________________
જ કર. કે.
કેમ કે કોને મળવાને કારણે તેમના
પર કાપ
5
.
૨૨
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાત્ર ૯૯ થી ૮૩ અહીં દીક્ષા લેનારના સેળ અને આપનાર ગુરૂના પંદર ગુણો કહ્યા. પણ તે ઉત્સર્ગ પક્ષે સમજવા. અર્થાત્ એટલા ગુણવાળો દીક્ષા લેનાર કે દેનાર યોગ્ય (શ્રેષ્ઠ) ગણાય, એમાં અપવાદ એ છે કે-એ સેળ અને પંદરમાં ચેથાભાગના ગુણ ઓછા હોય તે દીક્ષા લેનાર કે દેનાર મધ્યમ કક્ષાના અને અડધા ગુણ ઓછા હોય તે જઘન્ય કક્ષાના ગણાય. (વિશેષમાં કહ્યું છે કે-)
“ત્રિવિદ્યાવિહોણા, પ્રો દ્વારા વિહી વિ.
जे बहुगुणसंपन्ना, ते जोग्गा हुंति णायव्वा ॥१॥" पंचवस्तुक गा० ३७॥ ભાવાર્થ-“કાળની હાનિરૂપ દેષના અવસર્પિણી કાળના પ્રભાવે ઉપર કહ્યા તેમાંથી એક—બે આદિ ગુણ ઓછા છતાં જેમાં ઘણા ગુણે હોય તે (ગુરૂ કે શિષ્યને) એગ્ય સમજવા.”
દ્વિતીયપદે એટલે અપવાદમાર્ગે દીક્ષાની એ યોગ્યતા કહી. આથી જ જેમ દેશવિરતિધર એવા શ્રાવકને દીક્ષા આપે છે તેમ આમાંના કેટલાક ગુણવાળા યથાભદ્રક-સરળપરિણામી પ્રથમગુણસ્થાનવતી જીવોને પણ તેમનામાં સંયમને નિર્વાહ કરવાની યેગ્યતા જોઈને ગીતાર્થો દીક્ષા આપે છે. એ રીતે આપેલી દીક્ષા તે તે ગુણવાળા તેઓને ઉત્તરોત્તર વિશેષગુણો પ્રગટ થવામાં હેતુરૂપ બને છે અને અવ્યુત્પન્નદશામાં વિશેષ સમજણના અભાવમાં પણ જીવના માત્ર સમ્યફક્રિયાના રાગથી પણ તે ધર્મના જ હેતુ તરીકે સફળ થાય છે. પૂજાના અધિકારમાં વિશિકામાં પણ પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે
પઢારમે, ગંગાસત્ર ધમિક્ષT I
साहुज्जुगाइभावो, जायइ तह नाणुबंधत्ति ॥१॥" पूजाविंशिका ॥ અર્થ–(ત્યાં પૂજાના અધિકારમાંની આ ગાથા હોવાથી) “પ્રથમકરણ એટલે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાથી ગ્રન્થી દેશની પાસે આવેલા જીવને શ્રીજિનપૂજા માત્ર ધર્મ રૂપે જ સફળ થાય છે, અર્થાત્ તેનું ફળ ધર્મ રૂપે જ આવે છે, સગાવંચકભાવ ” પ્રગટે છે અને સમ્યગદષ્ટિ” વિગેરે ઉત્તર ઉત્તર ભાવને અવિચછેદ થાય છે. તાત્પર્ય કે ગ્રન્થભેદ થતાં પહેલાં
૩૬-પૂર્વભવની આરાધનાથી કર્મોની લઘુતા થતાં કોઈ જીવ ગૃહસ્થધર્મના બળે સર્વવિરતિ ગુણસ્થાનક પામીને દીક્ષા લેવા યોગ્ય બન્યું હોય છે તે કઈ દીક્ષા લઈ તેનું પાલન કરવાથી પછી પણ તે ગુણસ્થાનકને પામે છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકો નીચે નીચેના ગુણસ્થાનકનાં કરણીય અનુષ્ઠાન કરવાથી પ્રગટ થાય છે, માટે મિથ્યાત્વગુણસ્થાનવાળો માર્ગનુસારી ધર્મથી સમ્યગદર્શનની, સમ્પ્રદર્શનને પાળતા દેશવિરતિની કે દેશવિરતિ ગુણને આરાધતે સર્વવિરતિની પ્રાપ્તિ કરી શકે છે, તેમ પહેલા ગુણસ્થાનકે વર્તતે પણ કોઈ સમકિતની દેશવિરતિની કે સર્વ વિરતિની આરાધનાના બળે તે તે ગુણસ્થાનકને પામે છે. એ કારણે જ મિથ્યાત્વીને પણ જે તે વિશિષ્ટ હોય તો દીક્ષા આપી શકાય છે. એથી અહીં જણાવ્યું છે કે ભદ્રક પરિણામી અવ્યુત્પન્ન છતાં સમ્યફ સાધુકિયાના બળે વિશિષ્ટ યોગ્યતા પામી શકે છે. અર્થાત સર્વવિરતિ ગુણસ્થાનકને પણ પ્રગટ કરી શકે છે. તે તે કિયા તે તે ગુણેને પ્રગટ કરવા માટે હોય છે, સુધાનાશક ભજન સુધા વખતે, દરિદ્રતા નાશક વાણિજ્ય દરિદ્રતા વખતે, ઈત્યાદિ લોકમાં કરાય છે તેમ તે તે ગુણમાપકક્રિયા પણ તે ગુણની પ્રાપ્તિ પહેલાં કરણીય છે. ગુણપ્રાપ્તિ પછી તે કિયા તે ગુણોની રક્ષા વૃદ્ધિ કે નિર્મળતા માટે કરવાની હોય છે, અથવા અન્યજી પણ એ ક્રિયાને સ્વીકારે એવું આલમ્બન પુરૂ પાડી તેને પ્રવાહ અખડ રાખવા માટે કરવાની છેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org