________________
દૂધ સં૦ ભા. ૨ વિ. ૩–ગા૦ ૭ર થી ૭૭ શું? તેનું સમાધાન એ છે કે તેવો પ્રસંગ કેઈક વાર જ બનતું હોવાથી ઉપર જણાવેલી ઉમ્મરમાં કંઈ દેષ નથી. પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે –
તો પરિમવવિરં, માવો વિ વાયuff
आहच्चभावकहगं, सुत्तं पुण होइ णायव्यं ॥"पंचवस्तु० गा० ५१॥ અર્થ–આઠ વર્ષથી નીચેને દીક્ષા લેનાર પરાભવનું ભાજન બને, બાલક હોવાથી જેના તેનાથી પરાભવ પામે, વળી એથી ન્યૂન ઉમ્મરવાળા બાળકને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ ન થાય. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “એમ કહેવાથી તે સૂત્ર સાથે વિરોધ આવે છે, કારણ કે-છ મહિનાની ઉમ્મરવાળા શ્રીવાસ્વામી છકાયમાં યતનાવાળા હતા એમ સૂત્રમાં સંભળાય છે, તે ચારિત્રના પરિણામ વિના તેઓ ભાવથી છકાયમાં યતનાવાળા કેમ થઈ શકે ? તેને ઉત્તર આપે છે કે-શ્રીવજીસ્વામિને અંગેનું સૂત્રવચન કદાચિક ભાવનું સૂચક છે એમ સમજવું. અહીં અમે પણ પ્રાયઃ ”શબ્દથી તે વિરેાધ ટાળે છે, તેથી વિરોધ રહેતું નથી.'
એમ એક તે આઠ વર્ષથી નીચે પરાભવ થવાને સંભવ હોવાથી અને બીજું તેને ચારિત્રના પરિણામને (પ્રાય) અભાવ હોવાથી તેવાને દીક્ષા આપવી નહિ, - બીજી વાત આ પણ છે કે–એથી ન્હાનાને દીક્ષા આપવામાં તેનાથી સંયમની વિરાધના વિગેરે દે થાય. જેમ કે--અજ્ઞાનથી તે જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તપાવેલા લોનના ગોળાની જેમ છકાય જીવોને વધ કરનાર થાય, વળી “સાધુઓમાં તે દયા પણ નથી કે જેઓ આવાં ન્હાનાં બાળકને પણ બલાત્કારે દીક્ષારૂપી જેલમાં પુરીને તેઓની સ્વતન્નતાને લુંટી લે છે.” એમ લોકનિન્દા પણ થાય અને માતાને કરવા યોગ્ય એવી તેની સંભાળ લેવું-જોવું, વિગેરે) સાધુને કરવી પડે, તે કરવાથી સાધુને સ્વાધ્યાયમાં પણ વિદન થાય, ઈત્યાદિ કારણથી એથી ઓછી ઉમ્મરવાળો દીક્ષા માટે અયોગ્ય સમજવો.
૨-વૃદ્ધ-સીત્તેર વર્ષથી વધુ ઉમ્મરવાળે દીક્ષા માટે વૃદ્ધ કહેવાય. બીજાઓ તે કહે છે કે સીત્તેર વર્ષથી પહેલાં પણ ઈન્દ્રિયોની હાનિ (નબળાઈ) થવાથી સાઠ વર્ષની ઉપરને પણ વૃદ્ધ કહેવાય. (બાળકની જેમ) તેવા વૃદ્ધને પણ વિનય શીખવાડે--સમજાવવો વિગેરે દુઃશક્ય છે, કારણ કહ્યું છે કે
" उच्चासणं समीहइ, विणयं ण करेइ गव्वमुव्वहइ ।
___ वुड्ढो न दिक्खिअव्वो, जइ जाओ वासुदेवेणं ॥१॥" धर्मबिन्दुवृत्ति ॥ અર્થ–વૃદ્ધ સાધુ ઉંચા આસનની ઈચ્છા કરે, વિનય કરે નહિ, ગર્વ કરે, માટે વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધને દીક્ષા ન આપવી.
વૃદ્ધનું ઉપર્યુક્ત વયનું પ્રમાણ સે વર્ષના આયુષ્યની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ તે જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા, તેમાં જે આઠમા-નવમા-દશમા દશાંશમાં પહોંચ્યું હોય તેનું વૃદ્ધપણું સમજવું. તથા ( ૩-નપુંસક–સ્ત્રી અને પુરૂષ ઉભયને ભેગવવાની અભિલાષાવાળે પુરૂષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે પણ ઘણા દેનું કારણ હોવાથી દીક્ષા માટે અગ્ય કહ્યો છે. (બીજે કહેલો વા ગુલ્લે થેરે ” પાઠ નિશીથસૂત્ર વિગેરેમાં ન જેવાથી અમે તેની અહીં ઉપેક્ષા કરી છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org