ્રીજિનપૂજાના ફળ તરીકે ધર્મ જ પ્રગટે છે. (સંસાર વધતું નથી.) અર્થાત શ્રીજિનપૂજાથી તેને સગાવંચકપણું અને આગળ વધીને સમ્યગદષ્ટિપણું વિગેરે ઉત્તરોત્તર આત્મગુણોના વિકાસની પરંપરા ચાલે છે. શ્રીપંચાશકમાં તપના વર્ણન પ્રસંગે પણ તેઓએ) કહ્યું છે કે – gs રિવાઇ, પ્રમાણુ સામાવાળો. चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा ॥" पंचा० १९-गा०२७॥ અથ–એ પ્રમાણે કરવાથી, અથવા ધર્મક્રિયામાં થતા ઉપસર્ગાદિ ઉપદ્રવનું નિવારણ વિગેરે કરનારા સાધાર્મિક-દેવ (વિગેરે)ની સહાયથી “પ્રતિપત્તિ—તપરૂપ ઉપચારને (આચારને) અંગીકાર કરવાથી અને કષાય વિગેરેને રોકવામાં પણ તપ સમર્થ હોવાથી તે તપના આરાધકેમાંથી ઘણું મહાભાગ્યવન્ત જી મેક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાયના બળે શ્રીજિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ચારિત્રને પણ પ્રાપ્ત કરી ગયા છે. અર્થાત્ તપના સેવનથી ઘણા જ માર્ગાનુસારીપણાના બળે આગળ વધીને ચારિત્રને પણ પામ્યા છે. એમ માર્ગાનુસારીએ કરેલો તપ સમ્યક્ત્વના અભાવમાં પણ પરંપરાએ ચારિત્રનું કારણ બને છે. દીક્ષાને ઉદ્દેશીને પણ ત્યાં કહ્યું છે કે “ રિવાવિહા, મારિત સંતોuી. શરૂ–પુણવંધ, ગુરુ વિરહું છું ગુરૂ ” વંવાટ ૨, માત્ર ૪૪ વ્યાખ્યા–શ્રીજિનેશ્વરએ કરેલા આ દીક્ષાના વિધાનનું (દીક્ષાવિધિનું), તેને અચારવાની વાત તે દૂર રહી, પણ શાસ્ત્રોક્તનીતિથી માત્ર પર્યાલોચન કરવામાં આવે તો પણ સબન્ધક અને અપુનર્બન્ધક જીવને તે શીધ્રતયા કુગ્રહને નાશ કરે છે, તેમાં ‘સકૃબન્ધક ” એટલે હવે પછી વારંવાર નહિ પણ એક જ વખત મેહનીય કર્મની સ્થિતિને ઉત્કૃષ્ટબન્ધ કરનારે અને અપુનર્બન્ધક એટલે હવે પછી મેહનીયકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ નહિ કરનારે. તેઓનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે–ચથાપ્રવૃત્તકરણદ્વારા જેણે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટાડી એક કડાડ સાગરેપમમાં પણ પોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન કરી દીધી છે–અર્થાત જે ગ્રન્થીદેશે આવ્યા છે, પણ ગ્રન્થીભેદ કર્યો નથી અને એક જ વખત સીત્તેર ક્રેડાડી સાગરાપમ પ્રમાણ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને ભવિષ્યમાં પુનઃ બાંધશે, તે સબન્ધક કહેવાય છે અને જે તે જ રીતે સ્થિતિને ખપાવીને છેલ્લે ગ્રીદેશે આવેલો ફરી તે ઉત્કૃષ્ટ સ્થિતિને નહિ બાંધતાં ગ્રન્થીને ભેદશે તે અપુનર્બન્ધક કહેવાય છે. કારણ કે “પર્વ તિવ્યમાં કુ” અર્થાત્ તે (અપુનબંધક) “તીવ્રભાવથી પાપને કરતે નથી” એમ કહ્યું છે. આ બન્ને પ્રકારના આત્માઓને ગ્રન્થીભેદ નહિ થયેલો હોવાથી કુગ્રહ (અસત્યને, આગ્રહ) સંભવિત છે, પણ અવિરતિસમ્યગુદષ્ટિ વિગેરેને તે સંભવ નથી. (માટે અહીં સકૂદ બન્ધક, પુનર્બન્ધક બે કહ્યા) જે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત અવસ્થાને પામેલાને ગ્રન્થભેદના અભાવે કુહને સંભવ છે, તથાપિ તેમને પ્રાપ્ત થએલી માર્ગાભિમુખ તથા માર્ગપતિત અવસ્થાથી તેઓના તે કુગ્રહને ત્યાગ કરી શકાય તે છે, માટે અહીં તેઓને પણ નહિ ગણતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy