SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા. ૧૫-૧૫૩ નામ પછી બોલવું. (વર્તમાનમાં ગણ–શાખા–આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીના નામે ચારપૂર્વક કાળધર્મ પામનારનું નામ દઈને સિરાવાય છે તે આ વિધિનું અનુકરણ છે.) એમ નામચારપૂર્વક “તિવિહં તિવિહેણે આ સિરાવ્યું. એમ ત્રણવાર કહીને સિરાવે. પરઠવ્યા પછી પાછા ફરતાં મૃતકને પ્રદક્ષિણ ન થાય તેમ જ્યાં ઉભા હોય ત્યાંથી સીધા) પાછા ફરવું. (૭) પરઠવ્યા પછી કપડાં ઉતારી લઈને (૮) મહાપારિકૂવણિઆ સિરણથં કાત્સગ કરવો, તેમાં એક નવકાર મંત્રને ચિંતવીને “તિવિહં તિવિહેણ સિરિઅં” એમ પ્રગટ બોલવું, તે પછી વસ્ત્ર ઉલટું પહેરીને યથારનાધિકને ક્રમ તજીને ત્યાંથી ચિત્યઘરમાં (નંદી પાસે) જાય, ઉલટા હાથમાં આઘો ઉલટ પકડીને ગમનાગમનની આલોચના કરે, તે પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે, તે પછી ઉલટું ચૈત્યવન્દન કરે અને તેમાં“અજિતશાન્તિ” સ્તવ કહે, તે પછી સીધા ક્રમથી ઈરિ૦ પ્રતિક્રમણ કરી (૯) દેવવન્દન કરે. સ્તવમાં અજિતશાન્તિસ્તવ કહીને (૧૦) આચાર્યની સન્મુખ આવીને વન્દન કરી પરઠવવામાં અવિધિ થઈ હોય તેને કાઉસ્સગ કરે, તેમાં એક નમસ્કાર ચિંતવીને ઉપર પ્રગટ નવકાર બેલે. (૧૧) કેઈ મહદ્ધિક (આચાર્ય, અનશની, મોટા તપસ્વી, બહુશ્રુત અથવા બહુજનમાન્ય) સાધુ કાલધર્મ પામ્યા હેય તે અસ્વાધ્યાય પાળે અને તે દિવસે ઉપવાસ કરે, સર્વ સાધુના નિમિત્તે અસ્વાધ્યાય કે ઉપવાસ કરવાને વિધિ નથી. તે પણ ઉપદ્રવ ન હોય તે આ વિધિ કરવાનો છે, અશિવાદિ ઉપદ્રવ પ્રસંગે તે ઉપવાસ, અસ્વાધ્યાય અને અવિધિએ પરઠવવાને કાત્સર્ગ, એટલું નહિ કરવું. એ પ્રમાણે મહાપારિકાપનિકાને વિધિ કહ્યો. હવે સાપેક્ષ યતિધર્મને ઉપસંહાર કરતાં કહે છે કે – મૂ-“સાપેક્ષો પતિવડવું, ઘાર્થ રાત્રિના તીર્થ વૃત્તિહેતુવાદ્, વતિઃ શિવઃ શરૂ મૂળનો અર્થ-શિવસુખને આપનારે આ સાપેક્ષયતિધર્મ પક્ષકાર વિગેરે કરવા દ્વારા તીર્થની અવિચ્છિન્ન પ્રવૃત્તિને હેતુ હેવાથી અહીં તેનું વર્ણન કર્યું. અર્થાત્ સાપેક્ષયતિધર્મની આરાધનાથી પરંપરાએ મોક્ષ અને સ્વ–પર કલ્યાણાદિ થાય છે, જેનશાસનનો પ્રવાહ અખંડ રહે છે. ટીકાને ભાવાર્થ_આ અહીં સુધી જણાવ્યું તે સાપેક્ષયતિધર્મ એટલે ગરછવાસી સાધુઓને ગુરૂના અતેવાસીપણાથી આરંભીને મરણપર્યન્તને અહીં વર્ણવ્યો તે ધર્મ શિવ એટલે મેક્ષ તેનું સર્વ બાધાઓથી રહિત જે સુખ તેને આપનારો છે, અર્થાત્ એનું ફળ મેક્ષ છે. અહીં મેક્ષરૂપ ઉત્તમ ફળ આપવામાં એ હેતુ છે કે-આ ધર્મ તીર્થની એટલે શ્રી ચતુર્વિધ સંઘની અથવા પ્રવચન(આગમ) તેની પ્રવૃત્તિ એટલે અવિચ્છિન્ન પ્રવાહનું (અવિચ્છેદનું) કારણ છે, તીર્થને ચલાવનાર (રક્ષા કરનાર) હેવાથી સાપેક્ષયતિધર્મ મેક્ષરૂપ ફળને આપનારો છે, એમ સમજવું. તીર્થપ્રવૃત્તિમાં એ કારણે હેતુભૂત છે કે-પરાર્થ એટલે બીજાઓને ઉપદેશ દ્વારા સમ્યક્ત્વ વિગેરે ગુણેને પ્રાપ્ત કરાવવાંરૂપ પરોપકાર અને આદિ શબ્દથી પરોપકાર દ્વારા પોતાના પણ કર્તવ્યની પૂર્ણાહૂતિ, એમ સ્વ-પર ઉપકારક હોવાથી તેનાથી તીર્થ પ્રવર્તે છે. એમ પરપ-ને કારાદિ કરવા દ્વારા તીર્થ પ્રવર્તાવનાર હોવાથી સેક્ષરૂપ ફળને આપનાર છે, એમ ભાવાર્થ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy