________________
દીક્ષા લેનારની યોગ્યતા] વિપરીત પરિણામ થાય તો પણ રથનેમિને જેમ રાજીમતીએ કુળના ગૌરવથી બચાવી લીધા હતા તેમ તેનાં જાતિ-કુળની મહત્તા સમજાવીને પુનઃ ચારિત્રમાં સ્થિર કરી શકાય.
૩-પ્રાય: અશુભ કર્મો ક્ષીણ થયાં હેય-પ્રાયઃ એટલે મોટા ભાગનાં (ઘણાં) ચારિત્રમાં વિન્ન કરનારાં (ચારિત્ર મેહનીયરૂ૫) ક્લિષ્ટ કર્મો જેનાં ક્ષય થયાં હોય તેવો. આ ( ૩-જાતિથી માતા અને કુળથી પિતા જેના ઉત્તમ સદાચારી (સંયમી) હોય તેને એજાહાર (શરીરના મૂળ આધાર રૂપ માતા પિતાનાં રૂધિરૂ અને વીર્ય) રૂ૫ બીજ સુંદર (નિર્વિકારી) મળવાથી તેનું શરીર નિર્વિકારી બની શકે છે, એના પરિણામે ઈન્દ્રિયોના વિષયની પરાધીનતા અને કષાયોનું જેર તેને ઓછું કરવામાં સહાય મળે છે, એમ શુદ્ધ જાહાર પણ વિષય કષાયોને જીતવાનું કારણ બની શકે છે. દીક્ષાનું પાલન વિષય કક્ષાની પરાધીનતામાંથી છૂટવા માટેના અભ્યાસરૂપ છે, તેથી જે શરીર, ઈન્દ્રિય મન વિગેરે કબજે કરી શકાય તેવાં અ૯૫ વિકારી હોય છે તેમાં સફળતા મળે છે. એ ઉપરાંત માતા પિતાના ઉત્તમ ગુણેને વારસ પણ મળે છે, એથી દાક્ષિણ્યતા, લજજા વિગેરે ગુણે તેનામાં સાહજિક-અકૃત્રિમ પ્રગટ થઈ શકે છે, એથી પણ તે જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે છે, દુરાચારથી બચાવી શકે છે. હા, ઉત્તમ માતા પિતાથી જન્મેલે પણ કોઈ તીવ્ર અશુભ કર્મોના ઉદયે અધમ જીવન વાળો હોય તે તેને એજા હાર ઉત્તમ છતાં અશુભ કર્મોની તીવ્રતા તેને પરાભવ કરે છે. અહીં જાતિકુળની ઉત્તમતામાં ધમ્યવિવાહને હેતુ કહ્યો છે તે વિચારતાં સમજાશે કે આર્યદેશર લગ્ન વ્યવસ્થા માટે જ્ઞાતિ અને ગાળ વિગેરેનાં બંધારણે મનુષ્યના અધ્યાત્મનાં કેટકેટલાં રક્ષક અને પિષક છે. આખા શરીરમાં ફેલાએલું ઝેર જેમ મન્સના બળે ડંખમાં લાવી દૂર કરી શકાય છે તેમ એ બંધારણના બળે જીવ વિશાળ-વ્યાપક અનાદિ વિષય વાસનાને પોતાની જ્ઞાતિ અને ગાળ જેટલી મર્યાદિત બનાવી માતા પિતાદિ ગુરૂજનને સમર્પિત થઈ તેઓ જેની સાથે વિવાહ કરે તે વ્યક્તિમાં જ સંતેષી રહી શકે છે, પરિણામે સંતોષી દંપતી શિયળના બળે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવા પણું સમર્થ થઈ શકે છે, આ બ્રહ્મચર્ય ચારિત્રનું મૂળ છે, એના અભાવે સર્વ વિરતિ જેવો મહાન ગુણ શું ? સામાન્ય માનવતા પણ પ્રગટી શકતી નથી. લગ્ન અને લગ્ન માટે ઉચ્ચ કુલની સામાજિક મર્યાદા (નીતિ) એ બે ભાવે ભિન્ન છે, એથી લગ્ન કરવું પડે તો પણ એ મર્યાદાનું પાલન કરવાથી આત્મા પતનથી બચી જાય છે, માટે માર્ગનુસારીપણાના ત્રીજા ગુણ તરીકે શાસ્ત્રકારોએ એ મર્યાદાનું નિરૂપણ કરેલું છે. એનું પાલન નહિ કરનારા વર્ણાન્તર લગ્નથી વર્ણસંકર પ્રજા પાકે છે અને એવી પ્રજામાંથી હલકા વર્ણોની ઉત્પત્તિ થાય છે, વિગેરે શ્રી આચારાર્ગ સૂત્રમાં જણાવેલું છે તે આત્માથી એ ખાસ સમજવાની જરૂર છે.
૪-પાંચ કારણે પિકી કર્મ પણ એક કારણ છે, તેની અનુકૂળતા પ્રતિકૂળતા ઉપર પણ કાર્યની સિદ્ધિઅસિદ્ધિ અવલંબે છે. કર્મનું ઘાતી-અઘાતીપણું અને શુભાશુભપણું વિચારતાં શુભ-અશુભ ઉભય પ્રકારનાં અઘાતી કર્મો સદા જ્ઞાની આત્માના હિતમાં વતે છે, એમ જ્ઞાનથી સમજાય છે કારણ કે-શુભકર્મો તેને તે તે કાળે પ્રગટેલી યોગ્યતાનુસાર જીવન સામગ્રી આપે છે અને જીવ જયારે મહાદિ ઘાતી કર્મોને વશ બની એ સામગ્રીને દૂરૂપયોગ કરે છે ત્યારે ત્યારે અશુભ અઘાતી તેને વધારે પતનથી બચાવવાનું કાર્ય કરે છે. એમ અઘાતી શુભાશુભ કર્મોની સહાયથી જ્ઞાની–ગ્ય જીવ ઘાતી કર્મોને ઘાત કરી શકે છે અને સર્વથા મુક્તિ પણ મેળવે છે. અજ્ઞાની શુભ કે અશુભ અઘાતી કર્મો ભગવતાં ન આવડવાથી રાગ-દ્વેષ કરી અહિત કરે છે. અઘાતીને સભાથભ બંધ મેહનીયાદિ ઘાતી કર્મોની તીવ્રતા મંદતાને અનુસરે છે, એથી જે મેહનીયાદિ ઘાતી કર્મો મંદ પડ્યાં હોય તે અઘાતી શુભને સાથ મળતાં તેના ઉદયે મળેલી સામગ્રીને ઉપયોગ જીવ ઘાતીના ઘાત માટે કરી શકે છે, દીક્ષાની સફળતા ઘાતી કર્મોની ઉત્તરોત્તર મદતામાં છે, એથી અહીં જણાવેલો ગુણ ઘાતી કર્મોના ઘાતની સામગ્રી મેળવવામાં અને તેને સદુપ
ગ કરવામાં સહાયક તરીકે આવશ્યક છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org