________________
દીક્ષા લેનારની ગ્યતા]
૭અપકષાયી–અલ્પષ્કષાયવાળો, અ૫કષાયી નિ પિતાના અને બીજાના ક્રોધના અનુબંધને પરંપરાને અટકાવીને ગ્યતા પ્રાપ્ત કરી શકે છે.
૮-અલપહાયાદિ વિકારવા––અલ્પ એટલે પાતળો થઈ ગયો છે હાસ્યરતિ–અરતિ ભય-શેક-દુર્ગછા તથા વેદનો વિકાર જેને એવો. કારણ કે–એવું બહુ હાસ્ય વિગેરે અનર્થદંડ રૂપ છે, અને ગૃહસ્થને પણ તેને નિષેધ છે. તથા
-કૃતજ્ઞ –બીજાના કરેલા ઉપકારને જાણે-સમજે તેવો [ઉપર કારણ કે જે ઉપકારીના ઉપકારને સમજાતું નથી, તે સામાન્ય લોકોમાં પણ અતિ અધમ ગણાય છે. તથા
૧૦-વિનયવાન્—વિનીત,° ધર્મનું મૂળ વિનય હોવાથી દીક્ષાથી વિનીત હોવો જોઈએ.
૧૧-રાજાદિને સંમત–રાજા-મંત્રી વિગેરેને જે સંમત હોય, અર્થાત્ જેની દીક્ષામાં અનાદર પ્રગટ જરૂરી છે. આ અનાદર પદાર્થની અસારતા-દુષ્ટતા સમજાયા વિના શક્ય નથી અને અનાદર વિના દીક્ષાના આદર કે તેના પાલનમાં પ્રીતિ પ્રગટતી નથી. કર્મોની મંદતા અને બુદ્ધિની નિર્મળતાનું સાચું ફળ સંસારની અસારતાનું જ્ઞાન થવું તે છે, માટે દીક્ષાથીમાં તે ગુણ જરૂરી છે
-કષાયો કમબન્ધમાં મુખ્ય ભાગ ભજવે છે, દીર્ઘકાળ પર્યન્ત ચારિત્રનાં કષ્ટો વેઠીને કરેલી કર્મનિર્જરાને કષાયની વિવશતા ક્ષણમાં નાશ કરે છે. ચારિત્રને પ્રાણભૂત સમતા છે અને તે કષાયને ઉદય મંદ પડ્યા વિના પ્રગટ થતી નથી, માટે જ ચારિત્રવં તને વારંવાર ક્ષમાપના કરવાનું કહેલું છે, ઉભય ટંક પ્રતિક્રમણ કષાયોના ત્યાગ માટે છે એમ પ્રત્યેક અનુષ્ઠાનમાં પ્રાણભૂત એવો ક્ષમાદિધર્મ કષાયની મંદતા વિના પ્રગટી શકતું જ નથી :
૮-વસ્તુતઃ હાસ્યાદિ કષાયો સંસારની સાચી ઓળખના અભાવે જ જીવે છે. સભ્ય જ્ઞાનથી, જોતાં આ જગતમાં હસવા-૨ડવા જેવું કોઈ કારણું દેખાતું નથી, જે કંઈ હાર્યાદિન નિમિત્તો છે તે ભૂતકાલીન સ્વજીવનપ્રતિબિંબે (પ્રતીકો) છે, જે કંઈ છે. હતું, કે થશે તે વ્યવહાર નયથી પ્રત્યેક જીવના જીવનના પર્યાયાના પ્રત્યક્ષ ચિત્રો છે. અર્થાત દરેક ભાગને સ્પર્શનારે જીવ જે જુએ છે તે પિતાનું જ પૂર્વકૃત- ઐતિહ્ય છે, પછી હાસ્ય-શેક વિગેરે કોના નિમિત્તે ? એમ સંસારના પ્રત્યેક બનાના સંબંધેનું જ્ઞાન થયા પછી હાસ્યાદિ દૂષણે નષ્ટપ્રાયઃ થઈ જાય છે. આટલું ગાંભીર્ય ન હેયુ તે હાસ્યાદિને વશ બનેલ દીક્ષિત પણ કષાયોને પિષક બની જવા સંભવ છે.
૯-કૃતજ્ઞતા વિના દેવ-ગુર્નાદિ પૂજ્ય વર્ગ પ્રત્યે સન્માન પ્રગટતું નથી અને સન્માન પ્રગટ્યા. વિના એની આજ્ઞાનું પાલન કરવાનું વીર્ય પણ પ્રગટતું નથી. “બાપ ધઅર્થાત્ ધર્મ આજ્ઞાન પાલનમાં છે' એ સત્યને સફળ બનાવવા માટે આજ્ઞાપાલનનું બળ કેળવવું જોઈએ, એ માટે “કૃતજ્ઞતા ગુણ અનન્ય ઉપાય છે.
૧૦-“જ્ઞાનયાખ્યાં મોસઃ' અર્થાત્ મોક્ષ માટે જ્ઞાન અને ક્રિયા બને પરસ્પર સાપેક્ષ છે, જ્ઞાન વિનાની ક્રિયા મોક્ષ કરી શકતી નથી અને જ્ઞાન વિનય વિના પ્રગટ થતું નથી, એમ ધર્મનું મૂળ વિનય છે અને સંયમને શણગાર પણ તે જ છે. ઉગ્ર તપશ્ચર્યાદિ ગુણવાળા પણ અવિનીત શાસનની અપભ્રાજના કરે છે અને અષ્ટપ્રવચન માતાનું માત્ર ગાન ધરાવનાર વિનીત શાસનની પ્રભાવના કરી શકે છે.
૧૧-રાજવિરોધી ધર્મનાં અને સંઘનાં કાર્યો સાધી શકતા નથી, કારણ કે ધર્મ સામગ્રીની વ્યવસ્થા અને રક્ષા વિગેરે માટે રાજ્યની સહાયની જરૂર રહે છે. પરદશનીના આક્રમણથી જૈન શાસનનું રક્ષણ કરવા માટે પણ રાજ્યબળની જરૂર પડે છે..
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org