________________
---
-
-
-
-
----
૫૧૫
ગચ્છવાસીઓની સામાચારીનાં ૨૭ દ્વારે].
(લખેલી પ્રતમાં આની પછી બૃહત્યક્ત ૨૭ પ્રકારની સામાચારી પ્રક્ષિત છે, તે છાપેલી પ્રતમાં પૃ. ૧૭૫/ર થી છપાએલી છે, છતાં ત્યાં તેને સંબંધ નહિ હોવાથી અમે પણ લખેલી પ્રત પ્રમાણે અહીં લીધી છે, તે નીચે પ્રમાણે છે.)
[ઉપાય બૃહત્કલ્પભાષ્ય (ઉ–૧–ગાથા ૧૬૨૪ થી ૧૬૩૩)માં તે સ્થવિરકલ્પવાળા સાધુઓની સામાચારીનાં સત્તાવીશ દ્વારે આ પ્રમાણે છે –
૧-શ્રત, ૨-સંઘયણું, ૩-ઉપસર્ગો, ૪–આતંક. ૫–વેદના, ૬-કેટલા ?૭–સ્થડિલ, ૮-વસતિ, ૯-કેટલો કાળ ? ૧૦–વડીનીતિ, ૧૧–લઘુનીતિ, ૧૨-અવકાશ (વધારાની ભૂમિ), ૧૩-તૃણપાટ-પાટીયાં, ૧૪–સંરક્ષણ, ૧૫–સંસ્થાપના, ૧૬-પ્રાકૃતિકા, ૧૭–અગ્નિ, ૧૮-દીપક, ૧૯અવધાન, ૨૦-કેટલા ? ૨૧-ભિક્ષાચરી, રર-પાણી, ૨૩-લેપાલેપ, ૨૪-અલેપ, ૨૫-આયંબિલ, ૨૬-પડિમા અને ર૭-ન્માસિકલ્પ.
આ દ્વારા પૂર્વે યથાસ્થાને વિચારવા છતાં તેમાં જે વિશેષ છે તે અહીં કહીએ છીએ. ૧-શ્રુત-ગચ્છવાસીઓને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ સુધીનું હોય.
૨-સંઘયણ-મનના આલમ્બન રૂ૫ ધીરજ, તેમાં ગચ્છવાસી દુબળા કે બળવાન, અર્થાત્ વૈર્યવાળા અને ધૈર્ય વગરના પણ હોય.
૩–ઉપસર્ગ અને ૪–આતંક તેમાં દેવાદિત ઉપસર્ગો પૃ. ૪૪૨ માં જણાવ્યા અને આતંક એટલે દુઃસાધ્ય અથવા શીઘઘાતક રોગ, એ બન્નેને સામાન્યતયા સહન કરે અને જ્ઞાનાદિની રક્ષા રૂપ કઈ વિશેષ લાભાર્થે સહન ન પણ કરે, અર્થાત્ ઔષધાદિકથી પ્રતિકાર પણ કરે.
૫–વેદના-પણ સામાન્યતયા સહન કરે અને વિશેષ કારણે સહન ન પણ કરે. તે વેદના બે પ્રકારની છે, એક સ્વીકારેલી અને બીજી ઉપક્રમથી થએલી, તેમાં લોચ વિગેરેની સ્વીકારેલી અને વૃદ્ધાવસ્થાની વિગેરે ઉપક્રમજન્ય કહેવાય.
૬-કેટલા ?=જઘન્યથી ત્રણે અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર સાધુઓ એક ગચ્છમાં હેય.
૭–સ્થડિલ=અનાગાઢ પહેલી અનાપાત–અસંલક વિગેરે નિર્દોષ ભૂમિમાં, આગાઢ કારણે બાકીની આપાતાદિ દૂષણવાળી ભૂમિઓમાં પણ પરઠવે.
૮-વસતિ ઉપાશ્રયમાં મમત્વ ન રાખે અને એક માત્ર પ્રમાર્જન સિવાય લીંપણ વિગેરે ક્રિયા વગરની હોય તેમાં રહે. નવદીક્ષિત-અપરિણત વિગેરે સાધુઓ તે રાગ થવાના કારણે તેના મમત્વવાળા પણ હેય અને નિર્દોષ ન મળે તે લીંપણ આદિ પરિકર્મવાળી પણ વાપરે.
-કચાં સુધી? વસતિને માલિક પૂછે કે અહીં કયાં સુધી રહેશે ? ત્યારે કેઈ વિન્ન ન હોય તે એક માસ અને વિદન આવે તે તેથી ન્યૂન કે અધિક પણ રહેવાનું થાય એમ કહે.
૧૦-વડીનીતિ, ૧૧-લઘુનીતિ શય્યાતરે એ બને જ્યાં પરઠવવાની અનુમતિ આપી હોય ત્યાં જ પરઠ, બીમારી વિગેરે કારણે તે કુંડી વિગેરેનો ઉપયોગ કરીને બહાર પાઠવે.
૧૨-અવશે(અગાસામાં)=બહાર ખુલ્લી ભૂમિમાં બેસવું, પાત્ર વાં, વિગેરે પણ શય્યાતરની
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org