SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ [૫૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૪૭ મધ્યમ સંલેખના-ઉત્કૃષ્ટની જેમ મધ્યમ સંલેખના બાર મહિના સુધી કરવી. જઘન્ય સંલેખના–પણ ઉત્કૃષ્ટની જેમ જઘન્ય બાર પખવાડીયાં સુધી કરવી. અર્થાત્ મધ્યમમાં બાર વર્ષોના સ્થાને બાર મહિના અને જઘન્યમાં બાર વર્ષોને સ્થાને બાર પખવાડીયા ગણને બનેમાં તપ કરવાને સર્વ વિધિ ઉત્કૃષ્ટની જેમ સમજ. તાત્પર્ય કે મધ્યમમાં બાર વર્ષને બદલે બાર મહિના અને જઘન્યમાં બાર વર્ષને બદલે તેટલાં પખવાડીયાં સમજવાં. કહ્યું છે કે " चत्तारि विचित्ताई, विगईणिज्जूहिआइं चत्तारि । संवच्छरे उ दोणि उ, एगंतरिअं च आयामं ॥१५७४॥ णाइविगिट्ठो अ तवो, छम्मासे परिमिअं च आयामं । अण्णे वि अ छम्मासे, होइ विगिळं तवोकम्मं ॥१५७५।। वासं कोडीसहिअं, आयामं तह य आणुपुव्वीए । संघयणादणुरूवं, एत्तो अद्धाइनियमेण ॥१५७६॥" (पञ्चवस्तु) ભાવાર્થ-(પારણે વિગઈઓ વાપરવાપૂર્વક) ચાર વર્ષ છ વિગેરે વિચિત્ર તપ કરે, ચાર વર્ષ પારણું વિગઈઓ વિના કરે, તે પછી બે વર્ષ આયંબીલ ઉપવાસ એકાન્તરે કરે (૧૫૭૪). છ મહિના અતિ આકરે તપ ન કરે, ઉપવાસ છÇ વિગેરે કરે અને પારણે પરિમિત (ઉદરી સહિત) આયંબીલ કરે, તે પછી છ મહિના વિકૃણ (અફૂમ વિગેરે) તપ કરે, તેમાં પારણે આયંબીલ પરિપૂર્ણ કરે,) (૧૫૭૫). એક વર્ષ કેદી સહિત (પ્રતિદિન) આયંબીલ કરે, (તેમાં પરિપાટીથી ક્રમશઃ આહાર ઘટાડે, છેલ્લા ચાર મહિના મુખમાં તેલને કેગળે રાખે વિગેરે). એમ સંઘયણ, શક્તિ, આદિને અનુસારે અડધું કે અડધાથી પણ અડધું (છ–ત્રણ વર્ષ) વિગેરે પણ કરે. શરીરની સંખના ન કરવાથી માંસ વિગેરે ધાતુઓ એક સાથે ક્ષીણ થતાં મરણકાળે આર્તધ્યાન થાય અને ઉપર્યુક્ત વિધિપૂર્વક ક્રમશઃ ચેડા થડા ધાતુઓ ક્ષીણ કરવાથી સંસારરૂપી વૃક્ષના બીજભૂત આ ધ્યાન ન થાય, એ કારણે સંલેખના કરવી યુક્તિયુક્ત (જરૂરી) છે. પ્રશ્ન-સ્વની, પરની અને સ્વ-પર ઉભયની, એમ ત્રણ પ્રકારની અતિપાતક્રિયા (મરણહિંસા) જીવને ઘણા કાળ સુધી વારંવાર અનિષ્ટ ફળોને આપનારી છે એમ સૂત્રોમાં કહ્યું છે, તે આત્મવધ કરવાના નિમિત્તભૂત આ સંલેખના કરવી તે સમભાવમાં વર્તનારા સાધુ પુરૂષોને મધ્યમ બાર મહિનાની અને તેટલું પણ ન કરી શકે તેને જઘન્ય બાર પખવાડીયાની કહી છે. એમાં શરીરની રક્ષા અને ધર્મસાધના ઉભયને વિદન ન આવે તેવી વિશિષ્ટ યોજના છે. એમ છતાં કેવળ શરીર અને આયુષ્યને જ મેળ મેળવવાથી સરલેખના પૂર્ણ થતી નથી, અશ્વત્તર સં લેખના એમાં મુખ્ય સાધ્યું છે, માટે જિનાગમથી ભાવિત મતિવાળો જ્ઞાની કે તેવા જ્ઞાનીની નિશ્રાગત આત્મા જિનવચનના બળે જડ-ચેતનનો વિવેક કરીને જડના રાગને ઘટાડતા જાય, પરિણામે કષાયોનું અને વિષયવાસનાનું જોર મંદ પડે, જીવન-મરણ ઉભય પ્રત્યે ઉપેક્ષા જન્મ અને અતિમગુણામાં (સ્વભાવમાં) ૨મણુતા કેળવી સાપ કંચકને ઉતારે તેમ નિર્મમભાવે દેહને છોડી દે, તે ભાવસંખનાને પ્રાપ્ત કરી શકે છે. આ ભાવસંલેખના જ મનુષ્ય જીવનનું સા૨ (સાધ્ય) છે, સાધુધર્મને સ્વીકાર પણ એ ઉદ્દેશથી જ કરવાનું હોય છે. આ સંલેખના ન કરી શકાય ત્યારે પણ તેના બહુમાનથી જીવ લાભ મેળવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy