________________
[૦ સં૦ ભા૨ વિ. ૩-ગા૦ ૭૯ થી ૮૩ अखण्डितव्रतो नित्यं, विधिना पठितागमः । तत एवातिविमल-बोधयोगाच्च तत्त्ववित् ॥८॥ ૩વશાન્ત વાત્સા-પુ પ્રવને રિવા सर्वसत्चहितान्वेषी, आदेय चानुवर्तकः१० ॥८१॥ गम्भीर 'श्वाविषादी, चोपसर्गादिपराभवे । तथोपशमलब्ध्यादि-युक्तः१३ सूत्रार्थभाषक:१४ ॥८२॥ स्वगुर्वनुज्ञातगुरु-पदश्चेति जिनैर्मतः ।
पादागुणहीनौ च, योग्यौ तौ मध्यमावरौ ॥८३॥" पञ्चभिः कुलकम् ।। મૂળને અર્થ–પૂર્વે કહ્યા તે ગુણેથી યુક્ત એવા જેણે ૧-વિધિપૂર્વક દીક્ષા લીધી હોય, ૨-ગુરૂનાં ચરણોની સેવા કરી હોય, ૩–જેનાં વ્રતે અખડિત હોય, ૪-વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હોય, એથી ૫-અતિનિર્મળ બોધ થવાથી જે તને જાણ હોય, ૬-વિકાર જેના શાન્ત થયા હોય, ચતુવિધ શ્રીસંધપ્રત્યે વાત્સલ્ય ધરાવતે હોય, ૮–સર્વ જીવેને હિતચિન્તક હોય, –આદેયવચનવાળો હોય, ૧૦-ભિન્નભિન્ન પ્રકૃતિવાળા પણ જીને અનુસરીને પણ સંભાળી શકે તે હોય, ૧૧-ગમ્ભીર હોય, ૧૨-ઉપસર્ગાદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરે, ૧૩-બીજાઓના કષાયાદિને શાન્ત કરવાની શક્તિવાળ હોય, ૧૪-સૂત્ર તથા અર્થને સમજાવનારે-વ્યાખ્યાતા હોય, અને ૧૫–પિતાના ગુરૂએ જેને ગુરૂપદ આપ્યું (ગ્ય માન્યો) હોય, એ ૧૫ ગુણવાળો હોય તેને શ્રીજિનેશ્વરેએ એગ્ય (ઉત્તમ ગુરૂ કહ્યો છે. ઉપર કહ્યા તેમાંથી ચતુર્થી ઓછા ગુણવાળો યતિ કે ગુરૂ મધ્યમ અને અડધા ઓછા હોય તે યતિ કે ગુરૂ જઘન્ય કોટિના સમજવા. ૭૯ થી ૮૩.
ટીકાને ભાવાર્થી–ગ્ય એટલે દીક્ષા આપવાની યોગ્યતાવાળા ગુરૂને ઓળખાવવા શ્રીજિનેશ્વરાએ કહ્યું છે કે પહેલાં જણાવ્યા તે દીક્ષા લેવાની યોગ્યતારૂપ ગુણેથી યુક્ત બની જેણે દીક્ષા લીધી હોય–નહિ કે જે તે, કારણ કે–પિતાનામાં જે ગુણનો અભાવ હોય તે તે જેને દીક્ષા આપે તેનામાં ગુણનું બીજ શી રીતે વાવે ? માટે એવી લાયકાત પૂર્વક દીક્ષિત થએલો હોવો જોઈએ, ઉપરાંત તેનામાં ગુરૂતા રૂપે બીજા કયા ગુણ જોઈએ તે કહે છે કે–
૧-વિધિથી દીક્ષા લેનાર–વિધિપૂર્વક એટલે આગળ કહીશું તે ક્રમથી જેણે દીક્ષા લીધી હેય.
૧૮-સામાન્ય કાર્ય પણ અવિધિથી કરેલું સફળ થતું નથી તે દીક્ષા જેવી ઉત્તમોત્તમ વસ્તુ સફળ બનાવવા માટે વિધિ વિના કેમ ચાલે ? એથી જ ઉત્તમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને વેગ મેળવીને દીક્ષા કરવાનું વિધાન છે. એ રીતે થએલી દીક્ષા તે કાળે પણ ઘણુ ઓને અનુમોદનીય બની ઉપકાર કરે છે, દીક્ષાની પાછળ સ્વ–પર જીને અનુમોદના જેટલી વધારે થાય તેટલું તેનું પાલન-આરાધના નિર્વિદન અને નિર્મળ બને છે. સારા કાર્યો કરતાં કેઈની પણુ અપ્રસન્નતા ન થાય તે માટે જેમાં અમારી પ્રવર્તાનાદિનું વિધાન છે તે શાસનમાં દીક્ષા જેવા મહાન કાર્યમાં કોઈને પણ અપ્રસન્નતા ન થાય તેની શક્ય કાળજી અને ઉપાય કરવાની ભલામણ કરેલી છે જ, ઉપાયે કરવા છતાં અશુભ કર્મોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org