________________
રીક્ષા લેનારની અગ્યતા]
૧૬–સમપિત ભાવથી આવેલો–સારી રીતે અર્થાત્ સર્વ રીતે આત્મસમર્પણ ભાવથી “ઉપસંપન્ન—દીક્ષા લેવા આવેલ. આ ગુણની આવશ્યકતા એ છે કે ઉપર કહેલા સઘળા ગુણવાળો હોવા છતાં ગુરૂને જે સમર્પિત ન હોય તેને દીક્ષા સિદ્ધ–સફળ થતી નથી. - એ પ્રમાણે અહીં દીક્ષાની યોગ્યતારૂપ ગુણે કહ્યા. તે દ્વારા પરમાર્થથી તેના પ્રતિપક્ષી દીક્ષાની અયોગ્યતારૂપ દે પણ કહ્યા, એમ સમજવું. તે સંખ્યાથી અડતાલીસ છે. કહ્યું છે કે –
बाले वुड्ढे नपुंसे अ, कीबे जड्डे अ वाहिए। तेणे रायावगारी अ, उम्मत्ते अ असणे प्र० सारो० ७९०॥ दासे दुढे अ मूढे अ, ऋणत्ते जुंगिए इअ ।
ओबद्धए अ भयए, सेहनिफेडिआ इअ ॥प्र० सारो० ७९१॥ इअ अट्ठारस भेआ, पुरिसस्स तहित्थिआए ते चेव ।
गुम्विणी सबालवच्छा, दुन्नि इमे हुंति अन्ने वि ॥७९२॥" प्रव० सारो०॥ વ્યાખ્યા-૧–બાલ–અહીં (દીક્ષા વિષયમાં) જન્મથી આઠ વર્ષની ઉમ્મર-થાય ત્યાં સુધી. બાલ કહેવાય છે, તે દીક્ષા અંગીકાર કરી શકતો નથી. કારણ કે–આઠ વર્ષથી ઓછી ઉમ્મરમાં સઘળા ય જીને તથાવિધ જીવસ્વભાવે જ દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિ તેના (પરિણામનો) અભાવ હોય છે. કહ્યું છે કે –
" एएसि वयपमाणं, अट्ठसमाउत्ति वीअरागेहिं ।
भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लो त्ति ॥" पंचवस्तु० गा० ५०॥ અર્થ–શ્રીજિનેશ્વરેએ દીક્ષાને યોગ્ય દ્રલિંગ (સાધુવેશ) ધારણ કરવા માટે ઓછામાં ઓછું મનુષ્યની વયનું પ્રમાણ આઠ વર્ષનું અને ઉત્કૃષ્ટથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે.
અન્ય આચાર્યો તે ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા માન્ય કરે છે. કારણ શ્રીનિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે “ગળ જા જન્મમરૂ િિત્ત” અર્થાત્ “વિકલ્પ ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા હોય છે”
અહીં પ્રશ્ન થાય કે ભગવાન શ્રીવાસ્વામિની દીક્ષા સાથે તે આ વાત ઘટતી નથી ? કારણ કે “મતિ છે; ચં, મઝણ સમન્નિશં વે” અર્થાત્ “છ મહિનાની ઉમ્મરે છ કાયની જયણામાં યતનાવાળા એવા શ્રીવાસ્વામિને તથા તેની માતાને પણ હું વન્દન કરું છું” એમ કહેલું છે તેથી તેઓ છ મહિનાની ઉમ્મરમાં દીક્ષિત થયા હતા એવું સૂત્રનું પ્રમાણ છે, તેનું
૧૬–જે પિતાના જીવનની કે આરાધનાની સઘળી જવાબદારી ગુર્નાદિકને સેપે નહિ તે ગુરૂ આજ્ઞાનું પાલન કરી શકે નહિ, કિન્તુ પોતાની બુદ્ધિમાં જેટલું ગ્રાહ્ય લાગે તેટલું સ્વીકારી બીજું ફેંકી દે. વાત એમ પણ છે કે જે સોંપાય નહિ તેને સ્વીકાર પણ ગુરૂ શી રીતે કરી શકે ? કોઈ પણ કાર્યમાં બે વિરૂદ્ધ વિચારધારાઓથી અથડામણ થાય, એથી શિષ્ય સમર્પિત ન હોય તો ગુરૂની અને શિષ્યની વચ્ચે પરસ્પર અથડામણ ઉભી થવા સંભવ રહે કે અયોગ્ય સમજી શિષ્યની ઉપેક્ષા કરવાને પ્રસંગ આવે. સર્વ ન્હાના મેટા કાર્યોમાં ગુરૂની બુદ્ધિને આગળ રાખીને એને આધીન વ, દેરે તેમ હેરાય, તે દીક્ષાનું પાલન કરી શકે, માટે દીક્ષિતે સર્વ વિષયમાં ગુરૂને સમર્પિત રહેવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org