SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ જાત, અજાત, સમાત અને અસમાત કક્ષાનું સ્વરૂ૫] ૪૮૩ મૂળને અર્થ_એ સ્વલબ્ધિમાન પણ સાધુ ગુરૂની સાથે, અથવા ગુરૂએ આપેલા (શિષ્ય) પરિવારની સાથે કે બીજી રીતે પૂર્ણ (સમાપ્ત)કલ્પવાળે ગુરૂથી જુદે પણ વિચરે. ટીકાને ભાવાર્થ-ગુરૂની લબ્ધિથી પરાધીન તે ગુરૂની સાથે વિચરે, પણ આ સ્વલબ્ધિવંત પણ ઉત્સર્ગથી ગુરૂની એટલે સ્વલબ્ધિથી આહાર-વસ્ત્રાદિ લાવવા માટેની અનુજ્ઞા આપનારા આચાર્યની સાથે વિચરે-ગામાનુગ્રામ વિહાર કરે. એમાં અપવાદ કહ્યો છે કે સ્વલબ્ધિક અનુજ્ઞા આપનારા ગુરૂથી જુદો પણ વિચરે. જુદા વિચરવાને વિધિ કહે છે કે-જેને ગુરૂએ યેગ્ય પરિવાર સાથે આવે છે તે જુદો વિચરે, તેમાં પણ અપવાદ કહે છે કે-અથવા “અન્યથા” એટલે ગુરૂએ યોગ્ય પરિવાર સાથે આપેલ ન હોય ત્યારે પોતે પૂર્ણક૫ અર્થાત્ સમાપ્તકલ્પ થાય તે જુદે વિચરે. સમાપ્તક૯૫નું સ્વરૂપ (પંચ)ક૯૫ની ગાથાઓથી આ પ્રમાણે કહેલું છે. “૩૦૫ના બનાવો , સુવિહો તો ૩ ઘોર પાપો. एक्विकोऽवि अ दुविहो, समत्तकप्पो अ असमत्तो ॥" पञ्चवस्तु-१३२८॥ વ્યાખ્યા-જાત અને અજાત એમ બે પ્રકારે કલ્પ એટલે (વિચરવાને) સમ્યફ આચાર છે, તેમાં “જાતા' એટલે શ્રુતજ્ઞાનરૂપ સમ્પત્તિયુક્ત થવાથી જેઓએ આત્મલાભ પ્રાપ્ત કર્યો હોય તેવા સાધુઓ. તેઓથી અભિન્ન હોવાથી કલ્પને પણ “જાત’ કહેવાય છે, એનાથી વિપરીત (એટલે એવી શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિને નહિ પામેલા સાધુઓને કલ્પ) તે “અજાત’ કલ્પ જાણો. તે દરેકના બે બે ભેદે છે, એક સમાપ્તકલ્પ અને બીજે અસમાપ્તક૫. તેમાં સમાપ્તકલ્પ એટલે (સાધુઆદિની) પરિપૂર્ણ સહાયવાળો, અને બીજે અસમાપ્તકલ્પ તેથી વિપરીત (પૂર્ણ સહાય વિના) સમજ. એ જાત’ વિગેરે ચારનું સ્વરૂપ કહ્યું છે કે– “ગસ્થ કાપો, અમો વહુ મને ઝાડા पणगं समत्तकप्पो, तद्गगो होइ असमत्तो ॥ १३२९॥ उउबद्धे वासासु उ, सत्त समत्तो तदूर्णगो इयरो । સમાવાયા, ગોળ ઘા રો ગાવું ” રૂરૂ (વરાવતુ) વ્યાખ્યા–ગીતાર્થ સંબન્ધી એટલે ગીતાર્થ સાથેને જે વિહાર તેને “જાતકલ્પ કહેવાય છે. કારણ કે તેને ગીતાર્થપણાથી વિચરવાને અધિકાર સ્પષ્ટરૂપે મળે છે. એથી વિરૂદ્ધ “અગીત – અગીતાર્થપણે (ગીતાર્થની સહાય વિના) વિચરવું તે “અજાતકલ્પ સમજો. કારણ કે સૂત્રાર્થ પૂર્ણ નહિ થવાથી તે (સ્વતંત્ર વિચરવા માટે) અનધિકારી છે. તેમાં ૧૩૩૦ મી ગાથામાં રહે પદ છે તેને અહીં સંબન્ધ હોવાથી “ઋતુબદ્ધ’ એટલે વર્ષાઋતુ સિવાયના આઠ મહિનામાં (જઘન્યથી) પાંચ સાધુઓ સાથે વિચરે તેઓને સમાપ્તક૯૫ કહેવાય અને તેથી ન્યૂન બે ત્રણ કે ચાર સાધુઓ સાથે વિચરે તેઓને કલ્પ “અસમાપ્ત” એટલે પૂર્ણ સહાય વિનાને અપરિપૂર્ણ કહેવાય. વર્ષાકાળે તે (જઘન્યથી) સાત સાધુઓ સાથે રહે તે “સમાપ્તક૯૫ અને તેથી ન્યૂન (બેથી છે) સાધુઓ સાથે રહે તે અસમાપ્તકલ્પ સમજ. એમ સાત સાધુઓને ૩૦૫–આ ગાથાઓ વ્યવહારસૂત્રના ચોથા ઉદ્દેશાના ભાગ્યમાં ૧૫ થી ૨૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy