SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૪૭ ટીકાના ભાવા-અથ' એટલે એ ગણી આદિ પદોનું પાલન કર્યા પછી જીવનના તે ચરમકાળ પ્રાપ્ત થાય ત્યારે આ વિશિષ્ટ કાર્ય કરવું. તે કહે છે કે-‘સમ્યક્' એટલે હવે કહીશું તે વિધિપૂર્વક ‘સલેખના' એટલે જેનાથી ‘દેહ, કષાયા' વિગેરેનું સલેખન થાય, અર્થાત્ કષાય, શરીર વિગેરે જેનાથી ઘસાય–ક્ષીણ થાય તેવી તપ:ક્રિયાને કરવી, આવી તપશ્ચર્યાને અંતકાળે કરવી તે સાપેક્ષયતિધર્મ છે, એમ અનેા સંબંધ સમજવા. જો કે સઘળી તપની ક્રિયા કષાયા વિગેરેને નિ`ળ કરનારી છે જ, તે પણ અહીં ચરમકાળે દેહના ત્યાગ કરવા માટે કરાતી તપ:ક્રિયાને અન્યની અપેક્ષાએ વિશિષ્ટ સમજવી. (અર્થાત્ તેને જ સ લેખના કહેવાય છે.) કારણ કે ગણિપદ વિગેરેનું પાલન કર્યાં પછી (ગચ્છના રક્ષણ પાલનની જવાબદારી પૂરું થતાં સોને અશ્રુવત વિકાર (જનકલ્પ વગેરેના સ્વીકાર) ૪૯૨ “ નિવાજિઝળ વિધિળા, ભિમાવયં નફેળમિત્રમુનિલ જમ્મુન્નુ(ન્ગ)ત્રો વિહારો, બવા અશ્રુનુ(f)ત્રં માં ।।'' વૠવસ્તુ-૧૩૬/ ભાવા-સાધુઓને વિધિપૂર્વક ‘ગણિપદ’ વિગેરેનું પાલન કર્યા પછી અભ્યુદ્યુત વિહાર અથવા અભ્યુદ્યુત મરણ સ્વીકારવું ઉચિત છે. તેમાં અભ્યુદ્યુત વિહારનુ' સ્વરૂપ સાપેક્ષયતિધર્મની પછી નિરપેક્ષયતિધર્મ તરીકે સ્વત ંત્ર (જુદું) કહીશું. અભ્યુદ્યતમરણ પ્રાયઃ સલેખના પૂર્વક હાય છે, માટે અહીં પ્રથમ સલેખના કહીએ છીએ. આ સલેખના ગૃહસ્થા પણ કરી શકે છે, કિન્તુ સાધુ-શ્રાવક બન્નેને સમાનહાવાથી ગૃહસ્થધમાં નહિ વર્ણવતાં સાધુધર્મના પ્રસ ંગે તેનું વર્ષોંન કર્યું છે, એમ સમજવું. હવે તેના જ ભેદો કહે છે કે તે સલેખના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરાએ કહેલી છે. તેમાં— ઉત્કૃષ્ટ સલેખના આર વર્ષોંની આ પ્રમાણે છે-પહેલાં ચાર વર્ષો સુધી ચતુભક્ત, ષષ્ટભક્ત અને અષ્ટમભક્ત વિગેરે વિચિત્ર (ભિન્ન ભિન્ન) તપને કરે અને પારણું સર્વ કામ–ગુણવાળા (પાંચે ઇન્દ્રિઓને પોષક) અને ઉદ્ગમાદિ દાષાથી રહિત-વિશુદ્ધ આહારથી કરે. તે પછી બીજા ચાર વર્ષો સુધી તે જ રીતે વિચિત્ર (જુદા જુદા) તપ કરે, કિન્તુ પારણું (વિગ’આથી રહિત) નિવિના આહારથી કરે. તે પછીનાં બે વર્ષો સુધી એકાન્તર આય’ખીલ કરે, અર્થાત્ એક દિવસે ચતુર્થ ભક્ત (ઉપવાસ) અને એક દિવસ આયખીલ. એમ ઉપવાસના પારણે આયંબીલ કરે. એમ દશ વર્ષી ગયા પછી અગીઆરમા વર્ષે પ્રથમના છ મહિના ચેાથભક્ત કે ષષ્ટભક્ત કરે, અષ્ટમ વિગેરે અતિવિક્લિષ્ટ તપ ન કરે અને પારણે ઊણેારિતા સહિત આયંબીલ કરે. તે પછીના છ મહિના વિકૃષ્ટ (અષ્ટમભક્ત વિગેરે ઉ) તપ કરે અને મરણ વહેલું ન થઇ જાય એ કારણે પારણે પરિપૂર્ણ (તૃપ્તિ થાય તેમ) આયંબીલ કરે, ઊણેારિતા ન કરે અને ખારમે વર્ષે કાટીસહિત પચ્ચક્ખાણુથી (વચ્ચે બીજો તપ કર્યા વિના સળગ) દરરોજ આયંબીલ કરે, નિશિથ ચૂર્ણિમાં કહ્યું છે કે-“દુવાસાં વરસ નિયંતાં હ્રાચમાળ સિગોળ બાવિસ્ટ રેફ, તં દોહિસાિ મવરૂ, નેળાવિજપ્ત હોડી હોડી૬ મિત્તિ ” અર્થાત્ ખારમા વર્ષે દરરોજ ઘટતા ઘટતા આહારથી ઉષ્ણ પાણી સાથે આયખીલ કરે, તે તપ ‘કાટિસહિત' થાય, કારણ કે પહેલા આય’ખીલને છેડે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy