________________
૫૨૬
[[ધ સં. ભા. ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ આરામાં જન્મેલે જિનકલ્પને સ્વીકારી ન શકે.) ઉત્સપિણમાં તે જિનકલ્પને પામેલા ત્રીજા, ચેથા આરામાં જ હોય અને જન્મથી (ત્રીજા-ચોથા તથા) બીજા આરામાં પણ હોય. (અર્થાત્ બીજા આરામાં જન્મેલો પણ વ્રત ત્રીજામાં લઈ શકે.) અવસ્થિતકાળે તે અવસર્પિણ-ઉત્સર્પિણીના દુઃષમાસુષમા કાળમાં તે આરાઓમાં) જન્મેલા અને ત્રતધારી પણ હય, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તેઓ સદૈવ હેય છે. સંહરણથી તે સર્વ આરાઓના કાળમાં પણ હેય. (કારણ કે દેવકુરૂ આદિ દરેક ક્ષેત્રમાં સંહરણથી હવાનો સંભવ છે.)
૩-ચારિત્રદ્વારે-આ કલ્પને અંગીકાર કરનારા પહેલા અને બીજા બે ચારિત્રવાળા જ હોય, તેમાં મહાવિદેહમાં અને ભરત તથા એરબતમાં બાવીશ તીર્થકરના શાસનમાં સામાયિકચારિત્રવાળા અને પહેલા-છેલ્લા તીર્થકરના કાળમાં છેદેપસ્થાપનીય ચારિત્રવાળા હેય. કલ્પને સ્વીકાર્યા પછી તે ચોથા સૂમસં૫રાય અને પાંચમા યથાખ્યાત ચારિત્રવાળા પણ હેય, કિન્તુ તે ઉપશમશ્રેણીવાળા હોય, ક્ષેપક શ્રેણીવાળા નહિ. કારણ કે-“વસ્ત્રમાવો અર્થાત્ “જિનકલ્પ સ્વીકારનારને તે જન્મમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિને નિષેધ છે એમ કહેલું છે. (ક્ષપકશ્રેણીવાળે તે અવશ્ય કેવલી થાય જ, માટે એ શ્રેણી જિનકલ્પીને ન હોય.)
૪-૯૯૫દ્વારે-સ્થિતક૯૫માં જ હોય, (અસ્થિત કલ્પ જિનકલ્પીને ન હાય.)
પ-લિંગદ્વારે-જિનકલ્પને સ્વીકાર કરતાં અવશ્ય દ્રવ્ય અને ભાવ બને લિલ્ગ હોય, સ્વીકાર્યા પછી ભાવલિષ્ણ અવશ્ય હેય, દ્રવ્યલિશ (રજોહરણાદિ) ઉપકરણે કેઈ હરણ કરી જાય અથવા જીર્ણ થઈ જાય, વિગેરે કારણે ન પણ હોય, માટે તેની ભજના સમજવી.
૬-ગણુનાદ્વારે સ્વીકાર કરનારા (પ્રતિપદ્યમાન) જઘન્યથી એક અથવા બેથી માંડીને ઉત્કૃષ્ટ શતપૃથફત્વ(બસોથી નવસ) હેય અને સ્વીકારકરેલા (પૂર્વ પ્રતિપન્ન) જઘન્ય-ઉત્કૃષ્ટ બને પ્રકારે સહસપૃથફત્વ હોય જ.
૭–પંથ (વિહાર) દ્વારે ૩૨ ગોચરી ભ્રમણ અને વિહાર અવશ્ય ત્રીજા પ્રહરમાં જ કરે, બાકીના પ્રહરેમાં પ્રાયઃ કાયોત્સર્ગમાં રહે.
એમ ૧૮ દ્વારા વર્ણવ્યાં, ૧ભું કારણદ્વાર અહીં લીધું નથી, તેમાં કારણ એટલે પુષ્ટ નિમિત્ત, જિનકલ્પી ગમે તેવા પુષ્ટ આલંબને પણ અપવાદને ન સેવે અને ૨૦મા પ્રાયશ્ચિત્ત દ્વારે મનના સૂક્ષમ પણ અતિચારનું જિનકલ્પીને જઘન્ય પણ “ચતુરૂ પ્રાયશ્ચિત્ત હેય.
ઈત્યાદિ જિનકલ્પીનું સ્વરૂપ કહ્યું, હવે બીજા શુદ્ધપારિહારિકનું સ્વરૂપ કહીએ છીએ.
પારિવારિક (પરિહારવિશુદ્ધિ નામના ચેથા ચારિત્રવાળા) સાધુઓ બે પ્રકારના હોય, એક નિર્વિશમાન એટલે વિવક્ષિત અમુક તપને કરતા અને બીજા નિર્વાિષ્ટકાયિક એટલે વિવક્ષિત (કલ્પને અનુસારે કરવા ગ્ય) અમુક તપને પૂર્ણ કરી ચૂકેલા. આ કલ્પવાળાઓને સમુદાય નવ સાધુઓને હય, તેમાં ચાર તપ કરનારા, ચાર તેઓની અનુચર્યા (વૈયાવચ્ચ) કરનારા અને એક કપસ્થિત વાચનાચાર્ય હોય. જો કે તે સઘળા કૃતના અતિશયવાળા હોય, તે પણ આચાર એ છે કે તેમાંથી કેઈ એકને કલ્પસ્થિત (વાચનાચાર્ય) સ્થાપે.
૩૨૨-છાપેલી પ્રતમાં આ દ્વારે નથી, છતાં બૃહત્કલ્પમાં હોવાથી તેના આધારે અહીં લીધાં છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org