SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા આપનારની ગ્યતા - ૧૭ ૨-ગુરૂને ઉપાસક–ગુરૂના ચરણની સેવા કરનારે, અર્થાત્ ગુરૂકુળવાસમાં રહીને ગુર્વાદિક સાધુઓની યથાયોગ્ય સેવા જેણે કરી હોય. ૩-અખંડિતત––દીક્ષાના પ્રારમ્ભથી હંમેશાં અખણ્ડત્રતવાળો-૨૦ચારિત્ર જેણે ન વિરાળ્યું હોય તેવો, ૪-વિધિથી આગમ ભણેલે–શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રોગ તે તે શાસ્ત્રને ભણવા માટે તપ અને ક્રિયા) કરવા પૂર્વક જેણે આગમ–સૂત્રને અભ્યાસ કર્યો હોય. તાત્પર્ય કે સૂત્રઉદયે શુભને પી કોઈ નારાજ થાય ત્યાં દોષ નથી પણ બેદરકારીથી છતે ઉપાયે બીજાને અણગમે થાય તે રીતે દીક્ષા થાય તો તે અમંગળ રૂપ બને છે. બીજી વાત, “કોઈપણ જીવને કર્મને બંધ ન થાઓ, સર્વ જીવો જન શાસનના પક્ષકાર બની સુખી થાઓ” એવી મિત્રી ભાવનાને વરેલો જીવ દીક્ષા માટે લાયક કહ્યો છે, તો તે એવું કેમ કરી શકે કે છતા ઉપાયે પિતાને નિમિત્તે બીજાને કર્મ બંધ થાય ? એમ વિચારતાં જણાય છે કે વિધિ એ દીક્ષા લેનારનું પરમ મંગળ છે, માટે તેને શકય આદર કરવાથી દીક્ષા જેવી મહાનું પ્રતિજ્ઞામાં વિરતિમાં) તે સફળતા પામી શકે છે અને પરિણામે ગુરૂપદને લાયક બને છે. ૧૯-જેવા બનવું હોય તેવાની સેવા કરવી જોઈએ એ ન્યાયે ગુરૂની સેવા કરનાર ગુરૂ પદને લાયક બને છે. ગુરૂ સેવાથી “અહં અને મમ” કે જે બધા દેનાં મૂળિયાં છે, તેને નાશ કરી શકાય છે, તેઓની કુપા કે જે કર્મોના ક્ષયપશમ માટે જરૂરી પ્રસન્નતાની સાધક છે તે મેળવી શકાય છે અને તેઓના આશ્રયના બળે કઠેર પણ પરીષહાદિ સહેલાઈથી જીતી શકાય છે. ૨૦-ધર્મમાં સાતત્ય ગુણ અતિ આવશ્યક છે, વચ્ચે વચ્ચે વિરાધક ભાવ આવવાથી કરેલી કમાણી નાશ પામે છે, એક પત્થર ઉંચે લઈ જવા ઉપાક્યા પછી અડધેથી કે વચ્ચેથી છોડી દે તે મૂળસ્થાને કે તેથી પણ નીચે જમીનમાં ઉતરી જાય, માટે છેક સ્થાને પહોંચાડ્યા વિના છોડી દેવા નથી, તેમ ધર્મના પરિણામે પણ વચ્ચે છૂટી જાય તો થયેલી આત્મશુદ્ધિ અપરાઈ જવા સંભવ છે, માટે ધર્મમાં ખેદ (થાક) ને દૂષણ જણાવી અવિરતપણે સતત ઉધમ (અપ્રમાદ) ને આશ્રય લેવાનું વિધાન છે, તેથી એ પ્રમાણે પિતાની પ્રતિજ્ઞા (વ્રતને અખડિત આરાધક પરિણામે ગુરૂ પદને લાયક બને છે. ૨૩-શાસ્ત્ર એક રાસાયણિક ઔષધ તુલ્ય છે. જેમ રેગીને ઔષધ સાથે પરેજી અને ડેટરી સારવાર (સલાહ-સૂચન) ન હોય તે આરોગ્યને બદલે રેગ વધે તેમ શાસ્ત્ર પણ વિનય અને તે તે તપ પૂર્વક ગુરૂની નિશ્રામાં ભણેલું કમરોગનાશક બને છે. અન્યથા ઝેર સમાન બની આત્માને મહાન અનર્થ કરે છે, રોગનું નિદાન અને ઔષધની મેળવણી એ જેમ કઠિન છે, તેમ અહીં પણ કા જીવને કયું શાસ્ત્ર (ઉપદેશ) કયી રીતે ઉપકારક થશે, એ સમજવું કઠિન છે, સહુને સર્વ શાસ્ત્રનું અધ્યયન ઉપકારક થતું નથી, પણ તેના કર્મના ક્ષપશમને અનુરૂપ ભણે તે ઉપકાર કરે છે. માટે જ શાસ્ત્ર અધ્યયનમાં ગુરૂ પારતવ્ય આવશ્યક છે. વળી જ્ઞાની ગુરૂના વિનયથી જ્ઞાનાવરણીય કુને ક્ષયપશમ થવાથી ગહન વિષય પણ સહેલાઈથી સમજાય છે. એટલું જ નહિ, જેમ વિધાસાધકને વિધા પિતાના બળે સાધવાની છતાં ઉત્તરસાધકની નિશ્રા વિના સિદ્ધ થતી નથી તેમ શાસ્ત્રનું અધ્યયન પણ પિતાની બુદ્ધિના ક્ષયોપશમ પ્રમાણે પણ ઉત્તરસાધકરૂપ ગુરૂની નિશ્રા વિના સિદ્ધ થતું નથી, ઉટે અનર્થ થવાને સંભવ છે. હા, પૂર્વભવે વિશિષ્ટ આરાધના કરીને જન્મેલો કોઈ આત્મા ગુરૂની નિશ્રા વિના શાસ્ત્રના મર્મને પામી શકે છે, પણ તેણે પૂર્વભવે તે સિદ્ધ કર્યું હોય છે. વાસ્તવમાં તો સ્વછંદપણે અધ્યયન કરનાર પ્રાય : શાસ્ત્રોને દ્વેષી બની તેમાંથી પણ દૂષણે જ શોધે છે. માટે ગુરૂની નિશ્રામાં અધ્યયન કરનાર સમ્યગ્રતાનની પ્રાપ્તિથી ગુરૂપદને યોગ્ય બને છે. શકાય ઈકો કારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy