________________
[૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૦–૧૫૧ વ્યાખ્યા-ગ્લાનની ચિકિત્સા પ્રથમ છ મહિના સુધી આચાર્ય કરાવે, ત્યાં સુધી આરોગ્ય (સ્વસ્થ) ન થાય તો તે બીમારને કુળની નિશ્રામાં મૂકે, તે પછી કુળ ત્રણ વર્ષ સુધી ચિકિત્સા કરાવે, છતાં સ્વસ્થ ન થાય તે તે ગણુને સોંપે, ગણ પણ એક વર્ષ ચિકિત્સા કરાવે, છતાં રોગ શાન્ત ન થાય તે બીમારને સંઘની (ગૃહસ્થની) નિશ્રામાં સેપે. તે પછી સંઘ જીવતાં સુધી શુદ્ધ (આહાર પાણી) વિગેરેથી ઉપચાર કરે, શુદ્ધના અભાવે અશુદ્ધથી પણ રક્ષા કરે. આ વિધાન જે આહારને છોડવા (અનશન કરવા માટે અશક્ત હોય તેને ઉદ્દેશીને સમજવું. જે અનશન કરવા શક્તિમાન હોય તેની પણ પ્રથમ તે અઢાર મહિના સુધી ચિકિત્સા કરાવવી, કારણ કે વિરતિધર્મયુક્ત જીવન પુનઃ પુનઃ સંસારમાં દુષ્માપ્ય છે. તેમ કરતાં રોગ શમે તો સારી વાત, ન શમે તે પછી આહાર છોડાવો, અર્થાત્ અનશન કરાવવું. ૧૪ હવે અનશનમાં અવશ્ય વર્જવા યોગ્ય દુષ્ટ ભાવનાઓને વર્ણવે છે કેमूलम्-“कान्दप्पी कैल्बिषिकी चाऽभियोगिक्यासुरी तथा । .
सांमोही चेति पश्चानां, भावनानां विवर्जनम् ॥१५२॥" મૂળને અર્થ–૧-કાન્દર્પ, ૨-કેબિષિકી, ૩-આભિગિકી, ૪-આસુરી અને પ-સાહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓને (અનશનમાં) ત્યાગ કરે.
ટીકાને ભાવાર્થ-કન્દપ=કામ, તે જેમાં મુખ્ય છે તેવા નિરંતર મશ્કરી (કુતૂહળ–કીડા) વિગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા એક કન્દર્પ જાતિના દેવ હોય છે, તેઓની ભાવનાને ૧–કાદપ' કહી છે. એ પ્રમાણે “કિલિબષ” એટલે પાપકારી હોવાથી અસ્પૃશ્ય વિગેરે સ્વરૂપવાળા દેવ, તેને “કિબિષ કહ્યા છે, તેઓની ભાવના તે ૨-કેબિષિકી સમજવી. “આભિગિક’=
આ એટલે સર્વ રીતે, “અભિગ એટલે જોડવું, અર્થાત્ દરેક કાર્યમાં જોડી શકાય તે “આભિયેગા” અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ, તેઓની ભાવના તે ૩-આભિયોગિકી ભાવના તથા “અસુરા - ૩૧૪-કર્મભનિત ગાદિ ઉપસર્ગો વખતે પણ અસમાધિથી (દુર્ગાનથી) આત્માને બચાવી લે, સમભાવે વિવેકદૃષ્ટિથી સમજપૂર્વક ઉપસર્ગોને વેઠીને કર્મોથી મુક્ત થવું, એ સાધુજીવનનું ફળ છે. એ કારણે કોઈને પણ અસમાધિ ન થાય તે પરસ્પરને વ્યવહાર કરવા માટે દશવિધ સામાચારીમાં વિસ્તૃત વર્ણન અગાઉ કરેલું છે. આચાર્યાદિ પદસ્થાનું એ મુખ્ય કર્તવ્ય છે કે પોતાની નિશ્રામાં આવેલા ભવ્ય આત્માઓને કર્મબંધથી બચાવી વિશિષ્ટ નિજર કરવામાં સહાય કરવી. જે રોગ પ્રસંગે આ રીતે ઔષધાદિથી સહાય કરવામાં ન આવે તે સંભવ છે કે ગ્લાનને ચારિત્ર પ્રત્યે પણ અનાદર જન્મ અને ભવાન્તરમાં દુર્લભધિ થાય, તેમ ઉપાય હોવા છતાં ઉપેક્ષા કરનાર પણ નિમિત્તભૂત બને તેથી તેને પણ મિથ્યાત્વને બંધ થાય, અને તે પણ દૂલભાધિ થાય. વ્યવહારથી પણ ગ્લાનની સેવા ન કરતાં ધર્મની હલકાઈ થાય, ઇત્યાદિ અનેક કારણોથી ગ્લાનની સેવા કરવાનું વિધાન શાસ્ત્રકારોએ કરેલું છે. એટલું જ નહિ, ગ્લાનની સેવા સર્વ આરાધના કરતાં વિશિષ્ટ કહી છે, વસ્તુતઃ જિનાજ્ઞાનું પાલન પણ તેને જ કહેલું છે, જે ગ્લાનની સેવાની ઉપેક્ષા કરીને ઉગ પણ ત૫-જપ કે વિવિધ આરાધના કરે છે તેને જિનાજ્ઞાને વિરાધક કહ્યો છે. એમ છતાં સ્વાધ્યાય-ધ્યાન વિગેરે સાધુતાનું સાધ્ય ન હણાય તે માટે અહીં જણાવેલી વ્યવસ્થા ઘણી શ્રેષ્ઠ છે, એમાં ધર્મના સાધનભૂત ગ્લાનના શરીરની રક્ષાને પણ સ્થાન છે અને અન્ય સાધુઓના સ્વાધ્યાયાદિ ન હણાય તેની પણ પૂર્ણ કાળજી કરેલી છે. ઉપરાન્ત જેનશાસનની પ્રભાવના થાય તેવી વ્યવસ્થા છે, માટે આત્માર્થીઓને સ્વ-પર કલ્યાણને એ એક વિશિષ્ટ માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org