________________
૪૩
સલેખના અને તેના ઉત્કૃષ્ટાદિ ભેદનું સ્વરૂપ]. બીજા આયંબીલના પૂર્વ છેડાની સાથે મળે. અર્થાત એક આયંબીલ પૂર્ણ થતાં સાથે જ બીજું આયંબીલ કરવાથી બેના છેડા મળે, માટે તે કટિસહિત કહેવાય.
આ બારમા વર્ષમાં પ્રતિદિન ભજન કરવામાં એક એક કવળ એ છે કરતાં આહાર ત્યાં સુધી ઘટાડે કે છેવટે એક કવળ આહાર વાપરે, પછી એક કવળમાંથી પણ એક એક દાણે ઘટાડતાં યાવત્ છેલ્લે એક જ દાણે વાપરે. જેમ દીવામાં તેલ અને વાટ બનેને ક્ષય સાથે થાય તેમ અહીં શરીર અને આયુષ્ય બનેને ક્ષય એક સાથે થવો જોઈએ, માટે આયુષ્ય ભેગવાતું જાય તેમ તેમ શરીરને એ રીતે ઘસતે જાય કે યાવત્ છેલ્લે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય.
આ બારમા વર્ષના છેલ્લા ચાર મહિનામાં સંલેખના કરનારે એકાન્તર દિવસે તેલને : કેગળો ચિરકાલ પર્યન્ત મુખમાં ભરી રાખે, (ગળી ન જાય,) પછી શ્લેષ્મની કુંડીની ભસ્મમાં તે કે ગળે ઘૂંકીને મુખને ઉoણ પાણીથી શુદ્ધ કરે, જે એ રીતે તેલને કેગળો ન કરે તે વાયુથી સુકાઈ જવાથી મુખ (જડબાં) બંધ થઈ જતાં સંભવ છે કે છેલ્લે સમયે શ્રીનમસ્કારમંત્રનું ઉચ્ચારણ પણ ન થઈ શકે. એમ આ પરિપાટીથી અનુક્રમે બાર વર્ષ સુધીની ઉત્કૃષ્ટ સંલેખના જાણવી. ૧૧
૩૧૧-સલેખનાને અર્થ “કષ (પાતળ-હલકું-એાછું) કરવું’ એ થાય છે. શરીરને કષ કરવું તે બાહ્ય અને કષાયને ઉષ કરવા તે અભ્યત્તર સંખના છે. આ ઉભય પ્રકારની સંખના અહીં ઉદ્દિષ્ટ છે, માટે “રીમાથં વંદુ ધર્મસાધન એ પ્રસિદ્ધ સૂત્રના બને અંશો અબાધિત રહે તે સંખનાને વિધિ જણાવ્યા છે. દીવાની વાટ, તેલ અને પ્રકાશ, એ ત્રણની જેમ અહીં આયુષ્ય, શરીરબળ અને આત્મશુદ્ધિને સમજવાની છે, તેલ અને વાટને યોગ પ્રકાશ માટે છે, પ્રકાશ (દીપક) વિનાનાં તે બને નકામાં છે, તેમાં પણ તેલ છતાં વાટ ખૂટી જાય કે વાટ છતાં તેલ ખૂટી જાય તે પ્રકાશ અટકી પડે, માટે ઉભયને સમાન યોગ આવશ્યક છે, તેમ અહીં પણ શરીરબળ ખૂટતાં પહેલાં આયુષ્ય ખૂટી જાય કે આયુષ્ય ખૂટતાં પહેલાં શરીરબળ ખૂટી જાય તો મનુષ્યજન્મનું સાધ્ય અર્થાત ગુણ પ્રગટાવવાનું કાર્ય વચ્ચે જ અટકી પડે, માટે જ્યાં સુધી વિશિષ્ટજ્ઞાનથી મરણ નિર્ણય ન થાય ત્યાં સુધી સલેખના કરી શકાય નહિ. આયુષ્ય અમુક પ્રમાણમાં બાકી છે તે નિર્ણય થયા પછી શરીર ત્યાં સુધી આરાધનામાં ટકી રહે તે પ્રમાણે તેનું પાષણ ચાલુ રાખવું અને ઉત્તરોત્તર પિષણ ઓછું કરીને આયુષ્યની સમાપ્તિ વખતે શરીર પૂર્ણ ઘસાઈ જાય તેવા ઉપાયો કરવા એ સંખનાનું ૨હસ્ય છે. શરીર બળ પહેલાં ખૂટી જાય અને આયુષ્ય વચ્ચે જ તૂટી જાય તે સાધના અટકી પડે, એટલું જ નહિ, જે મનુષ્યના આયુષ્યની ક્ષણ-ક્ષણ દેવના આયુષ્યથી પણ કંઇ ગુણી કિંમતિ છે તે આયુષ્ય વહેલું તૂટી જાય તે માટી હાનિ થાય. એક “નમો અરિહંતof ' પદને જાપ પણ વિશિષ્ટ નિર્જરાનું સાધન બને છે ત્યાં વચ્ચે જ આયુષ્ય તૂટી જાય અને વિરતિમાંથી આત્મા એવિરતિવાળો બની જાય તે કઈ રીતે ઉચિત નથી. એમ છતાં આયુષ્ય નશ્વર છે, એક વખતે તે પૂર્ણ થવાનું જ છે, એમ સમજીને કે ત્યાં સુધી તે ધર્મનું સાધન બને એ ઉદ્દેશથી શરીરને પિષણ આપવું જોઈએ. વધુ પડતું પોષણ આપવાથી અંતકાળે જીવને સમાધિ દુષ્કર બને છે, શરીરના પ્રદેશો સાથે ખરનીરવત્ એકમેક બનેલા આત્મપ્રદેશોને છૂટા થવામાં બહુ કષ્ટ પડે છે, માટે સમાધિથી મરણ થાય એ ઉદ્દેશથી શરીરને પહેલાંથી જ કરવાની જરૂર રહે છે. જે તે વધુ પોષાય તો અસમાધિ થવાને અને વધુ શેષાય તે આયુષ્ય વચ્ચે જ તૂટી જવાનો સંભવ છે. માટે જ બાર વર્ષની સંખનામાં તમને કેમ યુક્તિયુક્ત કહે છે. બાર વર્ષની ઉત્કૃષ્ટ સંલેખના કરી શકાય તેવું સંઘયણ વિગેરે ન હોય તેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org