________________
૧૯
દીક્ષા આપનારની યોગ્યતા]
૭–અખિલસંઘ પ્રત્યે વાત્સલ્ય યુક્ત-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચારવર્ણરૂપ શ્રીશ્રમણ સંઘ પ્રત્યે યથાયેગ્ય વાત્સલ્યમ ધરાવનારો.
૮-સવજીને હિતેચ્છુ–સ્વભાવે જ સર્વ જીવોના હિતને ચિન્તક. એટલે કે તે તે પ્રકારે ચિન્તન, વિચાર, ઉપાય, વિગેરે કરીને સામાન્યતયા સઘળા જીવોનું હિત કરવામાં ઉદ્યમી.
૯–આદેયવચનવાળા–બીજાઓ સ્વીકારી લે-માન્ય કરે તેવું જેનું વચન માનનીય હોય.
૧૦-અનુવક–ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જીવને પણ સવિશેષે ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનારે, વિરોધ નહિ કરતાં તેઓને અનુકુલ થઈને પાલન કરનાર. વસ્તુતઃ શિષ્યની પ્રકૃતિને અનુસરવામાં જ-સહી લેવામાં જ ગુરૂનું ગુરૂપણું છે. શિષ્યનું એ રીતે પાલન નહિ કરવાથી ઉલટમાં તેઓ શાસનના શત્રુ બને, વિગેરે દોષ જ થાય. પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે
"एत्थ य पमायखलिया, पुन्वन्भासेण कस्स व न हुंति ।
जो तेवणेइ सम्मं, गुरुत्तणं तस्स सफलं ति ॥१८॥ को णाम सारहीणं, स होज्ज जो भद्दवाइणो दमए ।
दुढे वि अ जो आसे, दमेइ तं आसियं विति ॥१९॥ ૨૫-સંઘવાત્સલ્ય વિના સંઘનાં કાર્યો કે ચતુર્વિધ સંઘમાં ધર્મને આદર વધારી શકાતો નથી. વાત્સલ્યમાં સામાના દેને સહન કરવાની તાકાદ હોય છે અને જેને (શિષ્યાદિને) સુધારવો હોય તેનામાં છે તે હોય જ! અન્યથા સુધારવાનું શું ? એ કારણે એનાં દૂષણને સહવાપૂર્વક હૃદય મીઠું બનાવવું જોઈએ, તે વાત્સલ્યભાવ વિના શક્ય નથી. માતા-પિતા જેવું હૃદય હેય તે ગુરૂ સંઘને કે શિષ્યાદિને ઉપકાર કરી શકે.
ર૬-એકલા ધર્મ પ્રત્યે જ વાત્સલ્ય ગુણ જ બસ નથી, પ્રતિપક્ષે અધર્મી-પાપી જીવો પ્રત્યે પણ કરૂણા અને હિતબુદ્ધિ જોઈએ. તે જ હિતબુદ્ધિથી અયોગ્ય જીવો પ્રત્યે ઉપેક્ષા કરી શકાય, અથવા જે જેવી ગ્યતા પામેલો હોય તેને તેટલા પ્રમાણમાં સદ્દભાવ કેળવી શકાય. જે આ ગુણ ન હોય તે ધર્મના મૂળભૂત મિત્રી ભાવના જ પ્રગટવી શકય નથી અને મિત્રીભાવ વિનાને કોઈ સારે પણું ભવિ આત્માપકારક બની શકતા નથી. માટે નેતા (ગુરુ) બનનારમાં આ ગુણની આવશ્યકતા છે.
૨૭–આદેય નામકર્મ-એક પુણ્યપ્રકૃતિરૂપે શુભકમ છે, તેના ઉદયથી જીવને એવું પુણ્ય પ્રગટે. છે કે તેનું બોલેલું પ્રાયઃ સામે માન્ય રાખે. શિષ્યને આજ્ઞાનું પાલન કરાવનાર આ ગુણ ગુરૂ પદની પ્રાપ્તિમાં એટલા માટે આવશ્યક છે કે શિષ્ય તે સુયોગ્ય ન હોય તો પણ ગુરૂને પુણ્યબળે તે ગુરૂઆજ્ઞાનું પાલન પ્રસન્નતાપૂર્વક કરી શકે અને એથી આરાધક ભાવને પામે.
૨૮-શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકુળ બનીને સન્માર્ગે વાળ એ સરળ માર્ગ છે. કારણ કેપ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાય: સામાન્ય જીવોમાં ઓછી હોય છે માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવો આવશ્યક છે, એમ કરવાથી સદ્દભાવના બળે તે દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે પણ પ્રાયઃ તેથી અસદુભાવ મટવાને સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞાવિમુખ પણ બને, માટે ગુરૂ અનુવર્તક જોઈએ. આની પણ મર્યાદા જોઈએ, અનુકૂળતાને દુરૂપયોગ થવાને પણ સંભવ છે. તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઇએ, હૃદય મીઠું જોઈએ, આંખ અવસરે લાલ પણ કરવી પડે છે તે અયોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org