________________
ગણાવદકનું કર્તવ્ય તથા વાચનાચાર્યાદિ શેષ પદની અનુજ્ઞા]
૪૮૯ ટીકાને ભાવા–“પ્રભાવના એટલે શ્રી જૈન શાસનને વિશિષ્ટ મહિમા ફેલાવા અને ઉદ્ધાવના એટલે ગચ્છના ઉપકાર માટે દૂર દૂર ક્ષેત્ર વિગેરેમાં શીધ્ર જવું–આવવું, એ બેમાં તથા “ક્ષેત્ર એટલે ગામ શહેર વિગેરે ગ્યસ્થાન અને ઉપધિ એટલે કપડાં વસ્ત્ર (પાત્ર
ઔષધ વિગેરે), એ સર્વની “ગવેષણ એટલે નિર્દોષ પ્રાપ્તિ કરવામાં, ઈત્યાદિ દરેક કાર્યોમાં “અવિપાદિ એટલે ખેદ (શ્રમ) નહિ પામનાર-સમર્થ, તથા સૂત્રાર્થને જાણ એટલે સ્વસ્વકાળ વિગેરેની અપેક્ષાએ ઉચિત સૂત્ર અને અર્થને જ્ઞાતા, આવા ગુણવાળો હોય તેને શ્રી જિનેશ્વરેએ જણાવછેદકે કહ્યો છે, ગુણરહિતને નહિ. એમ ભાવ સમજ.
ઉપરના ગુણોને અનુલક્ષીને જ એ પાંચેયને અસાધારણ (વિશિષ્ટ અને ભિન્ન ભિન્ન) અધિકારે આ પ્રમાણે જણાવ્યા છે. કહ્યું છે કે –
"गच्छे अत्थं सुत्तं, तवपमुहं तत्थ चेव य थिरत्तं ।
વિહિપ, રિળમુ પતિ ૨૦૪ (યતિદિન) ભાવાર્થ-ગચ્છમાં આચાર્ય વિગેરે પદો પૈકી અનુક્રમે આચાર્ય અર્થ ભણાવે, ઉપધ્યાય સૂત્ર ભણાવે, પ્રવર્તક તપ વિગેરેમાં જોડે, સ્થવિર સીદાતાને સ્થિર કરે અને ગણાવરછેદક ક્ષેત્ર-ઉપાધિ વિગેરે સંયમના સાધને મેળવી આપે, એમ અધિકાર પ્રમાણે કાર્યોને સાધે.
અહીં પ્રસંગનુસાર વાચનાચાર્યપદવી પણ એ પ્રમાણે જ સમજવી. આ વાચના
૩૦૯-અનુગાચાર્ય, ઉપાધ્યાય અને વાચનાચાર્યનાં પદો સ્થૂલદષ્ટિએ સૂત્ર-અર્થની વાચના (વ્યાખ્યાન) કરવાના અધિકારરૂપ હેવા છતાં તેમાં વિશેષતા છે. અનુગાચાર્યપદથી સર્વ સૂત્ર-અર્થના વ્યાખ્યાનને અધિકાર પ્રાપ્ત થાય છે અને એ પદને પામેલાને તેની વિશિષ્ટ યોગ્યતાના ગે ભવિષ્યમાં દિગાચાર્ય અર્થાત્ ગણી(ગચ્છાચાર્યપદ આપી શકાય છે. ઉપાધ્યાયપદ પણ એવી જ વિશિષ્ટ યોગ્યતાવાળાને અપાય છે, તે પણ વિદ્યમાન સર્વસૂત્ર-અર્થના જ્ઞાતા હોય છે, છતાં મુખ્યતયા સાધુઓને મૂળસૂત્રો ભણાવવાનું કામ તેઓ કરે છે, ઉપરાંત ગચ્છાચાર્યના યુવરાજ તુલ્ય ભવિષ્યમાં તેઓ ગચ્છાચાર્યપદને યોગ્ય હોય છે અને વર્તમાનમાં પણ આચાર્યની નિશ્રામાં રહીને સંઘરક્ષાનાં સઘળાં કાર્યો તેઓ કરી શકે એટલું વિશેષ છે. આ બન્નેને સમાવેશ પાંચ પદસ્થામાં થતો હોવાથી પર્યાયથી લઘુ હોય તો પણ તેઓ સર્વ સાધુઓને વંદનીય કહ્યા છે, ગોચરી જવું વિગેરે ગ૭નાં કાર્યોથી તેઓ ઉત્સર્ગ માર્ગે નિવૃત્ત હોય છે. વાચનાચાર્ય તે માત્ર અધ્યયન કરાવવા (વાચના આપવા) પૂરતો જ અધિકાર ધરાવે છે, તેનું મહત્ત્વ અનુગાચાર્ય કે ઉપાધ્યાય વિગેરેની બરાબર હેતું નથી, કારણ કે તેઓને વન્દન વ્યવહાર પર્યાયન (રત્નાધિકના) કમે હોય છે અને નેચરી આદિ લેવા પણ તેઓ સ્વયં જાય છે. હા, શેષ સાધુઓ કરતાં તેઓની યોગ્યતા વિશિષ્ટ હોવાથી તેઓ ગચ્છાચાર્યની અનુજ્ઞાને અનસરીને આચાર્યની જેમ સઘળાં કાર્યો કરી શકે છે. એમ અધિકાર પરત્વે દરેકમાં વિશેષતા છે. જે કાળ આ વ્યવસ્થા તૂટી જવાથી તે તે અધિકારે સ્પષ્ટ પળાતા નથી, તે કાળે એના અભાવે સાધતાને યોગ્ય વિકાસ થતું નથી એ નિશ્ચિત છે. જ્યાં સુધી ગોમાં આ વ્યવસ્થા અખંડ ચાલે
ત્યાં સુધી જ પ્રાચ: સાધુજીવન ઊર્ધ્વગામી બની શકે. એ જ કારણે પાંચ પદ જયાં ન હોય તે ગ૭ને કસિતગ૭ કહ્યો છે. પાલક વિના કુટુંબીઓની, રાજા વિના પ્રજાની, સેનાપતિ વિના સેનાની, વધ વિના રોગીની કે શિક્ષક વિના વિદ્યાથીની અવસ્થા જેવી અવસ્થા યોગ્ય પદસ્થ વિનાના ગચ્છ(શિ)ની થાય,માટે જ ગચ્છાચાર્ય વિનાને ગચ્છ ન હોવો જોઈએ, એ ઉદ્દેશથી આચાર્યાદિ એકાએક કાળ કરે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org