________________
ત્રણે અનશનાનું ફળ અને આચાર્યાદિ ગ્લાનની વૈયાવચ્ચના વિવિક-વિધિ]
૫૦૧
પ્રવચન બન્નેને તેણે ત્યજી દીધાં એમ સમજવું. કારણ કે સહાયકના અભાવે પેાતાને અસમાધિ અને પ્રવચનને પણ ઉપ્તાહ થાય, માટે (વધારે)ન હોય તેા પણ શેષ એ નિર્યામકે અવશ્ય કરવા. આ ભક્તપરિના અનશનના સ્વીકાર સર્વ સાધ્વીઓ (વિગેરે) પણ કરી શકે છે. કહ્યુ છે કે 'सव्वावि अ अज्जाओ, सच्वेवि अ पढमसंघयणवज्जा ।
44
सव्वेविदेस विरया, पच्चक्खाणेण उ मरंति || ' उत्तराध्ययन- अ०५ - गा० २ टीका ।। ભાવાર્થ –સર્વ સાધ્વીઓ, પ્રથમસ`ઘયણરહિત સર્વ સાધુએ અને સવ દેશવિરતિધરા પણ પચ્ચક્ખાણ એટલે ‘ભક્તપરિજ્ઞા' અનશનપૂર્વક મરે છે.
આ ત્રણે અનશનેનું ફળ મેક્ષ અથવા વૈમાનિકદેવભવની પ્રાપ્તિ છે. કહ્યું છે કે— 'एअं पच्चक्खाणं, अणुपालेऊण सुविहिओ सम्मं ।
66
વેમાળો ૧ ટેવો, વિગ્ન ગાયિ સિબ્લિજ્જા ।'' ઉત્તરાર્ધ્ય૦ ૧-૨ ટીજા ॥ ભાવાર્થ-આ પચ્ચક્ખાણને (અનશનાને) વિધિપૂર્વક સુંદર–અખંડ પાળનારા જીવ વૈમાનિક દેવ થાય, અથવા સિદ્ધ (સ ંસારથી સર્વથા મુક્ત) થાય.
એ પ્રમાણે અભ્યુદ્યતમરણનું (અનશનનુ સ્વરૂપે કહ્યું.
અહી પ્રસંગાનુસાર પ્રવચનસારોદ્ધારમાં કહેલા તે તે વિશિષ્ટ પુરૂષને આશ્રીને બીમારી વિગેરે કારણે સેવા (પાલન) કરવામાં વિવેક કહીએ છીએ, તે આ પ્રમાણે છે “ જ્ઞાનનીય મુળો, મુમુદ્રા; વાનિ જાયવ્યું
વસઢે વારસ વાતા, ગદારસ મિસ્તુળો માસા ।।” વચનસાશે-૮૬૩ । વ્યાખ્યા-શુદ્ધ અથવા (ન મળે તે) અશુદ્ધ પશુ આહાર, પાણી, કે ઔષધાદિદ્વારા સાધુઓએ અને શ્રાવકોએ આચાર્ય વગેરેનું પરિપાલન કરવું જોઇએ. તેમાં ગુરૂનુ (ગચ્છાધિપતિનું) જીવતાં સુધી કરવું, કારણ કે તેઓ સઘળા ગચ્છના આધારભૂત અને યથાશક્તિ સૂત્રઅના દાનમાં (અને શાસનના—સંઘના રક્ષણ વિગેરેમાં) નિરંતર પ્રવૃત્તિ કરનારા હોય છે. તથા વૃષભ=ઉપાધ્યાય વિગેરેનું પરિપાલન માર વર્ષ સુધી કરવું, તે પછી તેના રોગ અસાધ્ય જણાય અને સશક્ત હાય તેા આહાર છેાડાવવા, (અર્થાત્ અનશન કરાવવું,) કારણ કે તેટલા કાળે તેમના સ્થાને ખીજે (ઉપાધ્યાય વિગેરે તે તે પદ્મને ચાગ્ય) સાધુ તૈયાર થઈ શકે. એમ સામાન્ય સાધુનું પણ અઢાર મહિના સુધી દોષિત આહારથી પણ પાલન કરવું, તે પછી (રાગ ન શમે તા) ઉપર કહ્યું તેમ તેને પણ આહારના વિવેક (ત્યાગ) કરાવવા.
અહીં શુદ્ધ-અશુદ્ધ આહાર વિગેરેથી પશુ પાલન કરવાનુ કહ્યું તે રાગ વિગેરેથી ગુર્વાદિ શરીરે અસ્વસ્થ અન્યા હોય અને ક્ષેત્ર-કાળ વિગેરેની હાનિને કારણે બીમારને યાગ્ય આહારાદિ ન મળતા હાય તેવા પ્રસ`ગે સમજવું, કિન્તુ સ્વસ્થ અવસ્થામાં (કે શુદ્ધ મળે ત્યારે) એ પ્રમાણે અશુદ્ધના ઉપયાગ નહિ કરવા. વ્યવહારભાષ્યમાં તે સર્વસામાન્ય કાઇ પણ ગ્લાન સાધુને ઉદ્દેશીને પરિપાલન કરવાની વ્યવસ્થા આ પ્રમાણે કહેલી છે
“ જીમ્માસે બાવો, કુરુ તુ સંવચ્છારૂં તિત્રિ મવે ।
संवच्छरं गणो वि, जावज्जीवा य संघो उ ।।" उ०२ - गा० २००१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org