________________
=
=
[૧૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ હર થી ૭૭ महुरा य सूरसेणो, पावा भङ्गी अ मासपुरि वट्टा। सावत्थी अ कुणाला, कोडीवरिसं च लाडा य ॥५॥ सेअंबिया य नगरी, केअइअद्धं च आरिअ भणि।
एत्थुप्पत्ति जिणाणं, चक्कीणं रामकण्हाणं ॥६॥" द्वार २७५॥ અર્થ–૧–રાજગૃહનગર–મગધદેશ, ર–ચંપાનગરી-અંગદેશ-૩-તામલિમીનગરી–વંગદેશ, ૪-કંચનપુરનગર-કલિંગદેશ, પ–વાણારસીનગર–કાશીદેશ, ૬-સાકેતપુર-કેશલદેશ, ૭-ગજપુર નગર-કુરૂદેશ, ૮-સૌરિકપુર-કુશાર્તદેશ, ૯-કાશ્લિલ્યપુર-પંચાલદેશ, ૧૦–અહિચ્છત્રાનગરીજંગલદેશ, ૧૧-દ્વારિકા નગરી-સૌરાષ્ટ્ર દેશ, ૧૨-મિથિલા નગરી–વિદેહદેશ, ૧૩-કૌશામ્બી નગરી વત્સદેશ, ૧૪–નન્દીપુર નગર–સાડિલ્ય દેશ, ૧૫–ભદિલપુર નગર-મલયદેશ, ૧૬–વચ્છારાજધાનીવૈરાટદેશ, અન્ય આચાર્યો વૈરાટનગર-વચ્છેદેશ એમ કહે છે, ૧૭-વરૂણાપુરી--અદેશ, અહીં પણ અન્ય આચાર્યો અચ્છાપુરી-વરૂણ દેશ કહે છે, ૧૮-ઋત્તિકાવતીનગરી-દશાર્ણદેશ, ૧૯–શુતિમતીનગરી-ચેટીદેશ, ૨૦–વીતભયનગર–સિધુસૌવીરદેશ, ૨૧-મથુરા નગરી – સૌરસેન દેશ, ૨૨-પાપાપુરી–ભંગીદેશ, ૨૩–માસપુરનગર–વર્તદેશ, અન્ય આચાર્યોના મતે ચેદી દેશમાં સૌતિકાવતી, સિલ્વદેશમાં વીતભય નગર, સૌવીર દેશમાં મથુરા, સૌરસેન દેશમાં પાપા નગરી, અને ભંગી દેશમાં માસપુરીવઠ્ઠી નગરી કહેલી છે, તે રૂઢ વ્યવહાર સમજવો પરંતુ બહુશ્રુત પરંપરા પ્રમાણુરૂપ સમજવી. ૨૪-શ્રાવસ્તી નગરી-કુણાલદેશ, ૨૫-કડી વર્ષ નગર લાટદેશ, અને ૨૬–વેતામ્બિકા નગરી-કેકયદેશ અડધે. એમ સાડા પચીસ દેશરૂપ આર્યક્ષેત્ર કહ્યું છે કે જ્યાં શ્રીતીર્થકરે, ચકવર્તીએ, બલદેવો અને વાસુદેવોના જન્મ થાય છે. આવશ્યક ચૂર્ણમાં તે આર્ય-અનાર્ય દેશની વ્યવસ્થા જણાવી છે કે જે કઈ દેશમાં હકારાદિ નીતિઓ ચાલુ -રૂઢ હોય તે દેશે આર્ય અને બાકીના અનાર્ય સમજવા.
ઉપર્યુક્ત આર્યદેશમાં જેને જન્મ થયો હોય તે દીક્ષા માટે ગ્ર ગણાય, કારણ કે મરૂદેશમાં કલ્પવૃક્ષની પ્રાપ્તિની જેમ અનાર્ય દેશમાં ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ કહી છે.
૨-શુદજાતિ અને કુળવાળે એટલે (ધર્મસંગ્રહ ભાષાભા. ૧-પૃ૧૩માં જણાવેલા) ધમ્યવિવાહવાળા ચાર વર્ષ પછી કઈ પણ વર્ણમાં માતૃપક્ષ (સાળ) હોય તે જાતિ અને પિતૃપક્ષ (જન્મ) હોય તે સ્કૂળએમ શુદ્ધ જાતિ અને શુદ્ધ કુળથી યુક્ત હોય, [ઉપાકારણ કે–જાતિ અને કુળથી જે આત્મા વિશુદ્ધ હોય તેને કદાચિદ દુષ્કર્મના ઉદયથી ચારિત્ર પ્રત્યે - ૨-આર્યદેશના (આર્ય) આચારો પરંપરાએ જીવને જડની પરાધીનતામાંથી મુક્ત કરવા માટે શિક્ષણ રૂપ છે, એ આચારને સમજીને પાળવાથી ઉત્તરોત્તર જીવ વિષય કષાયોને વિજેતા બને છે. એનું વિશેષ સ્વરૂપ પહેલા ભાગમાં જણાવેલા માર્ગનુસારિતાના પાંત્રીસ ગુણે વિચારતાં સમજાય તેમ છે. તીર્થકર વિગેરે વિશિષ્ટ પુરૂના જન્મથી અને જીવનથી ત્યાંનું વાતાવરણ પણ આત્માને સન્માર્ગ પ્રેરક હોય છે, ત્યાંની ભૂમિના પરમાણુઓ પણ જીવને જીવનું શુદ્ધિ માટે અનુકૂળ હોય છે, ઈત્યાદિ જીવન શુદ્ધિ માટે આદેશમાં જન્મની પરમ આવશ્યકતા છે, એ હકિકત જીવ પ્રત્યે જડનું કેવું આક્રમણ ચાલુ છે અને તેમાંથી બચવા માટે આર્યદેશના આચાર વિગેરે કેવા સહાયક છે એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સહજ સમજાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org