SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ [૦ સં૦ ભાવ ૨ વિ. ૩-ગ ૧૪૬ ચાર્ય ગુરૂની અનુમતિ અનુસારે આચાર્યની પેઠે સર્વ કાર્યો કરે, વન્દન વિષયમાં તો પર્યાયથી મોટા હોય તેને મોટા સમજવા. (અર્થાત્ લઘુપર્યાયવાળા જ તેઓને વંદન કરે.) ગોચરી જવાને પણ વાચનાચાર્યને નિષેધ નથી. તથા પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે પ્રવર્તિનીને આગમની પરિભાષા પ્રમાણે “અભિષેકા પણ કહેવાય છે, તેને પદ આપવાને સઘળે ય વિધિ મહત્તરા૫દના વિધિ પ્રમાણે સમજ. કેવળ મંત્ર તરીકે “વદ્ધમાનવિદ્યા” અને પર્યાયના કમથી (ઓછા પર્યાયવાળાં જ સાધ્વીઓ તેને) વંદન કરે, એટલે ભેદ સમજવો. “વાસક્ષેપ કરવો” ઈત્યાદિ મહત્તરાપદને સઘળો પણ વિધિ ઉપાધ્યાયપદની પેઠે જ જાણ. આ મહત્તર પણ સર્વ સાધ્વીઓને વન્દનીય સમજવી. (અર્થાત્ દીર્ઘપર્યાયવાળી સાધ્વીઓ પણ મહત્તરાને વંદન કરે). મહત્તરાપદ આપીને તેને આ પ્રમાણે હિતશિક્ષા આપવી–“સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલું આ “મહત્તરાપદ સર્વશ્રેષ્ઠ ફળને આપનારૂં છે, આર્યા બ્રાહ્મી, આર્યા સુંદરી અને આર્યા ચંદનબાલા વિગેરે મહાસતીએાએ તેને સમ્યફ પ્રકારે આરાધેલું છે અને સર્વ પદેમાં તે પ્રધાન (શ્રેષ્ઠ) છે. માટે સંસારના ભયથી તમારે શરણે આવેલી અન્ય સાધવીઓનું તમારે સારણા, વારણા, નદના અને પ્રતિનેદના વિગેરેથી રક્ષણ કરવું અન્ય સાધ્વીઓને પણ આ પ્રમાણે હિતશિક્ષા આપવી-કઈ કાર્ય પ્રસંગે ઠપકે આપે તે પણ કુલવધુ પતિને ન છેડે તેમ તમારે આ મહત્તરાનું શરણ જીવતાં સુધી નહિ છોડવું, જ્ઞાનના ભંડાર તુલ્ય આ મહત્તરાના આદેશથી વિરૂદ્ધ વર્તન કદાપિ નહિ કરવું. એ રીતે તેની આજ્ઞાના પાલવાથી તમારે ગૃહસ્થવાસને ત્યાગ સફળ થશે.” (પ્રાચીન સામાચારી દ્વાર–૧૬) અહીં સુધી ગરછની અનુજ્ઞા વિગેરે વિસ્તારથી જણાવ્યું, હવે શેષ સાપેક્ષયતિધર્મની આરાધના માટે કાળ કહે છે કે मूलम्-" विधिना गुर्वनुज्ञात-गण्यादिपदपालनम् । तावद्यावञ्च चरम-कालो न स्यादुपस्थितः ॥१४६॥" મૂળને અર્થ-વિધિપૂર્વક ગુરૂએ આપેલા તે તે ગણિપદ વિગેરે પદેનું પાલન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી અંતકાળ નજીક ન આવે. પણ તેના મરણને જાહેર કરતાં પહેલાં બીજાને ગચ્છાધિપતિ બનાવવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. લૌકિક રાજયમાં પણ નૂતન રાજાને ગાદીનશીન કર્યા પહેલાં મરનાર રાજાનું મૃતક બાળી શકાતું નથી. એમાં એ પણ કારણ છે કે સમ્પત્તિ રક્ષક વિનાની રહેવાથી વિપ્લવ થવાને સંભવ છે, જેમ રાજય સમ્પત્તિરૂપ છે તેથી તેને રક્ષક ન હોય તે દેશમાં વિપ્લવ જાગે, અન્ય રાજાઓ આઠમણુ કરે, તેમ જૈનશાસન પણ એક લોકોત્તર વિશિષ્ટ સમ્પત્તિ છે, તેને પણ રક્ષક અને પાલક હે જ જોઇએ. બીજી બાજુ અગ્ય રાજાથી ( ! પ્રજાની કે રાજ્યની રક્ષા થતી નથી તેમ નામ માત્ર (ગુણરહિત) આચાર્યથી જૈનશાસનની કે ગચ્છની પણ રક્ષા થતી નથી. એ ઉદ્દેશથી જ અગ્ય ગચ્છાધિપતિને સંઘ બહાર કરવાનું પણ વિધાન કર્યું છે. સાથે રાજ્યના દ્રોહીને દેશપાર કરવામાં આવે તેમ અયોગ્ય શિષ્યને પણ ગચ્છથી મુક્ત કે સંઘ-- બહાર કરવાનું વિધાન પણ છે. સાધ્વી સમૂહમાં પણ ગચ્છાચાર્યની જેમ સહુની રક્ષા કરનારી મુખ્ય સાધ્વીને મહત્તરા તથા તેની આજ્ઞાનુસાર સર્વને સંયમ માર્ગે જોડનારીને પ્રવર્તિની કહી છે. વિગેરે સ્વયં સમજવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy