SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ । ओं नमः श्रीमहावीरस्वामिने तायिने परमात्मने । नमः सुगृहीतनामधेयपूज्यपादाचार्यश्रीविजयसिद्धि-मेघ-मनोहरमरिगुरुभ्यः। પૂ. મહાપાધ્યાય શ્રીમાનવિજયજગણિવરકૃત પાટીકા સહ શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગુજરાતનુવાદ ભાગ બીજે વિભાગ ૩ – સાપેક્ષ યતિધર્મ. ભાષાન્તરકારનું મંગલાચરણ " नत्त्वा श्रीपार्श्वशङ्खशं, ध्यात्वा गुरुं गुणाकरं । स्तुत्वा प्रवचनं जनं, स्मृत्वा च श्रुतदेवताम् ॥१॥ धर्मसंग्रहग्रन्थोक्त-यतिधर्मोऽथ लेशतः । વાભાવવધખુદ્ધિ, નોમનુવાદ્યતે રા” ગુમન્ | અર્થ-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને, ગુણોની ખાણ સમા શ્રીગુરૂ મહારાજનું ધ્યાન ધરીને, શ્રી નાગમની સ્તુતિ કરીને, તથા શ્રી શ્રુતદેવતાનું સ્મરણ કરીને, મારા આત્માને બંધ કરવાના ઉદ્દેશથી, શ્રી ધર્મ સંગ્રહ નામના ગ્રન્થમાં કહેલા ગૃહસ્થ ધર્મ પછીના યતિધર્મને ગુજરાતી ભાષામાં લેશમાત્ર લખું છું. પહેલા ભાગમાં–પૂર્વાદ્ધમાં સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે ગૃહસ્થ ધર્મનું વર્ણદ્વૈ કર્યું, હવે યતિ (સાધુ) ધર્મનું વર્ણન કરવાને અવસર પ્રાપ્ત થયે, તેથી મૂળ ગ્રન્થકાર પોતે યતિધર્મ ગૃહસ્થના વિશેષ ધર્મના ફળરૂપ છે એમ કહેવા દ્વારા યતિધર્મની સ્તુતિ કરે છે. मूलम् “ एनं धर्म च निखिलं, पालयन् भावशुद्धितः । ___ योग्यः स्याद्यतिधर्मस्य, मोचनात् पापकर्मणः ॥"७१॥' મૂલાથ–આ (પૂર્વે પહેલા ભાગમાં કહેલા) સમસ્ત ગૃહસ્થ ધર્મને ભાવશુદ્ધિથી પાલન આત્મા (તેનાં) પાપકર્મો ખપી જવાથી યતિધર્મને એગ્ય બને છે. ટીકાનો ભાવાર્થ-આ (પૂર્વે કહેલા) સમસ્ત એટલે સમ્યકત્વથી આરંભીને યથાવત શ્રાવકની અગીયાર પડિમાઓ પર્યન્તના ગૃહસ્થના વિશેષ ધર્મનું પાલન કરતે આત્મા યતિધર્મ માટે એગ્ય બને છે. ધર્મનું પાલન તે અભવ્યની જેમ દ્રવ્યથી પણ થઈ શકે, કિન્તુ તેથી તે આત્મા સાધુધર્મ માટે એગ્ય બનતું નથી તેથી જણાવે છે કે “ભાવ શુદ્ધિથી અર્થાત્ ધર્મમાં આવરણભૂત (ચારિત્ર મોહનીયાદિ કર્મોને ક્ષયોપશમ થવાથી પ્રગટેલો જે આત્મ પરિણામ રૂ૫ ભાવ, તેની વિશુદ્ધિ એટલે પ્રકર્ષરૂપ નિર્મળતા, તેના દ્વારા એ ગૃહસ્થ ધર્મનું ૧-મૂળને કમાંક પહેલાં ભાગના કમાંક ૭૦ પછી ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy