________________
પરિહારવિશુદ્ધ ચારિત્રનું વર્ણન]
પ૨૭ આ પારિવારિકક૫માં પ્રવેશ (તેને સ્વીકાર) કરનારાઓને તપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર હોય છે, તેમાં ગ્રીષ્મકાળે અનુક્રમે જઘન્ય ચતુર્થભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત હોય, શીતકાળે અનુક્રમે ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત અને દેશભક્ત હોય અને વર્ષાકાળે જઘન્ય અદૃમ ભક્ત, મધ્યમ દશભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત હોય. પારણે ત્રણે કાળમાં આયંબિલ કરવાનું કહ્યું છે અને ભિક્ષાગ્રહણ જિનકલ્પની જેમ (સાત પૈકી છેલ્લી પાંચ એષણામાંથી કોઈ એને અભિગ્રહ કરીને એકથી આહાર અને બીજીથી પાણી ગ્રહણ કરે. આ તપ કલ્પ કરનારાઓ માટે સમજ, શેષ વાચનાચાર્ય અને વૈયાવચ્ચ કરનારા મળી પૂર્વે (ઉપર) જણાવ્યા તે પાંચ તે અભિગ્રહ કરીને (બે એષણાથી) આહાર–પાણી ગ્રહણ કરે અને "દરરોજ આયંબિલ કરે. એ પ્રમાણે છ મહિના સુધી તપ પૂર્ણ કરીને તપ કરનારા વૈયાવચ્ચ અને વૈયાવચ્ચ કરતા હોય તે કહ૫ને સ્વીકારીને તપ શરૂ કરે. (વાચનાચાર્ય હોય તે જ રહે.) એમ બીજા છ મહિના સુધી બીજા ચાર આરાધના કરે, કુલ બાર મહિના પૂર્ણ થતાં વાચનાચાર્ય હોય તે છ મહિના પારિવારિક કલ્પને (ઉપર જણવ્યો તે) તપ કરે, બાકીના આઠમાંથી એકને વાચનાચાર્ય સ્થાપે અને સાત વૈયાવચ્ચ કરે. (તેમાં પણ તપ કરનારા આહાર–પાણી જુદા વાપરે અને વાચનાચાર્ય તથા વૈયાવચ્ચ કરનારાઓ સાથે વાપરે.)
એમ આ કલ્પ કુલ અઢાર મહિનાને છે, કલ્પ પૂર્ણ થયા પછી પુનઃ તે કલ્પને સ્વીકારે, જિનકલ્પને સ્વીકારે, અથવા પાછા ગચ્છમાં ભળી જાય.
આ પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળા બે પ્રકારના હોય, એક અમુક કાળ સુધી અને બીજા જાવાજીવ સુધી કલ્પ પાળનારા. તેમાં જે કલ્પ પૂર્ણ થતાં (અઢાર માસ પછી) પુનઃ એ જ કલ્પને સ્વીકારે અથવા પાછા ગચ્છમાં આવે તે અમુક કાળવાળા–ઈત્વરિક અને જિનકલ્પને સ્વીકારે તે જાવજજીવ સુધીના (યાવતકથિક) જાણવા. તેમાં પણ જે પહેલા પ્રકારના–ઈ–રિક હોય તે આ કલ્પના મહિમાથી જ ઉપસર્ગો અને આતંક વિનાના હોય, જે જિનકલ્પ સ્વીકારે તે યાવતકથિકને તે જિનકલ્પની મર્યાદા સમજવી. (અર્થાત્ જિનકપીની જેમ તેમને ઉપસર્ગો અને આતંક હોય અથવા ન પણ હોય.)
આ કલ્પને સ્વીકાર તીર્થકરની સમીપે અથવા તીર્થકરની સમીપે પરિહારવિશુદ્ધિકકલ્પ સ્વીકાર્યો હોય તેની સમીપે જ થાય, બીજાની પાસે ન થાય. એની પ્રરૂપણા માટે પણ (જિનકલ્પના કહ્યાં તે) વીશ દ્વારે અહીં જણાવીએ છીએ. તેમાં
૧–ક્ષેત્રદ્વારે-પરિહારકલ્પવાળા જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ એરવ્રત ક્ષેત્રોમાં (પહેલા છેલ્લા તીર્થકરને કાળમાં–ત્રીજા ચેથા આરાના અંતે) હેય, (અર્થાપત્તિએ મધ્યમ તીર્થકરેના શાસનમાં અને મહાવિદેહમાં ન હોય,) હરણ તેઓનું થાય નહિ.
૨-કાળા=અવસર્પિણમાં ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પપાલન–કરનારા (ત્રીજા ચેથા ઉપરાંત) પાંચમા આરામાં પણ હોય. ઉત્સપિણીમાં બીજા, ત્રીજા અથવા ચેથા આરામાં જન્મ અને કલ્પનું પાલન કરનારા ત્રીજા અથવા ચોથા આરામાં હોય. મહાવિદેહમાં તેમને અભાવ હોવાથી ચેથા આરામાં બાવીશ તીર્થકરેના શાસનમાં પણ તેઓ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org