________________
ધિ સં. ભા. ૨ વિ. ૩-ગાય ૭૨ થી ૭૭ રાજાદિને વિરોધ ન હોય. કારણ કે-રાજા વિગેરેનો જે વિરોધી હોય તેને દીક્ષા આપવાથી ઉલટ અનર્થ થવાને સંભવ છે, તથા–
૧૨-અદ્રોહી–કેઈને પણ ઠગનારે ન હોય. વળી–
૧૩-સુંદર શરીરવાળો-સુંદરક એટલે કેઈ અવયવ-ઈન્દ્રિયે વિગેરેની ખોટ ન હોય તેવા અવ્યંગ-પાંચે ઈન્દ્રિથી પૂર્ણ શરીરવાળો. કારણ કે વિનષ્ટ અવયવવાળો દીક્ષા માટે અયોગ્ય છે. કહ્યું છે કે
“થે ને, નાલ દે વિવાળા વા.
वामणगवडभखुज्जा, पङ्गुल ढुंटा य काणा य ॥१॥" प्र०सारो० ७९५॥ અર્થ—જેઓ હાથ-પગ-કાન-નાક-અથવા હોઠ વિનાના હોય, એટલે કે જેને તે કપાયેલાં કે બીજી રીતે નાશ પામ્યાં હોય, તથા ટુંકા કે માપ વિનાના હાથ-પગ વિગેરે અવયવોવાળો જે વામણે હોય, આગળ કે પાછળ છાતી કે પીઠ નીકળવાથી જે વડભ (મું) હોય, એક પડખે હીન–કુબડે હોય, પગે ચાલવાની શક્તિ વગરને પાંગળ હોય, હાથથી કામ ન કરી શકે તેવો–ટુટે હોય, કે એક આંખવાળ–કાણે હોય. (તે દરેક દીક્ષા માટે અયોગ્ય જાણવા) વળી–
૧૪-શ્રદ્ધાળુ-શ્રદ્ધાવાળે, કારણ કે-શ્રદ્ધા વગરના આત્માએ દીક્ષા લીધી હોય તે પણ અંગારમÉકાચાર્યની જેમ તેને તજી દે જોઈએ—તથા–
૧૫-સ્થિર–શૈર્ય ગુણવાળે," અર્થાત્ સ્વીકારેલા કાર્યને વચ્ચે અધુરૂં નહિ છોડનારે. [ઉપા. કારણ કે–અસ્થિર ચિત્તવાળો પોતે સ્વીકારેલા પણ તપ–અભિગ્રહ વિગેરે કાર્યોને પૂર્ણ કરી શકતો નથી.] તથા—
૧૨-દ્રોહી અવિશ્વાસ્ય બને છે અને મલિન પરિણામને કારણે આરાધના કરવાને બદલે વિરાધક ભાવને પોષે છે, શાસનને અપભ્રાજક બને છે.
૧૩-“શરીરમાં હિન્દુ ધર્મસાધનમ્” અર્થાત્ ધર્મની સાધનામાં શરીરને નંબર પહેલો છે. પરીષહ ઉપસર્ગાદિ સહન કરવામાં કે વિનય, વિયાવચ્ચ, વિહારાદિ કષ્ટ ઉઠાવવામાં નિર્બળ શરીર બાધક બને છે. ધર્મ માટે પણ શરીર સ્વાસ્થય અપેક્ષિત છે. માટે અહીં રૂપથી સુંદર નહિ પણ આરેગ્ય અને સ્વાશ્ચ વાળું પાંચે ય નિર્વિકારી ઇન્દ્રિયથી પરિપૂર્ણ શરીર દીક્ષા પાલનમાં આવશ્યક છે. આકૃતિ પણ પ્રભાવક હોય તે બીજા પ્રભાવથી પ્રભાવિત થઈ આજ્ઞા ઉલંઘી ન શકે. માટે તે પણ સુંદર હેવી જરૂરી છે.
૧૪-જિનવચન પ્રત્યે શ્રદ્ધા ન હોય તેને ગુણ-દેપાને કે લાભ-હાનિને વિવેક તાત્વિકરૂપમાં થતા નથી, ઉલટું જિનાજ્ઞામાં શંકા કુશંકાઓ કે કુતર્ક-વિતર્કો કરી કર્મથી હળવે થવાને બદલે ભારે થાય છે. એકડા વિનાના મીંડાની જેમ શ્રદ્ધા વિનાનાં જ્ઞાન–ક્રિયા નિફળ છે.
૧૫-ચંચળ ચિત્તને પરિણામે આરાધના માટે કરાતી કે કરાએલી પ્રવૃત્તિ પ્રત્યે સન્માનને બદલે અસન્માન થઈ જતાં તે તે પ્રવૃત્તિના ફળને અનુબંધ થતું નથી. અર્થાત્ તે તે પ્રવૃત્તિના ફળ રૂપે પુનઃ તેવી પ્રવૃતિ વધતી નથી. ઉલટું અનાદર થવાથી વિપરીત બંધ થતાં સત્યપ્રવૃતિ પ્રત્યે અસદ્દભાવ જન્મે છે અને પરંપરાએ આત્મા સત્યને દ્વેષી પણ બને છે. માટે ચિત્તની સ્થિરતા આવશ્યક છે, એના બળે ઉત્તરોત્તર અનુબંધથી આરાધન વધે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org