SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ યથાલનિક અને જિનકદિપકનું સ્વરૂ૫] મૂળ ક્ષેત્રની બહાર કઈ પ્રદેશમાં યથાલન્ટિક આવે અને ત્યાં જઈને આચાર્ય ભણાવે, એટલી શક્તિ પણ ન હોય તે ગામમાં કઈ બીજા મકાનમાં ભણાવે, તેટલી પણ શક્તિ ન હોય તે આચાર્યના મકાનમાં પણ યથાલબ્દિક આવે અને ત્યાં આચાર્ય તેને બાકીનો અર્થ ભણાવે. એ રીતે (પૂર્ણ) અર્થ ગ્રહણ કર્યા પછી તે ગચ્છથી મુક્ત થઈને વિચરે. આ સૂત્રના વિષયમાં જિનકપીથી ભિન્નતા કહી. ભિક્ષાના વિષયમાં ભિન્નતા એ છે કે–બંને પ્રકારના યથાલબ્દિકે પણ ઋતુબદ્ધકાળમાં મોટા ગામ વિગેરે જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રમાં ઘરની પંક્તિઓરૂપ (પેટા, અર્ધપેટા, અંતરશખૂકા, બાહ્યશખૂકા, પતંગવીથિ, અને ગેમૂત્રિકા) છ શેરીઓની કલ્પના કરીને એક એક શેરીમાં પાંચ પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ રહે, એ રીતે એક ગામમાં છ શેરીઓમાં ૧ માસ પૂર્ણ થાય. ગામ એવું મેટું ન હોય તે નજીક નજીકનાં છ ગામમાં પાંચ પાંચ દિવસ માસકલ્પ પૂર્ણ કરે. ક૯૫ભાષ્યમાં કહ્યું છે કેપ્રત્યેકમાં પાંચ પાંચ દિવસ ભમતાં (છ વીથિઓમાં) એક માસ પૂર્ણ થાય. જે યથાલદિક ગચ્છપ્રતિબદ્ધ હોય તેઓને તે પિતે રહેલા હોય તે ક્ષેત્રથી એક કેસ અને એક જન (પાંચ કેસ) સુધી આચાર્યને અવગ્રહ ગણાય, અર્થાત્ તેટલા અવગ્રહમાં તે આચાર્યને અધિકાર ગણાય, ત્યાંથી મળે તે વસ્તુ આચાર્યની ગણાય. કહ્યું છે –કે __ "गच्छे पडिबद्धाणं, अहलंदीणं तु अह पुण विसेसो। उग्गह जो तेसिं तु, सो आयरियाण आभवइ ॥" प्रवचनसारो० ६१६ ॥ ભાવાર્થ-ગચ્છપ્રતિબદ્ધ યથાલંદિકેની એ વિશેષતા છે કે તેઓના અવગ્રહમાં (સવાકેસ ક્ષેત્રમાં) આચાર્યને અધિકાર (આભાવ્ય) ગણાય.. ગચ્છથી અપ્રતિબદ્ધ(છૂટા)ને તે જિનકલ્પીની પેઠે ક્ષેત્રને અવગ્રહ હોય જ નહિ. તથા જિનયથાલંદિક નિયમ શરીરના પ્રતિકર્મથી સાર સંભાળથી) રહિત હોય, સ્થવિરયથાસંદિકે વ્યાધિગ્રસ્ત (યથાલદિક) સાધુને પરિચરણ (વૈયાવચ્ચ) માટે ગચ્છને સોપે અને તેને સ્થાને બીજા સાધુને પિતાના (યથાલદિક) ગણમાં સ્વીકારે. સ્થવિરયથાલંદિકે એક એક પાત્રધારી અને વસ્ત્રધારી હોય, તથા જિનકલ્પિક યથાલંદિકે તે જિનકલ્પની જેમ ભજનાવાળા સમજવા. અર્થાતું પાત્રધારી અને વસ્ત્રધારી હોય અથવા પાણીપાત્રી હોય તે વિગેરે વસ્ત્ર-પાત્ર ન પણ રાખે. - ગણનાને આશ્રીને યથાલંદિકેના જઘન્યથી ત્રણ ગણે અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ ગણે હોય, પુરૂષની ગણનાએ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથફત્વ હેય. પણ કલ્પ પૂર્ણ થતાં કઈ સાધુ જિનકલ્પ સ્વીકારે કે ગચ્છમાં આવે તેને સ્થાને બીજાને ઉમેરો કરતાં જઘન્યથી પ્રતિપદ્યમાન (સ્વીકાર કરતા) એક-બે વિગેરે પણ હોય અને ઉત્કૃષ્ટથી સેંકડો પણ હોય. પૂર્વપ્રતિપન્ન (પાળતા કે પાળી ચૂકેલા) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ ક્રેડપૃથફત્વ જ હોય. (આ યથાસંદિકેનું વિશેષ સ્વરૂપ ૧૯ દ્વારથી છાપેલી પ્રતમાં ૧૭૬/૨ પૃષ્ઠમાં છેલ્લી ચાર પંક્તિઓથી શરૂ કરીને ૧૭૭ મા પૃષ્ઠની પહેલી પેઢી સુધી છે, તે ત્યાં પ્રક્ષિપ્ત જણાય છે. લખેલી જે પ્રતે અમારી સામે છે તેમાં તે જોવામાં આવ્યું નથી, છતાં તેનું ભાષાન્તર અમે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy