SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધ૦ સ’૦ ભા૦ ૨ વિ૦ ૪–ગા૦ ૧૫૪ થી ૧૫૯ ગ્રન્થમાં સાપેક્ષ યતિધર્મના વર્ણન પછી છેલ્લું (પૃ. ૫૧૯માં) લીધું છે, તે પ્રમાણે સમજવું.) એ નિરપેક્ષ યતિધર્મની પદ્ધતિ જણાવી. હવે તે ધર્મને ભિન્નભિન્ન સૂત્રોમાંથી સક્ષિપ્ત રૂપમાં સમજવવા માટે ગ્રન્થકાર ત્રણ શ્લેાકાથી કહે છે કે मूलम् - " स चाल्पोपधिता सूत्रगुरुतोविहारिता । વાર્ત્યિાઃ, શરીરેRsપ્રતિષ્ઠમા देशनायामप्रबन्धः, सर्वदा चाप्रमत्तता । ऊर्ध्वस्थानं च बाहुल्याच्छुभध्यानैकतानता ।। १५६ || उद्घृताद्येषणाभिक्षा, क्षेत्रे षड्भागकल्पिते । गमनं नियते काले, तुर्ये यामे त्ववस्थिति: १५७ ॥” મૂળના અ-તે નિરપેક્ષ યતિધર્મમાં અલ્પઉપધિ, પોતાનું જ્ઞાન એ જ ગુરૂ, ઉગ્રવિહાર, અપવાદને ત્યાગ, શરીરની સાર સંભાળના અભાવ, દેશના સાંભળવા આવેલા ઉપર પણ રાગના અભાવ, સર્વદા અપ્રમત્તપણું, મહુધા ઉભા રહેવું, શુભધ્યાનમાં એકાગ્રતા, ઉષ્કૃતાદિ કાઈ એ એષણાદ્વારા ક્ષેત્રના છ ભાગ કલ્પીને આહાર-પાણી લેવાં, નિયત કાળે વિચરવું અનેચેાથા પ્રહરે સ્થિર થવું, વિગેરે કડક પાલન કરવાનુ છે. ટીકાના ભાવાર્થ તે નિરપેક્ષયતિધમ માં ‘અપાપધિતા' વગેરે ત્રણ શ્લેાકમાં જણાવ્યા પ્રમાણે મર્યાદા છે, તે આ પ્રમાણે-અપ એટલે સ્થવિરકલ્પની અપેક્ષાએ વજ્રપાત્ર વિગેરે એજી રાખવારૂપ અપઉધિપણું જાણવું, મૂળ ઉપધિનું પ્રમાણ તે આ ગ્રન્થમાં અગાઉ જણાવેલું છે જ. તથા સૂત્ર એટલે આગમ એ જ ગુરૂ, અર્થાત્ સવ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં આગમ જ જેઓને ઉપદેશક છે તેવા આગમ વિહારી હોય, તથા ઉવિહારી=વિચરવાના સ્વભાવવાળે તે વિહારી અને ‘ઉગ્ર’ એટલે ગામમાં એકરાત્રિ, નગરમાં પંચરાત્રિ, વગેરે ઉગ્ર વિહાર વિચરવાપણું તે ઉગ્રવિહારિતા. અહીં કહેવાનું એમ છે કે-વારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ સ્વીકાર્યાં હાય ત્યારે ઋતુબદ્ધ (શેષ) કાળમાં ગામમાં અજાણ્યા રહીને એક અથવા બે રાત્રી રહે. કહ્યું છે કેપ્રગટપણે એક અહારાત્ર પણ ન રહે, અજ્ઞાત રહીને એક અથવા બે રાત્રી રહે.કર૫જિનકલ્પિક, યથાલન્દિક અને પરિહારવિશુદ્ધિક નિરપેક્ષધર્મવાળા તા જ્ઞાત અને અજ્ઞાતપણે પણ એક ગામમાં એક માસ રહે. અપવાદ એટલે ઉત્કૃષ્ટની અપેક્ષાએ હલકા(શિથિલ)વાદ, તેના ત્યાગ કરે. કારણ કે નિરપેક્ષ યતિધમ વાળા સાપેક્ષયતિની જેમ ઉત્સગ માગે કાર્ય સિદ્ધ ન થાય તે પણુ અપવાદ માના આશ્રય ન લે, અપવાદને સ્વીકારીને અલ્પ દોષ અને બહુ લાભ— વાળુ કા પણ ન કરે, કિન્તુ કેવળ ઉત્સથી પ્રાપ્ત થતા એકલા લાભને જ સાધે. તાત્પર્ય અપવાદ સેવવારૂપ ચેડા પણ દોષ ન લાગવા દે. માટે જ શરીરની અપ્રતિકમિંતા (રક્ષા વિનાના) હાય, તેવી કૈાઈ ગ્લાન અવસ્થામાં (બીમારીમાં) પણ રાગના પ્રતિકાર (ચિકિત્સા) ન કરે—કરાવે. તથા દેશના એટલે ધર્મ કથા કરવામાં (શ્રોતાઓ પ્રત્યે) રાગ ન હેાય, અર્થાત્ તેવા ૩૨૫–દશાશ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં તેા પ્રગટપણે એક અહેારાત્ર અને અજાણુ રહીને એક અથવા બે અહેરાત્ર એક ગામમાં રહે એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy